• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજકોટમાં મોદી પર પ્રહાર કરતા રાજ બબ્બર, વાંચો ખાસ સમાચાર

|

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજકોટ ખાતે યોજાયેલા એક રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદ દરમિયાન કોંગ્રેસના સાંસદ અને બૉલીવુડ અભિનેતા રાજ બબ્બરે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કે પછી ભાજપ માત્ર જોરશોરથી પ્રચાર કરવામાં માને છે. ખરા અર્થમાં તો રાજ્યમાં કોઇ વિકાસ થયો જ નહીં. અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે મળેલી એજીએમમાં બઘડાટી બોલી હતી. એક ઠરાવ વાંચ્યા વગર જ પારિત કરી દેવામાં આવતા હોબાળો મચ્યો હતો, બોલાચાલી એટલી ઉગ્ર બની ગઇ હતી જેમાં બે લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

રાજકોટમાં મોદી પર પ્રહાર કરતા રાજ બબ્બર

રાજકોટમાં મોદી પર પ્રહાર કરતા રાજ બબ્બર

રાજકોટ ખાતે યોજાયેલા એક રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદ દરમિયાન કોંગ્રેસના સાંસદ અને બૉલીવુડ અભિનેતા રાજ બબ્બરે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કે પછી ભાજપ માત્ર જોરશોરથી પ્રચાર કરવામાં માને છે. ખરા અર્થમાં તો રાજ્યમાં કોઇ વિકાસ થયો જ નહીં. તેમણે કહ્યું કે, સરકાર રાજ્યોના વિકાસ માટે તો ગ્રાન્ટ આપે જ છે, પરંતુ રાજ્ય સરકાર આ ગ્રાન્ટને પોતાના હિતમાં વાપરે છે.

સુરતઃ પ્રેમનો કરૂણ અંજામ, પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા

સુરતઃ પ્રેમનો કરૂણ અંજામ, પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા

સુરતમાં એક પ્રેમી દ્વારા પોતાની પ્રેમિકાને ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઓરિસ્સાની શ્રદ્ધાંજલિ વસંત પટનાયક દામકાગામ ખાઇ ફળિયામાં રહેતી હતી, તેની સાથે જ નોકરી કરતા એક યુવક સાથે તેને પ્રેમ થઇ ગયો હતો અને બન્ને એકબીજાને અવાર-નવાર મળતા હતા. પરંતુ થોડા સમય પહેલા પ્રેમિકાને અન્ય સાથે કરતા જોઇ તે ઉશ્કેરાય ગયો હતો અને રાત્રે પ્રેમિકા મળવા આવી ત્યારે તેને ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી તે નાસી છૂટ્યો હતો, જો કે, બનાવ અંગે પોલીસને જાણ થયા બાદ પોલીસે તેને ટ્રેપ ગોઠવી પકડી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદઃ કર્ણાવતી ક્લબમમાં એજીએમમાં બઘડાટી

અમદાવાદઃ કર્ણાવતી ક્લબમમાં એજીએમમાં બઘડાટી

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે મળેલી એજીએમમાં બઘડાટી બોલી હતી. એક ઠરાવ વાંચ્યા વગર જ પારિત કરી દેવામાં આવતા હોબાળો મચ્યો હતો, બોલાચાલી એટલી ઉગ્ર બની ગઇ હતી કે ગિરીશ દાણી ગ્રુપના સભ્યો દ્વારા અજય પટેલ ગ્રુપના સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ લોકોને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

રાજકોટઃ પ્રાંસલામાં જનરલ પીસી કટોચનું ઉદ્બોધન

રાજકોટઃ પ્રાંસલામાં જનરલ પીસી કટોચનું ઉદ્બોધન

રાજકોટ નજીક આવેલા પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત રાષ્ટ્રકથા શિબિરમાં જનરલ પી.સી. કટોચ ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, પાડોસી રાષ્ટ્રો સીધુ યુદ્ધ કરવાના બદલે સરહદી રાજ્યોમાં અસંતુષ્ટ જૂથોને શસ્ત્રો આપી રહ્યાં છે અને તેમને ઉશ્કેરી રહ્યાં છે. આ ઉપરાંત મેટ્રિક ટન ડ્રગ્સ ચોરી છુપીથી ભારતમાં ઘુસેડવામાં આવી રહ્યું છે. શસ્ત્ર અને ડ્રગ્સની ઘુસણખોરી રોકવા પર અને યુવાનોને વિદેશ જતાં રોકવા પર પણ તેમણે વિશેષ ભાર મુક્યો હતો.

સુરતઃ એનઆરઆઇના ઘરે ચોરી

સુરતઃ એનઆરઆઇના ઘરે ચોરી

કામરેજ તાલુકામા બારડોલી રોડ પર આવેલા એક ગામમાં એનઆઇરઆઇ પરિવારના ઘરને ચોરો દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતુ અને દિકરીના રૂમમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ બનાવની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, પોલીસ દ્વારા કામવાળી મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ એનઆરઆઇ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવાની ના પાડવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

English summary
Congress leader Raj Babbar accused Gujarat Chief Minister Narendra Modi of "ignoring" people of his state, including minorities, in his rush to become prime minister of the country. here top new of gujarat in photos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more