નરેન્દ્ર મોદીએ 4 ટેકેદારો સાથે વડોદરાથી ભર્યું ઉમેદવારીપત્ર

Google Oneindia Gujarati News

વડોદરા, 9 એપ્રિલ :

અપડેટ : 11.40 - નરેન્દ્ર મોદીનું સંબોધન
ગાયકવાડોનું રાજ હતું. તેઓ પુસ્તકાલય બનાવતા હતા. મને પણ તેનો લાભ મળ્યો છે. હું ગાયકવાડી શાળામાં ભણ્યો છું. સયાજીરાય ગાયકવાડ સુશાસન અને સુરાજ્ય માટે જાણીતા હતા. તેમનું પુસ્તક 'માઇનર હિન્ટ્સ' પ્રેરણાદાયી છે. તેમના શાસનસ્થળ વડોદરામાંથી હું ઉમેદવારીપત્ર ભરી રહ્યો છું તેનો મને આનંદ છે. જનતા 30 એપ્રિલે મોટી સંખ્યામાં મતદાન કરવા આગળ આવશે અને કમળના નિશાનવાળા બટનને દબાવીને ભાજપને સમર્થન આપશે તેવો મને વિશ્વાસ છે.

અપડેટ : 11.30 - નરેન્દ્ર મોદીએ 4 ટેકેદારો સાથે ભર્યું ઉમેદવારીપત્ર

નરેન્દ્ર મોદીએ રાજમાતા શુભાંગીની ગાયકવાડ, નીલાબેન દેસાઈ, ભુપેન્‍દ્ર પટેલની સાથે એક ચ્હાવાળા કિરણભાઈ મહિડાને ટેકેદાર તરીકે સાથે રાખીને ઉમેદવારીપત્ર ભરી કલેક્ટરને સુપરત કર્યું

અપડેટ : 11.25 - ઉમેદવારીપત્ર ભરવા નરેન્દ્ર મોદી પહોંચ્યા કલેક્ટર કચેરી

લોકસભા ચૂંટણી 2014માં વારાણસીની સાથે વડોદરાથી પણ ચૂંટણી લડવા માટે નરેન્દ્ર મોદી આજે વડોદરામાં કલેક્ટર કચેરીએ ઉમેદવારીપત્ર ભરવા પહોંચી ગયા છે. ચાહકો, સમર્થકો અે ભાજપના કાર્યકરો દ્વારા મોદીનું ઢોલ નગારા સાથે સ્વાગત. મુસ્લિમભાઇઓ પણ શુભેચ્છા આપવા પહોંચ્યા.

અપડેટ : 11.15 - ઉમેદવારીપત્ર ભરવા નરેન્દ્ર મોદીનો 2km લાંબો રૉડ શૉ

કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીની 'વિજય વિશ્વાસ યાત્રા'નો રૉડ શૉ અંદાજે 2 કિલોમીટર લાંબો છે. યાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે ત્યાં તેમના ચાહકોની ભીડ ઉમટી છે જેના કારણે કાફલો ઝડપથી પસાર થઇ રહ્યો નથી. આ કારણે નરેન્દ્ર મોદીને કલેક્ટર કચેરીએ પહોંચવામાં વિલંબ થઇ રહ્યો છે.

અપડેટ : 11.05 - હરિધામ સોખડાના સ્વામીનો સંદેશ

હરિધામ સોખડાના સ્વામીએ પોતાના શુભેચ્શછા સંદેશમાં જણાવ્યું છે કે દેશ અને વડોદરા માટે ગૌરવની વાત છે. મોદી દેશના ભાગ્યવિધાતા અને ભારતના વિશ્વગુરુ બને એ માટે હરીધામ સોખડા પરિવાર તરફથી આશિર્વાદ આપવા માટે તેઓ અહીં આવ્યા છે.

અપડેટ : 11.00 Live: Live : ઉમેદવારીપત્ર ભરવા નરેન્દ્ર મોદી પહોંચશે કલેક્ટર કચેરી

વડોદરામાં જશ્નનો માહોલ, નસમરા્થકોની ભીડથી થયેલા જામને કારણે કલેક્ટર કચેરીએ પહોંચવામાં વિલંબ થઇ રહ્યો છે

અપડેટ : 10.50 વડોદરામાં ખુલ્લી જીપમાં મોદીની 'વિજય વિશ્વાસ યાત્રા'

મોદી સાથે ખુલી જીપમાં આનંદીબેન પટેલ, ઓમ માથુર, આરસી ફળદૂ, સૌરભ પટેલ, પુરષોત્તમ રૂપાલા
નરેન્દ્ર મોદીના રોડ શૉના કારણે વડોદરાના અનેક માર્ગો બંધ થવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી, સલામતી ખાતર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત

અપડેટ : 10.15

વડોદરા બન્યુ મોદીમય, નરેન્દ્ર મોદીનો રોડશો કિર્તિ સ્તંભ પાસેથી પસાર થયો, મોદીના કાફલામાં કાર્યકરો અને સમર્નીથકોની ભારે ભીડ, રોડ શો બાદ ભરશે ઉમેદવારી પત્ર, મોદી પહેલીવાર ભરશે લોકસભા ચૂંટણીનું પત્ર

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે વડોદરાથી ઉમેદવારી પત્ર ભરવાના છે. તેઓ ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પણ ચૂંટણી લડવાના છે. વડોદરામાં તેઓ સવારે 11 વાગ્યાની આસપાસ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. આ માટે વડોદરામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના ઉમેદવારીપત્રમાં રાજમાતા શુભાંગીની ગાયકવાડ, નીલાબેન દેસાઈ, ભુપેન્‍દ્ર પટેલની સાથે એક ચ્હાવાળા કિરણભાઈ મહિડા ટેકેદાર તરીકે સહી કરશે. મુખ્‍યમંત્રીનું વડોદરા એરપોર્ટ ખાતે સવારે 9.15 કલાકે વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજીક સંસ્‍થાઓ, વિવિધ સંપ્રદાયના અગ્રણીઓ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે.

વડોદરામાં ફોર્મ ભરવા માટે આવતા નરેન્દ્ર મોદી કીર્તિસ્તંભથી કલેક્ટર કચેરી સુધી રોડ શૉ કરશે. આ પૂર્વે અહીંના પોલીસ કમિશ્નરે આ રૂટ પર છ કલાક માટે સામાન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

વડોદરા ભાજપે ગઈ કાલે પત્રકાર પરિષદ યોજીને આ વિશે માહિતી આપી હતી. રાજ્યના પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે મોદી આવતી કાલે અહીંથી તેમનું ઉમેદવારીપત્ર ભરશે. તે પહેલા મોદી અહીં વિશાળ રેલી ‘વિજય વિશ્વાસ યાત્રા'ને સંબોધિત કરશે.

આ રેલી કીર્તિસ્તંભથી શરૂ કરીને લાલ કોર્ટ, ગાંધીનગર ગૃહ, જ્યૂબિલી ગાર્ડન, વાયા રાવપુરાથી કલેક્ટર ઓફિસ સુધી થશે. લગભગ સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ ઉમેદવારી પત્ર ભરશે.

આ પ્રસંગે મોદી સાથે ભાજપના અગ્રણી નેતાઓ આનંદીબહેન પટેલ, આર.સી ફળદુ, ઓમ માથુર, પુરુષોત્તમ રુપાલા, સૌરભ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.

મોદીની રેલીને પગલે અહીં પ્રતિદિવસ પસાર થતા 60 હજાર જેટલા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરાના એરપોર્ટથી લઇને કલેક્ટર કચેરી સુધી સઘન પોલીસ બંદોબસ્ત એક દિવસ અગાઉથી ગોઠવી દેવામાં આવ્યો છે તથા પોલીસ દ્વારા મોદીના કાફલાનું રિહર્સલ કરવામાં આવ્યું છે.

English summary
BJP's prime ministarial candidate Narendra Modi will file nomination from Vadodara today. He has also going to fight election from Varanasi, Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X