વાઇબ્રન્ટ ગુજરાત સમીટ 2017નો આજનો કાર્યક્રમ વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017નું ઉદ્ધાટન કરશે. નોંધનીય છે કે આ 8મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં બ્રિટન, થાઇલેન્ડ જેવા 12 દેશો વાઇબ્રન્ટ ગુજરાતમાં ભારતના પાર્ટનર દેશો બન્યા છે. કેનેડા, જાપાન, સ્વિડન ફ્રાન્સ જેવા દેશોના ડેલિગેટ્સ આ કાર્યક્રમમાં હાજરી આપનાર છે.વળી આ સમિટમાં નવ નોબલ પારિતોષિક વિજેતાઓ સમેત 15 દેશાના પ્રતિનિધિઓ અને 50 ગ્લોબલ સીઇઓ હાજરી આપવાના છે.

vibrant gujarat

વધુમાં કેન્દ્રના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે કનેક્ટિંગ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ થીમ પર આધારીત આ વખતની વાઇબ્રન્ટ સમિટ રાજ્ય અને કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે આજની વાઇબ્રન્ટ સમીટનો સમગ્ર કાર્યક્રમ શું છે જાણો અહીં.
આજે 3.30 મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન

  • જે બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની વેલકમ સ્પીચથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે
  • આ વાઇબ્રન્ટ સમિટમાં ભારત અને વિદેશના 9 પ્રસિદ્ધ ઉદ્યોગપતિઓ સંબોધન કરશે. જેમાં મૂકેશ અંબાણી, રતન ટાટા, કુમાર મંગલમ્ બિરલા, વોડાફોનના સીઇઓ વિટોરિયા કોલાવો, પ્રેમવત્સ, જોન ચેમ્બર્સના નામ સામેલ છે.
  • સંબોધન બાદ 60 સીઇઓ સાથે મોદીની બેઠક અને તે તમામ મેક ઇન ઇન્ડિયા પર થશે વિચારણા કરશે. સાથે જ દર વખતની જેમ બેઠક બાદ પીએમ અને સીએમ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન પણ કરશે.
  • નોંધનીય છે કે આ વાઇબ્રન્ટ સમિટમાં 35 દેશોથી વધુના હાઇપ્રોફાઇલ પ્રતિનિધિઓ વિશેષરૂપે હાજર રહ્યા છે.
  • વળી સમીટમાં રાજ્ય મંત્રી કેન્દ્રીય મંત્રી સમેત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં સ્મૃતિ ઇરાની, રવિશંકર પ્રસાદ, અરૂણ જેટલી, જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.
  • આ વખતના ગાલા ડિનરમાં સુરતી ઊંધિયા સમતે પીએમ મોદીની ફેવરેટ ખાંડવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
English summary
Narendra Modi will inaugurated Vibrant Gujarat summit today. Read here his whole day programme and other details.
Please Wait while comments are loading...