• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગ્રોથ સ્‍ટ્રેટેજી અને વિઝનનો અભાવ દર્શાવતું બજેટ: મોદી

|

ગાંધીનગર, 1 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નાણામંત્રી પી. ચિદમ્બરમે રજૂ કરેલા સામાન્ય બજેટ અંગે પોતાનો મત આપતા જણાવ્યું છે કે કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર અને જનતા વચ્ચે કોઇ સંબંધ નથી રહ્યો એ વાતનો પુરાવો આ બજેટ છે. મોદીએ જણાવ્યું કે બજેટ અને બારમી પંચવર્ષીય યોજના વચ્‍ચે કોઇ પ્રકારનો સમન્‍વય જ નથી એવું આ કેન્‍દ્રીય બજેટ, ભારતના સર્વાંગી અર્થતંત્ર અને વિકાસ માટેની ગ્રોથ સ્‍ટ્રેટેજી અને વિઝનનો અભાવ દર્શાવે છે.

નરેન્‍દ્ર મોદીએ જણાવ્‍યું કે કોંગ્રેસ શાસિત યુપીએ સરકારના કાર્યકાળના અંતિમ વર્ષના આ બજેટમાં દેશના વિકાસ માટેના જનતાના સપનાનો કોઇ આવિર્ભાવ નથી અને જાણે યુપીએ સરકાર એક વર્ષનો સમય પસાર કરવા સિવાય જનતા સાથે કોઇ સંવેદના ધરાવતી નથી એની પ્રતીતિ થાય છે. ભારતના અર્થતંત્ર સામેના પડકારો ઝીલીને અને પ્રવર્તમાન સમસ્‍યાઓના સમાધાન માટે વિશ્‍વસનિય પગલાં અને રાજકીય ઇચ્‍છાશકિતથી લાંબાગાળાના વિકાસ માટેની આખરી તક પણ યુપીએ સરકારે કૌભાંડો, પ્રશાસનની અક્ષમતા અને લકવાગ્રસ્‍ત નીતિઓમાં ઘેરાઇને ગૂમાવી દીધી છે.

મોદીએ વધુ પ્રહારો કરતા જણાવ્યું કે વૈશ્‍વિક મંદીના રોદણાં રોવાથી ભારતની અર્થવ્‍યવસ્‍થા સુધરવાની નથી. મોંઘવારીમાં પીસાઇ રહેલી દેશની જનતા સામે જે સમસ્‍યાઓ વિકરાળ બનીને ઉભી છે તેના નિરાકરણ માટે નિર્ણાયક અને હિંમતભર્યા પગલા ભરવાને બદલે કેન્‍દ્ર સરકારનાં આ બજેટે દેશની જનતાને નિરાશા અને હતાશામાં ધકેલી દીધી છે. ભારતના અર્થતંત્રના GDP વિકાસ વૃધ્‍ધિ માટે આવશ્‍યક નાણાંકીય શિસ્‍તનું વ્‍યવસ્‍થાપન, બિનવિકાસલક્ષી ખર્ચા ઉપર નિયંત્રણ અને કરકસરની કાર્યયોજના, રાજકોષીય ખાદ્ય ઘટાડવાની નાણાંકીય વ્‍યૂહરચનાની કોઇ પ્રતીતિ આ બજેટ કરાવી શકતું નથી.

આપણો દેશ વિશ્‍વનો સૌથી યુવાન દેશ હોવા છતાં, દેશના કરોડો યુવાનોને વિકાસમાં પ્રેરિત કરવાની વાત તો બાજુએ રહીં, તેના કૌશલ્‍ય વિકાસ અને રોજગાર-નિર્માણના અવસરો માટે મશ્‍કરીરૂપ જોગવાઇઓ કરીને યુવાશકિતની ઘોર ઉપેક્ષા થઇ છે. સામાજિક સેવાઓ અને માળખાકીય સુવિધાઓ માટેના પૂંજીનિવેશ મેળવવા માટેની કોઇ ગંભીરતા બજેટમાં દેખાતી નથી એમ મોદીએ જણાવ્‍યું હતું.

વર્તમાન કેન્‍દ્ર સરકારનું અર્થવ્‍યવસ્‍થાપન દેવાળીયું છે અને દેશના રાજ્યોના કુલ દેવા કરતાં પણ કેન્‍દ્રનો દેવાનો બોજો વધારે છે, પરંતુ કેન્‍દ્રીય સરકાર રાજ્યોને વિકાસ માટે પ્રોત્‍સાહનો આપવાને બદલે, વહાલા-દવલાની વોટબેન્‍કની રાજરમત કરીને ઇરાદાપૂર્વક નિરૂત્‍સાહ દાખવતી રહી છે. રાજ્યોનાં કેન્‍દ્રના અર્થતંત્ર માટેના યોગદાનને પ્રેરિત કરવા માટે કોઇ નીતિદર્શન દેખાતું નથી. કૃષિવિકાસ, ગ્રામવિકાસ, ગરીબ અને વંચિતોના વિકાસની જીવન સુધારણા માટે કોઇ નક્કર પ્રતિબધ્‍ધતા પણ બજેટમાં દ્રષ્‍ટિગોચર થતી નથી.

મોદીએ જણાવ્યું કે એકંદરે યુપીએ સરકારની પાંચ વર્ષની પ્રશાસનિક અકર્મણ્‍યતા (નોન પરફોર્મન્‍સ ઓફ ગવર્નન્‍સ)નો આ જીવંત દસ્‍તાવેજ છે જેણે 'આમઆદમી'ને ઘોર નિરાશા સિવાય કશું આપ્યું નથી.

English summary
Union Budget shows disconnect between the Congress led UPA Government and the people of this country, Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more