For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાંઇએ કેમ કબૂલી પીડિતા સાથે શારીરિક સંબંધની વાત?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 ડિસેમ્બર: 58 દિવસોથી ફરાર નારાયણ સાંઇની જ્યારે ધરપકડ કરવામાં આવી તો તેને ફક્ત એટલું જ કહ્યું કે અત્યારે તેનો સમય ખરાબ ચાલી રહ્યો છે. જેના લીધે તેની ધરપકડ થઇ છે પરંતુ આજે તો સમાચાર સામે આવ્યા છે કે તે મુજબ નારાયણ સાંઇએ પોલીસ સમક્ષ પોતાના બધા અનૈતિક સંબંધોને કબૂલી લીધા છે અહી સુધી કે જે છોકરીએ તેમના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે, તેને તે પ્રેમિકા ગણાવી રહ્યાં છે અને તે કહી રહ્યાં છે કે તેના અને તેની પ્રેમિકા વચ્ચે સેક્સ રિલેશનશિપને બળાત્કાર કેમ કહેવામાં આવે છે.

નારાયણ સાંઇએ કહ્યું હતું કે તેની સાધિકાનો પુત્ર મોજ પણ તેનો જ પુત્ર છે પરંતુ તેને સાધિકા જમુના સાથે શારીરિક સંબંધ પોતાની પત્ની જાનકીને પૂછીને અને તેની મરજીથી બાંધ્યો હતો કારણ કે તેની જેમ તેની પત્ની જાનકીને પણ પુત્ર જોઇતો હતો. નારાયણ સાંઇએ આઠ મહિલાઓ સાથે શારીરિક સંબંધની વાત સ્વીકારી છે પરંતુ કહ્યું છે કે આ બધુ તેને પોતાની પત્ની જાનકીના આજ્ઞાથી કર્યું છે.

નારાયણ સાંઇએ ગુનો કબૂલ્યો

નારાયણ સાંઇએ ગુનો કબૂલ્યો

નારાયણ સાંઇની કરતૂતો તેને ઇજ્જત ન જોવાની વાત કરે છે પરંતુ અચાનક ગઇકાલ બધા આરોપોને નકારી કાઢનાર નારાયણ સાંઇએ આજે બધા ગુનાઓ કબૂલી મોહર લગાવી દિધી છે આ વિચારવા જેવી બાબત છે.

સાત વર્ષની જેલ થઇ શકે

સાત વર્ષની જેલ થઇ શકે

કાયદાઓના જાણકારોનું કહેવું છે કે પોતાને સજાથી બચાવવા માટે નારાયણ સાંઇ આમ કરે છે. નારાયણ સાંઇ વિરૂદ્ધ પોલીસે પીડિતાના નિવેદનના આરોપોમાં જે કેસ તૈયાર કર્યો છે તેમાં નારાયણ સાંઇ પર લાગેલા બધા આરોપોને સાબિત થતાં આરામથી સાત વર્ષની જેલ થઇ શકે છે.

કેસને નવો વળાંક આપવાના જુગાડમાં

કેસને નવો વળાંક આપવાના જુગાડમાં

નારાયણ સાંઇના બધા આરોપોને યોગ્ય ગણી અને એમ કહીને કે જે કંઇ થયું છે તે આંતરિક સહમતિથી થયું કારણ કે છોકરી વયસ્ક હતી, અને સુપ્રીમ કોર્ટના નવા નિયમ અનુસાર સહમતિથી વયસ્કો વચ્ચે સેક્સ રેપ ન ગણાય. આના આધારે પોતાના બળાત્કારના કેસને એક નવી દિશા આપવાના જુગાડમાં છે.

તો નારાયણ સાંઇ નિર્દોષ છુટી શકે

તો નારાયણ સાંઇ નિર્દોષ છુટી શકે

જો કોર્ટમાં નવમું પાસ નારાયણ સાંઇ પોતાની આ વાતને સાચી ગણાવવામાં સફળ રહે છે તો તે નિર્દોષ છુટી શકે છે તથા પીડિતાને કટેઠામાં ઉભી કરવામાં આવશે.

 આસારામનું બચવું મુશ્કેલ

આસારામનું બચવું મુશ્કેલ

નારાયણ સાંઇ પર લાગેલા બંને આરોપ વયસ્ક છોકરીએ લગાવ્યા છે પરંતુ તેના પિતા આસારામ પર બળાત્કારના કેસ તરૂણીએ નોંધાવ્યો છે એવામાં આસારામનું સજાથી બચવું મુશ્કેલ છે પરંતુ નારાયણ સાંઇની પેંતરાબાજી પોતાને બચાવવા માટે છે, જોઇએ કે તે પોતાના પ્રયત્નમાં ક્યાં સુધી અને કેટલી હદ સુધી સફળ થાય છે?

English summary
Narayan Sai on Tuesday accepted of having physical relationship with the victim, but refuted the allegation the he raped her. But what is the real reason behind this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X