For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહો આશ્વર્યમ: નરેન્દ્ર મોદીની આવક પટાવાળા કરતાં પણ ઓછી !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 1 ડિસેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દર મહિનાની આવક સાંભળીને તમે અચંબામાં પડી જશો. નરેન્દ્ર મોદીએ ઉમેદવારી પત્ર ભરતી વખતે જે શપથ પત્ર ભર્યું છે તે મુજબ તેમનો પગાર સિનિયર સરકારી ક્લાર્ક અને પટાવાળા કરતાં પણ ઓછો છે. નરેન્દ્ર મોદીની 2011-12ની કમાણી 1 લાખ 50 હજાર 630 રૂપિયા છે. એનો મતલબ એ કે નરેન્દ્ર મોદીનો દર મહિનાનો પગાર 12 હજાર 553 રૂપિયા થયો. આ મંત્રીઓની 66 મહિનાના પગારનો પાંચમો ભાગ છે. એક ધારાસભ્યને દર મહિને લગભગ 56 હજાર રૂપિયા મળે છે.

આ સાથે સાથે તેમને ઘર અને બીજી અન્ય સુવિધાઓ પણ મળે છે. મંત્રીઓને અલગથી મુસાફરી ભથ્થુ અને મોંઘવારી ભથ્થુ મળે છે. રસપ્રદ વાત એ છે કે નરેન્દ્ર મોદીએ 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શપથ પત્ર ભરતી વખતે તેમની વાર્ષિક આવકનો ઉલ્લેખ કર્યો ન હતો.

નરેન્દ્ર મોદીએ આ વખતે પોતાની સ્થાવર મિલકત વિશે પણ જણાવ્યું છે. નરેન્દ્ર મોદીની એકમાત્ર સંપત્તિ ગાંધીનગરમાં છે. 330 સ્કેર મીટરમાં નરેન્દ્ર મોદીનું એક નાનું ઘર છે. નરેન્દ્ર મોદીએ તેને પણ 2002માં રાજ્ય સરકાર તરફથી રાહત દરે ખરીદ્યું હતું. આ સંપત્તિની કિંમત તેમને 2007ની ચૂંટણીમાં શપથ પત્ર ભરતી વખતે તેમને 30 લાખ કિંમત દર્શાવી હતી. આ વખતે તેમને એક કરોડ દર્શાવી છે.

નરેન્દ્ર મોદી પાસે 45 ગ્રામની ચાર સોનાની વીંટી છે. વીંટીની કિંમત 1 લાખ 23 હજાર 777 રૂપિયા છે. 2007માં તેમની પાસે વીંટી હતી જેની કિંમત 50 હજાર રૂપિયા હતી. 2007ની તુલનામાં નરેન્દ્ર મોદીનું બેંક બેલેન્સ વધ્યું છે. 2007માં નરેન્દ્ર મોદીના એકાઉન્ટમાં 8 લાખ 55 હજાર 651 રૂપિયા હતા જો કે 2012માં તે વધીને 27 લાખ 24 હજાર 409 રૂપિયા થઇ ગઇ હતી.

નરેન્દ્ર મોદીએ પોતાના રોકાણ અંગે પણ માહિતી આપી હતી. તેમને 2007માં 3 લાખ 39 હજાર 575 રૂપિયા નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કર્યુ હતું જે 2012માં 4 લાખ 917 રૂપિયા થઇ ગયું છે. નરેન્દ્ર મોદીએ ગત પાંચ વર્ષોમાં 39 લાખ પગાર મેળવ્યો છે. તેમને પોતાનો ધંધો સમાજસેવા દર્શાવ્યો છે.

English summary
The value of assets owned by Narendra Modi has crossed the Rs 1 crore mark in 2012, from Rs 40 lakh five years ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X