For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને વડાપ્રધાન બનાવવાનો મુદ્દો પેટાચૂંટણીના પ્રચારમાં ઝળક્યો

|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 27 મે : ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીની લોકપ્રિયતાનો વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણીમાં લાભ લેવા ભાજપે પ્રયાસ કર્યો છે. નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં આવવાના નથી કે આ પેટાચૂંટણીના પરિણામથી કેન્‍દ્રની કે ગુજરાતની સરકારને કોઈ અસર પડવાની નથી છતાં ભાજપે મોદીને વડાપ્રધાન બનાવવાનો મુદ્દો પ્રચારમાં ઉપસાવવા પ્રયાસ કર્યો છે.

ભાજપના પ્રદેશ અને જિલ્લાના નેતાઓ જુદી જુદી જાહેરસભાઓ અને જુથ સભાઓમાં મોદી સરકારની વિકાસયાત્રાની સાથે તેમને વડાપ્રધાન બનાવવાનો મુદ્દો જોડી રહ્યા છે. મોદી વડાપ્રધાન બનશે તેવો મેસેજ આપવાનું શરૂ થઈ ગયુ છે. ધોરાજી, ઉપલેટા અને પોરબંદર મતક્ષેત્રમાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા વિઠ્ઠલભાઈ રાદડિયાના પક્ષપલટાની સંભવિત વિપરીત અસર નિવારવા ભાજપ દ્વારા મોદીને વડાપ્રધાન બનાવવાના પ્રચારનો તુક્કો અજમાવાયાનું ચર્ચાય રહ્યુ છે.

પેટાચૂંટણીના મતદારો ભાજપના ઉમેદવારને જીતાડે તો આવતા વર્ષની શરૂઆતમાં આવી રહેલી લોકસભાની સામાન્‍ય ચૂંટણીમાં મોદીને વડાપ્રધાન બનાવવાની વાતને બળ મળશે તેવું ભાજપના સ્‍થાનિક આગેવાનો પ્રચારમાં જણાવી રહ્યા છે. પ્રચારમાં ક્‍યાંક વડાપ્રધાન તરીકે કોંગ્રેસના રાહુલ ગાંધી અને ભાજપના નરેન્‍દ્ર મોદીની સરખામણી પણ કરવામાં આવી રહી છે. પેટાચૂંટણીના પ્રચારમાં વડાપ્રધાન પદનો મુદ્દો ઉપસે તેવી કદાચ પ્રથમ વખત જ બન્‍યું છે.

English summary
Modi as PM candidate point highlighted in by election campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X