For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી નારાજ થતાં વીએચપીએ અટકાવી 'ઘર વાપસી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 22 ડિસેમ્બર: વિશ્વ હિન્દુ પરિષદે વડાપ્રધાનની નારાજગીના લીધે હાલ પોતાના ઘર વાપસી કાર્યક્રમ અટકાવવાનો નિર્ણય કર્યો છે. વીએચપીના કાર્યકર્તાઓને મૌખિક આદેશ આપ્યો છે કે અત્યારે ઘર વાપસી કાર્યક્રમ અટકાવવામાં આવે. આ નિર્દેશ શનિવારે ગુજરાતના વલસાડમાં 500 ખ્રિસ્તી આદિવાસીઓના પુનધર્માંતરણ કાર્યક્રમ પર પેદા થયેલા વિવાદ બાદ કરવામાં આવ્યો.

વીએચપી સાથે જોડાયેલા એક સૂત્રએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે શનિવારે થયેલા કાર્યક્રમ પર વડાપ્રધાને નારજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશમાં સંગઠન દ્વારા દાવો કરવામાં આવ્યો કે રવિવારે 6 લાખ લોકોની ઘર વાપસી કરાવવામાં આવી. કેરળમાં પણ ઓછામાં ઓછા દલિત આદિવાસીઓને પુનધર્માંતરણ કરાવવામાં આવ્યું. વીએચપી સૂત્રનું કહેવું છે કે હાલ 40 લાખ ધર્માંતરણો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

જો કે વીએચપીના આંતરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કાર્યકર્તાઓને કોઇ નવો કાર્યક્રમ શરૂ કરવા કે બંધ કરવા માટે કોઇ નિર્દેશ આપવામાં આવ્યા નથી. ગુજરાતમાં જ અન્ય વીએચપી નેતાનું કહેવું છે કે વિશ્વ હિન્દુ પરિષદ પર સરકારનું કોઇ દબાણ નથી અને તેની ગતિવિધિઓ પહેલાં જ યોજના હેઠળ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ એ વાતનું ધ્યાન રાખશે કે તેમના કામથી સમાજમાં નફરત ન ફેલાઇ.

આ પહેલાં એક કાર્યક્રમમાં બોલતાં વીએચપી પ્રમુખ અશોક સિંઘલે કહ્યું કે હિન્દુ સંસ્કૃતિ અને ધર્મને ગત 800 વર્ષથી દબાવવામાં આવી છે અને હવે અમે કહી શકીએ છીએ કે એવી સરકાર આવી છે જે હિન્દુત્વની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.

modi-vhp

પ્રવિણ તોગડિયાએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે 'હવે જે કાર્યક્રમોને હાઇલાઇટ કરવામાં આવી રહ્યાં છે, તે દાયકોથી ચાલી રહ્યાં છે. કંઇપણ નવું કરવામાં આવી રહ્યું નથી અને ના તો કંઇક નવું કરવા અથવા બંધ કરવાના કોઇ નિર્દેશ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં વીએચપીના અનુસાર પરિષદના પદાધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે કાર્યક્રમોની ડીટેલ્સ મીડિયાને જાહેર ન કરે અને ભવિષ્યમાં કાર્યક્રમો માટે ગોપનીયતા વર્તે. તેમના અનુસાર ડર છે કે ક્યાંક સરકાર આ કાર્યક્રમોને રોકવાનો પ્રયત્ન ન કરે.

અશોક સિંઘલે કહ્યું કે ગત 50 વર્ષોમાં કરવામાં આવેલા તેમના સંઘર્ષના કારણે જ હિન્દુઓએ 800 વર્ષ પહેલાં 'ગુમાવેલા' દિલ્હીના 'સામ્રાજ્ય'ને ફરી પ્રાપ્ત કરી લીધું છે. તેમણે કહ્યું કે ધર્મ બદલવા માટે નહી દિલ જીતવા માટે નિકળ્યા છીએ. એક દિવસ પહેલાં જ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ઘર વાપસી કાર્યક્રમને સમર્થન આપતાં કહ્યું કે સરકારને પકડાર ફેંક્યો છે જો તે તેને રોકવા માંગે છે તો તેના માટે કાયદો બનાવે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે ધર્માંતરણ પર ભાજપનું સ્ટેંડ સ્પષ્ટ છે. ધર્માંતરણ સાથે જોડાયેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે કોઇપણ ભાજપ સરકારના ડેવલોપમેંટના એજેંડાને બદલી ન શકે. કેન્દ્રિય મંત્રી વેંકૈયા નાયડૂએ રવિવારે કહ્યું કે ધર્માંતરણના મુદ્દા પર ભાજપ અને સંઘ વચ્ચે કોઇપણ પ્રકારનો ટકરાવ નથી. વેકૈંયા નાયડૂએ કહ્યું કે કેન્દ્ર સરકાર ધર્માંતરણ રોકવા માટે બળજબરીપૂર્વક અથવા એકતરફી કાયદો બનાવશે નહી. તેને સર્વસહમતિથી બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે જો વિપક્ષી પાર્ટીઓ ધર્માંતરણ વિરૂદ્ધ બોલી રહી છે તેમને આ બિલ સાથે આવવું જોઇએ.

English summary
VHP activists across the country have been verbally instructed by their seniors to discontinue 'ghar wapsi' events after its programme at Arnai village in Valsad on Saturday where at least 500 tribal Christians were "reconverted" created a controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X