શું નરેન્દ્ર મોદીએ ભષ્ટ્રાચાર કર્યો છે? જાણો શાહ પંચનો જવાબ

Posted By:
Subscribe to Oneindia News

શુક્રવારે બહુચર્ચિત એમ.બી.શાહ તપાસ પંચનો અહેવાલ વિધાનસભા ગૃહ અને તે પછી મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભષ્ટ્રાચારના આરોપ અંગે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુજરાતની તે સમયની નરેન્દ્ર મોદી સરકાર પર કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને અર્જૂન મોઢવાડિયાએ 17 જેટલા આક્ષેપો કર્યા હતા. જે પછી મોદી સરકારે જ તેની પર કોર્ટના જજ દ્વારા તપાસ કરાઇ હતી. ત્યારે આજે આ એમ.બી.શાહ તપાસ પંચને જાહેર કરવામાં આવ્યો છે.

Read also:ગૌહત્યા પર CM રૂપાણી: ગાંધીની કલ્પનાનું રામરાજ્ય બનાવીશું

કોંગ્રેસ દ્વારા આ અંગે આરોપ કરવામાં આવ્યા હતા કે સરકાર દ્વારા અદાણી, એલ એન્ડી ટી જેવી જાણીતી કંપનીઓને કોડીના ભાવે જમીન આપી રાજકીય લાભ લેવામાં આવ્યો છે. વધુમાં નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો પાછળ પૈસા ક્યાંથી આવે છે તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા આ રિપોર્ટને લાંબા સમય સુધી જાહેર ન કરવા મામલે વિધાનસભામાં ભારે હંગામો પણ કરવામાં આવ્યો હતો. અને વધુમાં રાજ્ય સરકાર આમ કરી મોદીને બચાવી રહી છે તેવું પણ કહેવામાં આવ્યું હતું. પણ આ રિપોર્ટ આજે જાહેર થતા તેમાં એવું કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર લાગેલા તમામ આક્ષેપો ખોટા છે. અને જે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે તે નિયમોને આધીન થઇને જ લેવામાં આવ્યા છે. ત્યારે વિગતવાર જાણો મોદી સરકાર પર શું આરોપ લાગ્યા હતા અને તપાસ પંચે તે અંગે શું તારણ નીકાળ્યું છે.

સ્પષ્ટતા

સ્પષ્ટતા

નોંધનીય છે કે આ રિપોર્ટમાં 17 આક્ષેપોમાંથી ખાલી 15 મુદ્દા પર જ તપાસ પૂર્ણ થઇ છે. અન્ય બે મામલે હાઇકોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે. આ 15 મુદ્દામાંથી 9 જમીન અને હવાઇ યાત્રાઓ અંગે તપાસ પંચે જાણકારી મેળવી મોદીને ક્લીનચીટ આપી છે.

મોદીની ઉડાઉડનો ખર્ચો કોણ આપે છે?

મોદીની ઉડાઉડનો ખર્ચો કોણ આપે છે?

કોંગ્રેસ દ્વારા તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેમના પ્રાઇવેટ વિમાનનો ખર્ચો અદાણી જેવા ઉદ્યોગકારો ઉઠાવે છે. પણ તપાસ પંચ જણાવ્યું કે મોદી દ્વારા વર્ષ 2003 થી 2008 સુધી જે 9 વિદેશી પ્રવાસો કરવામાં આવ્યા છે તેમાંથી 416 સરકારી એરક્રાફ્ટ, 50 વખત પ્લેન અને 68 વાર ભાજપ ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ટાટા નેનો પર સવાલ

ટાટા નેનો પર સવાલ

મોદી સરકારને ટાટા નેના પ્રોજેક્ટને અનેક રાહતો સાથે સસ્તી જમીન આપવા મામલે આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં પંચે કહ્યું કે ટાટા નેનો માટે જમીન અપાઈ છે એ પ્રથમ કિસ્સો નથી. રાજ્ય ના વિકાસ માટે દરેક સરકાર પ્રક્રિયા કરે છે. કેન્દ્ર તરફ થી ઉદ્યોગો ના પ્રોત્સાહન માટે પણ સૂચના આપી હતી. જેમાં બધુ કાયદાકીય રીતે જ થયું છે.

કોંગ્રેસના જ ગળે આવ્યું!

કોંગ્રેસના જ ગળે આવ્યું!

કોંગ્રેસ દ્વારા એલ એન્ડ ટી, અદાણી જેવી કંપનીઓને સસ્તા દર જમીન આપવામાં આવી હતી તેવા આક્ષેપના જવાબમાં પંચે સ્પષ્ટતા આપતા કહ્યું કે 1997માં રાજ્ય સરકારે 150 એકર જમીન આપી હતી. વધુમાં સરકારે 300 એકર જમીન 1 રૂ ના ભાવે આપવાનો નિર્ણય શંકરસિંહ ની સરકારમાં લેવાયો હતો. આમ આરોપ કરનાર કોંગ્રેસ આ નિર્ણયમાં જોડાયેલી છે તેવું તપાસ પંચે જણાવ્યું હતું.

આક્ષેપો

આક્ષેપો

ભાજપના વેંકૈયા નાયડુની સંબંધિત કંપનીને સોલ્ટ મેટ કેમિકલ માટે તપાસ પંચે જણાવ્યું કે આ કંપનીમાં વેકૈંયા કે તેમના વારસદારની ભાગીદારી નથી. 23 પ્રકરણમાં જમીન ફાળવણી નીતિ અને નિયમ મુજબ થયા છે. આમ ભષ્ટ્રાચારના તમામ 15 મુદ્દા પર તપાસ પંચ દ્વારા નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવામાં આવી હતી.

English summary
Narendra Modi corrupt? Read the answers of M.B.shah Commission.
Please Wait while comments are loading...