મોરબીમાં કેદીઓની સુધારણા સાથે જેલનું નવિનીકરણ

Subscribe to Oneindia News

કોઈ પણ સમયે ક્ષણિક આવેગમાં આવીને કે પછી કોઈ વિપરીત સંજોગો ઊભા થવાના કારણે ઘણા લોકો ગુનેગાર બની જતા હોય છે અને તેમના કરેલા કર્મોની સજા ભોગવવા માટે તેમને જેલમાં મોકલવામાં આવતા હોય છે જો કે, સરકાર દ્વારા જેલમાં જતા કેદીઓની સાથે પણ માનવીય વ્યવહાર કરવામાં આવે અને તેમને પણ સારી સગવડ મળે તેના માટેની દરકાર લેવામાં આવતી હોય છે. તેના ભાગ રૂપે મોરબીની જર્જરિત થયેલી સબ જેલનું રિનોવેશન હાથ ધરી તેમાં લાઈબ્રેરી, શિક્ષણ વિભાગ સહિતની સુવિધાઓ વધારવામાં આવી છે

Morbi

સામાન્ય રીતે જેલ શબ્દ આવતા જ માણસના માનસપટ પર એક આગવુ ચિત્ર કંડારાઈ જતું હોય છે, પણ મોટા ભાગે ઊશ્કેરાટ અને આવેગમાં આવી જઈ ન કરવાનું કરી બેસતા માણસને પછી તેણે કરેલ ક્રૂ્ત્યનો પસ્તાવો થતો હોય છે. ત્યારે જેલમાં તેમને વાંચન જેવી સુવિધાઓ મળી રહે તે જરૂરી છે. આથી આગામી દિવસોમાં જેલ ''કેદી સુધારણા ગૃહ'' તરીકે ઓળખાય તે અંગે વિશેષ પરિપત્ર જાહેર કરી જેલને કેદી સુધારણા ગૃહ -કેન્દ્ર તરીકે આગવી ઓળખ આપવા નિર્ધાર કર્યો છે.

તેમજ કેદીઓના માનસ પરિવર્તન માટે જરૂરી પ્રશિક્ષણ ,લાઈબ્રેરી ,અભ્યાસખંડ થી લઈ કોમ્પ્યુટર અને ડીજીટલાઈઝેશનના ભાગ રૂપે જેલમાંથી કેદીને કોર્ટમાં લઈ જવાના બદલે સીધા જ લાઈવ નેટ થ્રૂ હાજર કરવા થી માંડીને પૌષ્ટીક ખોરાક પણ નિયમિત અપાય તે જરૂરી છે. જેલર પી.કે ગઢવી એ મોરબી જેલના આધુનિકીકીરણ અંગે જણાવ્યું હતું કે જેતે ગુના ની સજા બાદ સમાજ માં પરત ફરે ત્યારે કરેલ કાર્ય ના પ્રશ્ચાતાપ સાથે તેના માનસમાં પરિવર્તન સાથે સમાજમાં ભળવાના ગુણો વિકસે તે જરૂરી છે.

English summary
Morbi Jail renovation has done. Better facilities are provided by authority.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.