For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ભાજપના ધારાસભ્યો માટે 'Modi Apps' અનિવાર્ય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-appapplication
અમદાવાદ, 24 ફેબ્રુઆરી: ગુજરાત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મોટા નેતાઓ, મંત્રીઓ અને ધારાસભ્યો પોતાના ફોનમાં મોદી એપ્લિકેશન રાખવી અનિવાર્ય થઇ ગઇ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીના બધા નેતાઓ પોતાના મોબાઇલ ફોનમાં આ સુવિધા રાખવાની સુચના આપી છે જેથી નેતાઓ તેમની તાજા પ્રવૃત્તિઓથી માહિતગાર રહે.

છારોડીમાં આયોજિત ત્રણ દિવસીય વર્કશોપ ભાગ લેવા માટે આવેલા ભાજપના ધારાસભ્યોને પ્રદેશ ભાજપની આઇટી ટીમે મોદી એપ્પ વિશે પુછ્યું તો બધા સ્તબ્ધ થઇ ગયા. આઇટી ટીમે ધારાસભ્યોને પુછ્યું હતું કે તેમને પોતાના મોબાઇલ ફોનમાં મોદી એપ્પ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે કે નહી.

આ અવસરે આઇટી ટીમે મોદી એપ્પ ન રાખનારા 50 ધારાસભ્યોના મોબાઇલ ફોનમાં આ સુવિધા ડાઉનલોડ કરી હતી. સાથે ટીમે ધારાસભ્યો આ સુવિધાનો ઉપયોગ કરવાની જાણકારી પણ આપી હતી જેથી નરેન્દ્ર મોદીની તાજા પ્રવૃતિઓ વિશે જાગૃત રહે.

એક સૂત્રના જણાવ્યા અનુસાર 'પ્રદેશ ભાજપના બધા 113 ધારાસભ્યો વર્કશોપમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ અવસરે પાર્ટીએ આઇટી ડેસ્કની વ્યવસ્થા ઉભી કરી હતી. બધા જ ધારાસભ્યોને એક ફોર્મ ભરવાનું હતું, જેમાં તેમને પોતાનું ઇમેલ એકાઉન્ટ, નંબર તથા ટ્વિટર અને ફેસબુકની વિગતવાર માહિતી આપવાની હતી.

નિયતિ રાણા/ડીએનએ

English summary
It is now mandatory for BJP MLAs of Gujarat, including ministers and other top leaders of the party, to have the mobile application of Narendra Modi installed in their smart phones.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X