• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એસ્સાર ગુજરાતમાં 40,000 કરોડનું રોકાણ કરશે : શશી રૂઇયા

|
vibrant-gujarat-summit-2013
ગાંધીનગર, 11 જાન્યુઆરી : સ્ટુઅર્ટ બ્રેટ, હાઇ કમિશનર, હાઇ કમિશન ઓફ કેનેડા

અમે સોશિયલ સિક્યુરીટી એગ્રીમેન્ટ કર્યું છે. ન્યુક્લિયર કોર્પોરેશન માટે વાતચીત ચાલે છે. એનર્જી સેક્ટરમાં રોકાણ માટે અમે વિચારી રહ્યા છીએ. ફૂડ સિક્યુરીટીની દિશામાં અમે ભાગીદીરી કરવા માંગીએ છીએ. મેક્કેઇન જેવી કંપનીઓ ગુજરાતમાં બિઝનેસ કરે છે. તે ગુજરાતીઓને ટ્રેઇનિંગ આપશે. અને બિઝનેસ મોડેલ બદલવા માટે સૂચનો કરશે. ગુજરાતના ખેડૂતોને માટે અમે વિવિધ તકો ઉભી કરીશું. અમે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માંગીએ છીએ. ભારતમાં કેનેડાની કંપનીઓ છ વર્ષથી ઇલેક્ટ્રિસીટી ક્ષેત્રે કામ કરે છે. અમે કેનેડાના ઇસ્ટ અને વેસ્ટ દરિયા કિનારાથી ગુજરાત સાથે દરિયાઇ માર્ગે કામ કરવા ઇચ્છીએ છીએ. ઇકોનોમિક ડેવલપમેન્ટમાં કેનેડા અગ્રણી સ્થાન હાંસલ કરશે.

નોમૂહિકો સાશાકી, વીપી ઇન્ટરનેશનલ અફેર્સ, જાપાન

હું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગઇ કાલે રાત્રે મળ્યો હતો. ગુજરાત માટેના તેમના વિઝનને જાણીને આનંદ થયો. જાપાનમાં નવા વડાપ્રધાન આર એ આવ્યા છે. તેઓ જાપાનના અર્થતંત્રને આગળ વધારવા માંગે છે. જાપાનનું નાણું યેન 10 ટકા સસ્તું છે. આથી અમે નવી આર્થિક નીતિ ઘડવા અંગે વિચારીએ છીએ જેથી અર્થતંત્રને વેગ મળે. જાપાનના વડાપ્રધાન વિકાસના આગ્રણી છે. સાત વર્ષ આગાઉ તેઓ મુંબઇ-દિલ્હી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને જોવા માટે આવ્યા હતા. આ સાત વર્ષેમાં જાપાન-ભારત વચ્ચેનો વેપાર ત્રણ ગણો થયો છે. ભારતમાં એફડીઆઇમાં લાયસન્સ વીક પોઇન્ટ છે. આથી કેટલીક કંપનીઓ ખચકાય છે. આ દિશામાં ગુજરાતની નીતિ સારી છે જેથી જાપાનની કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઇચ્છે છે.

અમારું મિશન છે કે જાપાનની 90 કંપનીઓ 2011ના સુનામીમાં મોટું નુકસાન પામી હતી. તેઓ હવે ગુજરાતમાં રોકાણ કરી બિઝનેસ કરવા ઇચ્છે છે. આ માટે વાઇબ્રન્ટ ગુજરાત સારી તક પૂરી પાડશે. જાપાનની કંપનીઓ માટે ભારત સૌથી મોટું ઉભરતું માર્કેટ છે. જાપાન ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કામ કરવા માંગે છે. આ ઉપરાંત ગુજરાતમાં વીજળી, પાણી અને સુએજમાં કામ કરવા માંગે છે. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે જાપાનની એસએમઇઝ કામ કરવા ઇચ્છે છે. જાપનના અર્થતંત્રને વેગ આપવા માટે ભારતના પ્રોડક્ટ ડેવલપમેન્ટની જરૂરિયાત મદદ કરી શકે એમ છે. જાપાનની કંપનીઓ ભારતમાં ઇન્ફ્રાસ્ટક્ચર ક્ષેત્રે જ્યારે ભારતીય કંપનીઓ જાપાનમાં ટેકનોલોજી ક્ષેત્રે સ્ટ્રેટેજિક રોકાણ કરી શકે છે. આ માટે મુખ્યમંત્રીના પ્રયાસોને બિરદાવીએ છીએ. ગત જુલાઇમાં તેમની મુલાકાત આ દિશામાં ફળદાયી બની હતી.

અપડેટ : 12.57 PM

આર સી ભાર્ગવ, ચેરમેન, મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ

ગુજરાત અમારું બીજું ઘર બન્યું છે. અમે સ્પર્ધાત્મક વાતાવરણમાં વધારે સફળતા મેળવવા ઇચ્છીએ છીએ. ભારતમાં અન્ય કોઇ રાજ્ય કરતા ગુજરાત વધારે સારું રાજ્ય છે. મોદી સાથેની મુલાકાતમાં અમને ખાતરી થઇ કે ગુજરાત વિશે જે સાંભળ્યું હતું તે વાસ્તવિકતામાં સાચું છે. મારુતિને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં તાત્કાલિક અસરથી કામ કરવામાં આવ્યું છે. અમે માર્ચ 2013માં કામ શરૂ કરીશું. અને અઢી વર્ષમાં અહીં ઉત્પાદન શરૂ કરીશું. અહીં સારી પ્રોડક્ટીવિટી મળશે એવી આશા છે. ગુજરાતનું ભાવિ ઉજ્જવળ છે.

રતન ટાટા, ચેરમેન એમિરેટ્સ, ટાટા સન્સ

અત્યારના બિઝનેસ ગૃહો ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્રેન્ડલી ક્ષેત્રોમાં કામ કરવા ઇચ્છે છે. ગુજરાત તેમાં અલગ છે અને દેશમાં અન્યો કરતા અલગ છે. આ તમામ હેતુઓ અને જરૂરિયાતોને પૂરી કરવામાં ગુજરાત બધા કરતા શ્રેષ્ઠ છે. આ માટે નરેન્દ્ર મોદીનું વિઝન મહત્વનું સાબિત થયું છે. તેમની કામગીરી સંતોષપાત્ર છે. હું જ્યારે વાઇબ્રન્ટ સમિટમાં પ્રથમ વાર આવ્યો ત્યારે કહ્યું હતું કે કોઇ વ્યક્તિ ગુજરાતમાં રોકાણ ના કરે તો મૂર્ખ ગણાશે. બીજી વાર મેં કહ્યું હતું કે ગુજરાતમાં મોટું રોકાણ ના કરવું મૂર્ખતા છે. આજે ટાટા ગ્રુપે 34000 કરોડ રૂપિયાનું રોકાણ ગુજરાતમાં કર્યું છે. ગુજરાતે એ દેશમાં સૌને ગર્વ લેવા માટે પ્રોત્સાહિત કર્યાં છે. ગુજરાતે સાબિત કર્યું છે કે વિઝન હોય, પ્રામાણિકતા હોય તો બધું જ શક્ય છે. મારી સૌને શુભેચ્છા છે.

ગાઓ શુક શુન, વાઇસ ગવર્નર, પ્રોવિનન્સ ઓફ ચાઇના

ચીન સૌના માટે પ્રોત્સાહક છે. પણ ચીન ગુજરાતના પ્રોત્સાહનને આવકારે છે. ચીન તમામ ઉદ્યોગસાહસિકોને ચીનમાં આવી રોકાણ કરવા આવકારે છે. આ અમે ઇકોનોમી, ટ્રેડ અને ટુરિઝમના ક્ષેત્રમાં ભાગીદારી માટે ગુજરાતને આમંત્રિત કરીએ છીએ.

પેટ્રિસિયા હેવિટ, પ્રેસિડેન્ટ, યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ

મને ખૂબ ખૂબ આનંદ છે કે હું આજે તમારા વચ્ચે હાજર છું. મને ગુજરાતમાં રહેવાની મજા આવે છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં આવવા ઉપરાંત ગુજરાત આવવાનું એક કારણ એ છે કે ગુજરાતી સમાજ સાથે અમારે સંબંધો મજબૂત બનાવવા છે. અમદાવાદમાં યુકે ટ્રેડ ઓફિસ શરૂ કરી છે. ગુજરાત ભારતમાં સૌથી વધારે ઝડપથી વિકસતું રાજ્ય છે. મને જણાવતા આનંદ થાય છે કે બ્રિટનની તમામ પ્રકારના કદની કંપનીઓ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે કામ કરવા તત્પર છે. યુકે એજ્યુકેશન અને સ્કીલ તથા એન્જિનીયરિંગ ઓફ ટુમોરો નામથી બે સેમિનાર પણ યોજી રહ્યા છીએ. અમે મજબૂત ભાગીદારી ઇચ્છીએ છીએ.

અપડેટ : 12.41 PM

મિસ્ટર લી, એમ પી, ઓસ્ટ્રેલિયા

કેમ છો? અમે ઓસ્ટ્રેલિયામાં ગૌતમ અદાણીના મોટા રોકાણને આવકારીએ છીએ. અમે પટેલબંધુઓના પણ ઓસ્ટ્રેલિયામાં રોકાણ કરવા માટે આભારી છીએ. ઓસ્ટ્રેલિયા અને ગુજરાત સારા મિત્રો છે. સાંસ્કૃતિક, આર્થિક બાબતે સમાન વિચારો ધરાવે છે. અમે ગુજરાતની સરકાર સાથે આવનારા સમયમાં સંબંધો મજબૂત કરવા માંગીએ છીએ.

આદિત્ય પૂરી, એચડીએફસી બેંક

ભારત ડાયવર્સ દેશ છે. પણ શિક્ષણ ક્ષેત્રે લીધેલા પગલાંને હું આવકારું છું. પ્લાનિંગ અને એક્ઝિક્યુશનના રિવેમ્પિંગને અમે આવકારીએ છીએ. રાજ્યનો જીડીપી 10 ટકાથી વધારે છે. ગુજરાતમાં એગ્રી ગ્રોથ પણ સારો છે. એચડીએફસી ગુજરાતના વિકાસમાં સહભાગી બનવા ઇચ્છે છે. અમે ભારત અને ઇન્ડિયાને સાંકળવા માંગીએ છીએ. અમે ગુજરાતમાં દર 8 કિલોમીટરે એચડીએએફસીનું એટીએમ તૈયાર કરીશું.

સર જેમ્સ બેવિન, હાઇ કમિશનર, બ્રિટિશ હાઇ કમિશન

બ્રિટન અને ગુજરાત નેચરલ પાર્ટનર્સ છે. અમે સદીઓથી એકબીજા સાથે વેપાર કરીએ છીએ. ગુજરાતની બહાર સૌથી વધારે ગુજરાતીઓ ઇંગ્લેન્ડના શહેર લેસ્ટરમાં છે. યુકે અને ગુજરાતમાં ઘણી સામ્યતા છે. બંનેમાં ઉદ્યોગસાહસિકતા છે. યુકેની અનેક કંપનીઓ ગુજરાતમાં બિઝનેસ કરી રહી છે જેમ કે શેલ, બ્રિટીશ ગેસ. ગુજરાતની કંપનીઓ યુરોપમાં કામ કરી રહી છે. ગુજરાતનું રોકાણ પણ બ્રિટનને મળી રહ્યું છે અમે હવે સંબંધો વધારે બહોળા અને ઊંડા બનાવવા ઇચ્છીએ છીએ. અમે હેલ્થકેર, હાઇ ટેકનોલોજીમાં કામ કરીવા માંગીએ છીએ. અમે પણ ગુજરાતની જેમ 21મી સદીમાં ઇનોવેશન, ઇન્વેસ્ટમેન્ટને મહત્વ આપીએ છીએ. બ્રિટનનું બિઝનેસ ડેલિગેશન ગુજરાતમાં આવ્યું છે જેમાં 70 સભ્યો છે. સાઇન્સ ઇનોવેશનમાં ગુજરાત લીડર છે. યુકે પણ તેમાં એક્સપર્ટ છે. આજે વધારે ગુજરાતીઓ અભ્યાસ માટે બ્રિટનમાં આવે છે. બ્રિટન ગુજરાતને સહભાગીતા માટે આમંત્રે છે. અમે લોકોમાં વિશ્વાસ ઉભો કરવા ઇચ્છીએ છીએ. પાર્ટનરશિપમાં પણ વિશ્વાસ ઉભો કરવા માંગીએ છીએ. અમે ગુજરાત સાથે મળીને કામ કરવા ઇચ્છીએ છીએ.

અપડેટ : 12.23 PM

એસ્સાર ગુજરાતમાં 40,000 કરોડનું રોકાણ કરશે : શશી રૂઇયા

શશી રૂઇયા, ચેરમેન એસ્સાર ગ્રુપ

મોદીજીને ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે શુભેચ્છા પાઠવું છું. આજે ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતા આગળ છે તે નરેન્દ્ર મોદીનું વિઝન છે. ભારતના આર્થિક ઇતિહાસમાં આ વિશેષ સિધ્ધિ છે. અમે ગુજરાતમાં 88,000 કરોડ દરિયા, રિફાઇનરી, પોર્ટ ડેવલપમેન્ટ અને પાવરના ક્ષેત્રમાં રોકાણ કર્યું છે. આજે એસ્સાર ગુજરાતની રિફાઇનિંગ કેપેસિટીના 20 ટકા, 30 ટકા પાવર કેપેસિટી અને 40 ટકા પોર્ટ કેપેસિટી ધરાવે છે. મોદીજીને કારણે પરફેક્શન આવ્યું છે. અમે 40,000 કરોડ પોર્ટમાં રોકાણ કરવા ઇચ્છીએ છીએ. જેમાંથી 10,000 હજીરા અને સલાયામાં કરીશું. 4000 કરોડ વોટર ક્ષેત્રે રોકવા માંગીએ છીએ.

કોન્સ્ટન્ટિન્ટ માર્કલો, વીપી, અસ્ત્રાખાન, રશિયા

અમારા માટે ખૂબ મહત્વની અને જવાબદારીની બાબત છે. અમે ગુજરાત સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરવા માંગીએ છીએ. ડેલિગેશન એક્સચેન્જ માટે અમે કામ કરી રહ્યા છે. અમે પ્રોત્સાહિત થયા છીએ. અમે આ પાર્ટિસિપેશનની તકનો લાભ લઇને માત્ર ભારતીય ભાગીદારો નહીં ગ્લોબલ પાર્ટનરશિપ કરવા ઇચ્છીએ છીએ. અસ્ત્રાખાન વિસ્તારમાં કેટલાક પ્રોટોકોલ છે. અમારે ત્યાં ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સ્થિતિ છે.

અપડેટ : 12.09 PM

કે એન વેંકટ રામન, સીઇઓ - એમડી, એલ એન્ડ ટી

અમે 6000 મેગાવેટ કેપેસિટીના સ્ટીલ ટર્બાઇન તૈયાર કર્યા છે. અમે આઇકોનિક સ્ટીલ સ્ટ્રક્ચર તૈયારા કર્યા છે. હજીરામાં અમે 800 કરોડથી વધારેનું રોકાણ કર્યું છે. અમે સ્કીલ્ડ ઓર્ડરમાં રોજગાર આપવા માંગીએ છીએ. હજીરામાં અમે 5000 રોજગારી આપ્યા છે. ગુજરાતમાં એન્જીનીયરિંગ ક્ષેત્રના લોકો આવીને કામ કરવા માટે ખુશ હોય છે એ મહત્વનું અને આનંદની વાત છે. અમે ગુજરાતમાં વધારે કામ કરવા ઇચ્છીએ છીએ. હજીરામાં અમે જે ઉત્પાદિત કરીએ છીએ તે મોટા ભાગે એક્સપોર્ટ થાય છે.

અપડેટ : 11.55 AM

ગૌતમ અદાણી, ચેરમેન, અદાણી ગ્રુપ

અત્યારે ઉત્તરાયણ આવી છે. ઉત્તરાયણ એટલે ઉર્ધ્વ ગતિ. ગુજરાત દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 17 ટકા અને દેશની નિકાસમાં 30 ટકા હિસ્સો ધરાવે છે. ગુજરાત ઔદ્યોગિક રોકાણ આકર્ષવામાં આગળ છે. છેલ્લા દાયકામા આ રોકાણ 26 ટકા હિસ્સો ધરાવે છે. આ બાબત ગુજરાતને ગર્વ અપાવે છે. નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડવાની સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટેની પણ તૈયારી કરી. આ પ્રકારની ક્ષમતાથી અમારા મુખ્યમંત્રીને અન્યોથી અલગ કરે છે. છેલ્લી બે સમિટમાં અદાણી જૂથે 4644 મેગાવોટ પાવર જનરેશન કેપેસિટીનો પાવર પ્લાન્ટ સ્થાપવાની વાત કરી હતી. આ ઉપરાંત અમે 4000 મેગાવોટ કેપેસિટી ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ સ્થાપવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. અમે મુંદ્રા ઉપરાંત હજીરા, દહેજમાં રોકાણ કર્યું છે. અમે નવી રેલવે લાઇનમાં રોકાણ કરી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે અમારા રોકાણથી નવી 5000 રોજગારીની તકો ઉભી થશે.

અપડેટ : 11.47 AM

હરિ ભારતીય, કો પ્રેસિડેન્ટ, જ્યુબિલિયન્ટ લાઇફ સાઇન્સ

અમારું ગ્રુપ આપને સપોર્ટ કરવા ઇચ્છે છે. અમે ઘણા ક્ષેત્રોમાં કામ કરીએ છીએ. વર્ષ 2007માં SEZ ડેવલપ કરવા કરાર કર્યા હતા. લાઇફ સાયન્સ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર ગુજરાત ઇકોનોમિક ફ્રીડમમાં ભારતમાં નંબર વન સ્થાન પર છે. ગુજરાતની ભાવિ પેઢી ખાસ કરીને યુવતીઓ યાદ રાખશે જે હાલ ગામડાંની શાળાઓમાં જાય છે કે આપે રાજ્ય માટે શું કર્યું છે. આનંદે જણાવ્યું કે ગુજરાતની માટીમાં કંઇક અનોખું તત્વ છે. હું જણાવવા માંગું છું કે આમાં આપનું તપ, આપનો ત્યાગ આપનો પ્રેમ પણ સંકળાયેલો છે.

રેણુ ખતોર, ચાન્સેલર પ્રેસિડન્ટ, યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન

મારી મૂળ ઓળખ એ છે કે હું ભારતમાં ભણેલી છું. હું ઉત્તર પ્રદેશની હિન્દી મિડીયમ શાળામાં ભણી છું. હું 18 વર્ષની હતી ત્યારે મારા અરેન્જ મેરેજ થયા. હું અમેરિકાની એક સારી કોલેજમાં ભણવા ગઇ. ત્યારે મને અંગ્રેજીનો અ આવડતો ન હતો. મેં મારું માસ્ટર્સ પૂરું કર્યું. પીએચડી પુરું કર્યું. હું શિક્ષણનું મહત્વ જાણું છું. નરેન્દ્ર મોદી શિક્ષણને મહત્વ આપી રહ્યાં છે તે ખૂબ સારું છે. આવનારા 10 વર્ષમાં તેનું પરિણામ જોવા મળશે. આપણે ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ સંસ્થાઓ કેવી રીતે બનાવી શકીએ, ગુજરાતને વાઇબ્રન્ટ કેવી રીતે બનાવી શકીએ તેવા પ્રશ્નોના જવાબ મેળવી કામ કરવું જોઇએ. આપણે આ માટે શ્રેષ્ઠ ટેલેન્ટ તૈયાર કરવું પડશે. બીજું આપણે જોખમ લેવા તૈયાર રહેવું પડશે. તેમાં ઇનોવેશનને મહત્વ આપવું પડશે. અહીં બેઠેલા ઘણાએ જીવનમાં ઘણી નિષ્ફળતાઓ સહન કરી હશે. છતાં તેઓ અહીં છે તે અવારનવાર પ્રયત્નોનું પરિણામ છે. અહીં સારી બિઝનેસ લીડરશિપ વિકસાવવી જોઇએ. પીડીપીયુ સાથે અમે જોડાણ કર્યું છે. ગુજરાતે સપના જોવાની ક્ષમતા, પ્રોત્સાહન આપવાની ક્ષમતા છે એ સાબિત કરી બતાવ્યું છે. આગળના માર્ગમાં તમને સફળતા મળે અને વિશ્વમાં રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થાવ તેવી શુભેચ્છા.

અપડેટ : 11.41 AM

ચંદા કોચર, CEO, MD, ICICI બેંક

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવી એ ઘણું શીખવે છે. ગુજરાત હંમેશા વૃદ્ધિ અને ઉદ્યોગસાહસિકતા તથા રોકાણને પ્રોત્સાહિત કરે છે. ગુજરાત હંમેશાથી વૃધ્ધિ ક્ષેત્રે આગળ ન હતું. પણ મુખ્યમંત્રીની આગેવાનીમાં વિવિધ ક્ષેત્રે વૃધ્ધિ થઇ છે. ઇરિગેશન, ટેકનોલોજી, શિક્ષણ વગેરે મોટા પાયે ફેરફાર થયા છે. અમે રાજ્યના વિકાસના તમામ પાસાઓ સાથે સંકળાયેલા છે. કેપિટલ ફોર્મેશન અને ગ્રોથ ઓફ સ્ટેટમાં બેંકની મહત્વની ભૂમિકા રહી છે. અમારા નેટવર્કને કારણે ગુજરાતીઓને તેમના સપના સાકરા કરવાની તક મળી છે. ગુજરાતમાં બેંકનો વિકાસ સૌથી વધારે છે. આ કારણે અમારા જેવા બેંકર્સ અહીં આવવાને મહત્વ આપે છે. અમે ગ્રામીણ ક્ષેત્રોમાં કામ વધારવા માંગીએ છીએ. અમે હજારો ખેડૂતોને વિવિધ પ્રકારની લોન આપીએ છીએ. અમારી પાસે 10 લાખ ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન એકાઉન્ટ છે. અમે સબસિડીની સીધી આપૂરતી પણ કરીએ છીએ. અમે રાજ્યમાં વિવિધ પાઇલોટ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. મહેસાણામાં ક્વૉલિટી હેલ્થકેરના ક્ષેત્રમાં કારમ કરીએ છીએ. મારું નિવેદન છે નરેન્દ્રભાઇ કે આપ શિક્ષણક્ષત્રે ખૂબ કામ કરવા માંગો છો ત્યારે શિક્ષણ પરવડે તેવું બને તે દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. અમે સ્કીલ ડેવલપમેન્ટ અને ટ્રેઇનિંગના ક્ષેત્રમાં ગુજરાત સરકાર સાથે કામ કરવા માંગીએ છીએ.

ડૉ. જો જી સોઉ, ચેરમેન-સીઇઓ, ચાઇના સ્ટીલ કોર્પોરેશન

ચીન સરકાર તરફથી નરેન્દ્ર મોદીને આ આયોજન બદલ અભિનંદન. અમે રાજ્યમાં હાઇ ક્વોલિટી ઇલેક્ટ્રિકલ સ્ટીલના પ્રોડક્શન માટે ગુજરાતમાં આવ્યા છીએ. અમારા પ્રોજેક્ટ્સ ખૂબ સરળતાથી કામ કરી રહ્યા છીએ. ગુજરાત સરકાર સાથે કામ કરવાનો અમારો અનુભવ સારો રહ્યો છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ક્લાઇમેટ મલ્ટીનેશનલ કંપનીઓ માટે સારું છે. વિઝનરી લીડરશિપ ખૂબ મદદરૂપ છે. હું આશા રાખું છું કે સમિટને ખૂબ સફળતા મળે.

અપડેટ : 11.31 AM

રિલાયન્સ 3 વર્ષમાં ગુજરાતમાં 1000 કરોડનું રોકાણ કરશે : મુકેશ અંબાણી

મુકેશ અંબાણી, ચેરમેન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

ગુજરાતના ડેડિકેટેડ એડમિનિસ્ટ્રેટર્સ અહીં આપણી વચ્ચે છે. નરેન્દ્ર મોદીએ તેમના ડેડિકેશનથી તેમના વિઝનને સાકાર કરી બતાવ્યું છે. હું નસીબદાર છું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆતથી હું સતત અહીં આવતો રહ્યો છું. મને ગર્વ છે કે રિલાયન્સ ગુજરાતી કંપની છે. આ ભારતીય કંપની અને ગ્લોબલ કંપની છે. ગુજરાત ભારતનું એવું રાજ્ય છે કે તે કો ઓપરેરિવ મૂવમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જેવી કે પોર્ટના ખાનગીકરણમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતનીઓની આવી પરિપક્વતા ભારતના અન્ય રાજ્યો માટે મોડેલ છે. રિલાયન્સની અન્ય કંપનીઓએ નરોડામાં કામ કર્યું છે. રિલાયન્સને ગુજરાતી રોકાણકારોનો વિશ્વાસ પ્રાપ્ત છે. અમે ગુજરાતથી શરૂઆત કરી હતી, અહીંથી શીખ્યા હતા. અમે અહીં અવારનાવાર કામ કરવા માંગીએ છીએ અને વર્લ્ડક્લાસ બિઝનેસ સ્થાપવા માંગીએ છીએ. અમે 1000 કરોડનું રોકાણ આવનારા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કરીશું એનું વચન આપીએ છીએ. અમે હજીરામાં રોકાણ કરીશું અને મોબાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપીશું. જે લાખો રોજગારી ગુજરાતને આપશે. તેમાં ઇનોવેશન, સ્કીલ બિલ્ડીંગ અને એજ્યુકેશનમાં નવી તકો ઉભી કરશે. મને આનંદ છે કે અમે શિક્ષણના ક્ષેત્રમાં કામ કરીશું. અમે નરેન્દ્રભાઇ મોદીના સપના કે ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ સંસ્થા બને તે સાકાર કરીશું. PDPUમાં 100 કરોડનું રોકાણ કર્યું છે. PDPUમાં આવનારા 5 વર્ષમાં ગુજરાત સાથે ભાગીદારી કરી 500 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે અને તેને વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બનાવાશે. અહીં સાયન્ટિફિક રિસર્ચ કરાશે. ગુજરાતમાંથી નોબલ લોરિયેટ્સ તૈયાર કરાશે. વાઇબ્રન્ટ ગુજરાત આગળ વધવાનું સપનું દર્શાવે છે. ગુજરાત દેશને ઉદ્યોગસાહસિકતામાં આગળ વધવાનું પ્રોત્સાહન આપે છે. હું સંક્રાંતિ અંગે આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આભાર.

અપડેટ : 11.19 AM

થોડા વર્ષોમાં ગુજરાત મોડેલની ચર્ચા ચીનમાં થશે : આનંદ મહિન્દ્રા

આનંદ મહેન્દ્રા, વાઇસ ચેરમેન, એમડી, મહિન્દ્ર એન્ડ મહેન્દ્રા

ગુજરાતની માટીમાં કે ગુજરાતના નમકમાં શું છે એ મને ખબર નથી પણ ગુજરાતીઓ જન્મથી જ ઉદ્યોગ સાહસિકો હોય છે. અને બિઝનેસમાં નિષ્ફળતાથી પણ ગભરાતા નથી. ગુજરાતીઓ તત્કાળ સંબંધો બાંધવામાં કુશળ હોય છે. તેઓ આનંદભાઇ કહીને તરત જ સંબંધ સ્થાપિત કરે છે. તમને કોઇએ ભાઇ કે બહેન સંબોધન કર્યું એ પછી તમે તેમની સાથે કાયમી સંબંધ બાંધો છો. નરેન્દ્રભાઇ ગુજરાતી સમાજના પ્રતિનિધિ છે. તેઓ ઉદ્યોગસાહસિક છે. તેમણે અભૂતપૂર્વક વૃદ્ધિ કરી બતાવી છે. ગુજરાત અને ચીન વચ્ચે સતત સરખામણી થતી હોય છે. પણ હું કહેવા માંગુ છું પણ આવનારા થોડા સમયમાં ગુજરાત મોડેલની ચર્ચા ચીનમાં થતી હશે.

અપડેટ : 11.07 AM

અમિતાભ કાંત, CEO, DMICDC

ગુજરાતે અનેક ક્ષેત્રોમાં તેની વિવિધતા અને વાઇબ્રન્સીથી કામ કરી બતાવ્યું છે. હું આ માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અધિકારીઓ, રાજકારણીઓને શ્રેય આપું છું.

ફ્રેડી સ્વોં, એમ્બેસેડર, એમ્બેસી ઓફ ડેનમાર્ક

નમસ્કાર. હું અહીં આવીને ખુશ છું. આ મારી પ્રથમ ગુજરાત મુલાકાત છે. અમે ગુજરાત સાથે પાર્ટનરશિપ કરવા માંગીએ છીએ. આપે ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ પ્રસ્થાપિત કરી ભારત પાસેથી નવી આશાઓ ઉભી કરી છે. ગુજરાતમાં રોકાણની અનેક તકો જોઇને મારો વિશ્વાસ વધ્યો છે. અમારી કેટલીક કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઇચ્છે છે. અમે ડેનમાર્કમાં 5.5 મિલિયન લોકો છીએ. પણ અમે સ્માર્ટ છે અને તેથી આઉટસ્ટેન્ડિંગ બન્યા છીએ. અમે ગ્રીન ટેકનોલોજીના આગ્રહી છીએ. આ કારણે વાઇબ્રન્ટમાં ગ્રીન ટેકનોલોજીનો સેમિનાર જોઇને આનંદ થયો. અમે ગુજરાતમાં સાથે હળીમળીને કામ કરી શકીએ એમ છીએ. ગુજરાતમાં મુખ્યમંત્રી હોંશિયાર છે. અમે ઇચ્છીએ છીએ કે નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષા ગુજરાતની બહાર પણ પહોંચે.

અપડેટ : 11.00 AM

મોદીમાં અર્જુન જેવી સ્પષ્ટ દીર્ઘદ્રષ્ટિ છે : અનિલ અંબાણી

અનિલ અંબાણી, ચેરમેન, ADA Group

જય શ્રી કૃષ્ણ, મારા આદરણીય મોટાભાઇ મુકેશભાઇ

2 ઓક્ટોબર, 1869ના રોજ ગાંધીજીનો જન્મ થયો, સરકાર પટેલનો જન્મ નડિયાદમાં થયો, 1932માં ગુજરાતના ચોરવાડમાં ધારુભાઇનો જન્મ થયો, 17 સપ્ટેમ્બર, 1962માં વડનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ થયો. છેલ્લા કેટલાક વર્ષોમાં નરેન્દ્ર મોદીને વિવિધ રીતે જોવામાં આવ્યા છે. સંસ્કૃતમાં તેમના નામનો અર્થ કરીએ તો તેઓ માણસોના રાજા છે. લીડર્સના લીડર્સ છે. રાજાના રાજા છે. તેમના વિઝનને કારણે તેઓ મુખ્યમંત્રી તરીકે ચૂંટાતા આવ્યા છે. ગાંધીજીએ લીડરશિપ અને અંતર પૂરું કરવાનો મંત્ર આપ્યો, મોદી સાહેબે તેમ કર્યું. સરદાર પટેલે જરૂપિયાતો પૂરી કરવા જણાવ્યું, નરેન્દ્ર મોદીએ તે કર્યું. મારા પિતા ધીરુભાઇએ લીડરશિપનો મંત્ર આપ્યો, તે પણ તેમણે ફોલો કર્યો. આ સાથે તેમણે હ્યદય આંખો ખુલ્લા રાખીને તેમના વિચારોને પણ અમલમાં મૂક્યા. નરેન્દ્ર મોદીમાં અર્જુન જેવી સ્પષ્ટ દીર્ઘદ્રષ્ટિ છે. જેના કારણે છેલ્લા દાયકામાં તેઓ વિશ્વ અને દેશમાં અનોખા વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે.

અપડેટ : 10.51 AM

પેટ્રિક બ્રાઉન, એમપી, કેનેડા

કેનેડાની 500થી વધારે કંપનીઓ ભારતમાં બિઝનેસ કરે છે. આવનારા સમયમાં સંખ્યા વધીને 600 થશે. આવનારા બે વર્ષમાં ગુજરાત અને કેનેડા વચ્ચે બિઝનેસ વધારવાની દિશામાં અમે કામ કરીશું. પ્રથમ વાઇબ્રન્ટમાં અમારા 3 પ્રતિનિધિ આવ્યા હતા. આજે 36 આવ્યા છે.

રોન સોમર્સ, પ્રેસિડેન્ટ, USIB, USA

નરેન્દ્ર મોદીજી તમે માત્ર ભારતમાં નહીં વિશ્વમાં બિઝનેસ અને પોલિટિક્સ માટે નવા બેંચમાર્ક રચ્યા છે. બે આંકનો જીડીપી સિધ્ધ કરવામાં ગુજરાત મોડેલ બન્યું છે. આ પ્રિડિક્ટિબિલિટી, સર્ટેનિટીને કારણે શક્ય બન્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચક, પોર્ટ્સ, રોડ વગેરે વિકસાવવામાં આવ્યા છે. મોદી સાહેબ આપે ઇલેક્ટ્રિસિટી સિક્યુરિટી આપી છે. હજીરા અને મુન્દ્રા પોર્ટ વિકસાવ્યા છે. ગુજરાતના ઉદ્યોગસાહસિકોએ ગુજરાતને આગળ ધપાવ્યું છે. અમેરિકામાં 3 મિલિયન લોકો ગુજરાતી છે. US-India બિઝનેસ કાઉન્સિલમાં પણ અનેક ભારતીય કંપનીઓ છે. તેમાંથી ઘણી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવાની છે. જય હિન્દ, જય ગુજરાત, ગોડ બ્લેસ અમેરિકા.

અપડેટ : 10.44 AM

ગુજરાતમાં હાઇ સ્પીડ રેલવે અને ઓર્ગેનાઇ ટ્રાન્સપોર્ટ માટે જાપાનને રસ : તાકાશી યાગી

જાપાન અને ભારત અનેક રીતે જોડાયેલા છે. એડવાન્સ ટેકનોલોજી અને ફાઇનાન્સ કેપેસિટી ભારતને કારણે વધી છે. હું ગયા વર્ષે ગુજરાત આવ્યો હતો. મને તેના વિકાસનું કારણ સમજાયું છે. જાપાન અને ભારતને તેની ડાઇવર્સ ઇકોનોમી જકડી રાખે છે. જાપાનમાં 2.8 ટકા ટુરિઝમ ભારતમાંથી આવે છે. જાપાન, ભારત, આસિઆન દેશો વચ્ચે વેપાર વધ્યો છે અને અન્ય ક્ષેત્રોમાં બિઝનેસ વધારવાની સંભાવના વધી છે.

ડિસેમ્બરમાં 5,370 કરોડ રૂપિયોનું રોકાણ હિટાચી અને અન્ય એક જાપાનીઝ કંપની કરશે. ત્રણ જાપાનીઝ કંપનીઓ ભારતને એક્સપોર્ટ હબ બનાવશે. અમે આ ટ્રેન્ડને પ્રોત્સાહિત કરવા ઇચ્છીએ છીએ. આ માટે દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તથા ચેન્નઇ બેંગલોર ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર મહત્વના છે. ગુજરાતે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આકર્ષ્યા છે. 10 વર્ષ પહેલા માત્ર 6 જાપાનીઝ કંપનીઓ હતી. આજે 60 કંપનીઓ કામ કરે છે.

આ માટે સ્ટેબલ અને ક્વોલિટી સપ્લાય વોટર, સ્કીલ લેબર વગેરે મહત્વનાં પરિબળો છે. હું ભાર મૂકવા માંગું છું કે જાપાન સરકાર હાઇ સ્પીડ રેલવેમાં કામ કરવા માટે ઇચ્છુક છે. સરકાર આવનારા મહિનાઓમાં ગુજરાત સાથે કોન્ફરન્સ યોજશે. જેમાં એક હાઇ સ્પીડ રેલવે અને ઓર્ગેનાઇ ટ્રાન્સપોર્ટ અંગે હશે.

અપડેટ : 10.36 AM

નરેન્દ્ર મોદી દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી છે : અદી ગોદરેજ

ગુજરાતે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ગુજરાતે રિન્યુએબલ એનર્જી અને સોલર એનર્જી ક્ષેત્રે મહત્વની આગેવાની લીધી છે. ગુજરાતમાં 9.6 ટકાનો કૃષિ વિકાસ દર છે. તે ટેકનોલોજીના ખાસ ઉપયોગ અને અમલીકરણથી શક્ય બન્યું છે. અહીં સ્કીલ સેન્ટર શરૂ કરાયા છે જેથી ઇન્ડસ્ટ્રીને ઉપયોગી સ્કીલ ફોર્સ મળી શકે. આંતરરાષ્ટ્રીય સહયોગથી ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં આગળ વધ્યું છે.

ગુજરાતમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે મહત્વની કામગીરી કરી છે. આ વર્ષે નોલેજ કોલેબરેશન, નોલેજ એક્સચેન્જ, ઇનક્યુબેશન સેન્ટર સ્થાપવા વગેરે દિશામાં પહેલ કરવામાં આવી છે તે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી દર્શાવે છે. ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં પણ જાગૃતિ લાવવામાં આવી છે. વોટર મેનેજમેન્ટ ભાવિ યોજનામાં સમાવી લેવાયું છે. પીપીપી પ્રોજેક્ટ્સ પણ અમલમાં મૂકાયા છે.

અપડેટ : 10.28 AM

'પુસ્તક વિઝન ટુ રિયાલિટી'નું વિમોચન કરાયું.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પુસ્તક 'પુસ્તક વિઝન ટુ રિયાલિટી'નું વિમોચન કરાયું. ત્યાર બાદ ગોદરે જગ્રુપના અદિ ગોદરેજે નરેન્દ્ર મોદીને સતત છઠ્ઠા વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.

અપડેટ : 10.20 AM

નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013નું કરશે

આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઉત્સવ અને મેળાનો માહોલ હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ઉદઘાટનનો પ્રસંગ હતો. આ પ્રસંગે આજે દેશ, વિદેશના બિઝનેસ જૂથો , વિદેશી પ્રતિનિધિમંડળો, ઉદ્યોગ અગ્રણીઓ, સરકારી અધિકારીઓની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇવેન્ટનું ઉદઘાટન કર્યું હતું.

આ વાઇબ્રન્ટ ઇવેન્ટમાં હાજરી આપવા માટે રતન ટાટા, અદિ ગોદરેજ, આનંદ મહિન્દ્ર, ચંદા કોચર, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી વગેરે જેવા ભારતીય ઉદ્યોગના મધાંતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત વિદેશી મહાનુભાવોએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. તાકાશી યાગી, એમ્બેસેડર જાપાન, પેટ્રિક બ્રાઉન એમપી કેનેડા આવ્યા હતા.

આ પ્રસંગે સૌપ્રથમ ગણેશ વંદના કરીને ગુજરાતની ઓળખ આપતું કવિ નર્મદ લિખિત ગીત 'જય જય ગરવી ગુજરાત' રજૂ કરવામાં આવ્યું હતું.

અહીં જુઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013નું લાઇવ કવરેજ

English summary
Narendra Modi inaugurates Vibrant Gujarat Summit 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more