મોરબી: સિરામિક એસોસિએશને GST અંગે અરુણ જેટલીને લખ્યો પત્ર

Subscribe to Oneindia News

દેશભરમાં GST લાગુ કરવામાં આવ્યો છે. મોરબીના સિરામિક પ્રોડક્ટ પર પણ GST લાગુ કરવામાં આવ્યું છે સિરામિક પ્રોડક્ટ પર 28 ટકા ટેક્સ લગાડવામાં આવતા ટેક્સ ઘટાડવા માટે મોરબી સિરામિક એસોસીએશન દ્વારા કેન્દ્રિય નાણા મંત્રી અરૂણ જેટલીને પત્ર લખવામાં આવ્યો છે. સિરામિક એસોસીએશન મુજબ સિરામિક પ્રોડક્ટ લકઝરી નથી જેથી અન્ય બાંધકામની પપ્રોડક્ટ પર લગાવામાં આવેલ પ્રોડક્ટ જેટલું ટેક્સ દર રાખવામાં આવે અને સિરામિક પ્રોડક્ટ ને પણ બાંધકામ મટીરીયલ અને આમ લોકોની જીવન જરૂરી વસ્તુ ગણીને તેના પર 12 થી 18 ટકા ટેક્સ લગાવામાં આવે તેવી પત્ર લખીને માગ કરવામાં આવી છે.

gst

GSTને લઇ મોરબીનો સિરામિક ઉદ્યોગ મુંજવણમાં મુકાયા છે. સિરામિક પ્રોડક્ટ પર પહેલા 19.5 ટકા ટેક્સ લગાવામાં આવતો હતો. હવે 28 ટકા ટેક્સ લગાવામાં આવતા મુંજવણમાં મુકાયું છે. ટેક્સનું ભારણ વધતા અંતે તેની અસર સિરામિક પ્રોડક્ટના ભાવ પર પડશે અને સિરામિક ઉદ્યોગ પર તેની સીધી અસર પડશે. સિરામિક પ્રોડક્ટને લોકોની જરૂરીયાંતની પ્રોડક્ટ હોવાથી તેને લકઝરી પ્રોડક્ટ નહિ પરંતુ સામાન્ય વ્યક્તિની જીવન જરૂરી વસ્તુ ગણી તેને નિચા ટેક્સ દરમાં સમાવેશ કરવા માટે મોરબીના સિરામિક એસોસીએશન દ્વારા કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

English summary
Morbi: ceramic association wrote a letter to arun jaitley regarding gst.
Please Wait while comments are loading...