For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PAASની સ્થિતિ સાપે છંછુદર ગળ્યા જેવી, કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં

કોંગ્રેસ અને પાસ મામલે પાટીદારોને અનામત આપવા મામલે હજી પણ છે અસમંજસની સ્થિતિ. જાણો આ અંગે વધુ વિગતવાર અહીં.

By Oneindia
|
Google Oneindia Gujarati News

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ પણ પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) અને કોંગ્રેસ વચ્ચે અનામતના મુદ્દે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી ત્યારે પાસ મુદ્દે મૂંઝવણમાં મુકાઈ ગયું હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે . બીજી તરફ ભાજપ પણ કોંગ્રેસના પાસ માટે નબળા પ્રતિસાદ બાદ ગેલમાં આવી ગયું છે. કારણ કે હાલ પાસની સ્થિતિ સાપે છછુદર ગળ્યા જેવી સ્થિતી ઊભી થઇ છે. જોકે આ પરિસ્થિતિ સમજ્યા બાદ કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે આજે સાંજ સુધીમાં કોંગેસના કાયદાકીય સલાહકાર કપિલ સિબ્બલ દ્વારા પાસની અનામતની માંગણી અંગે જાહેરાત કરવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા છે.

Gujarat Congress

કોંગ્રેસ ના સૂત્રો ના જણાવ્યા મુજબ આ બાબતે ગઈકાલે સાંજે કપિલ સિબ્બલે કોંગેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં પાટીદાર જ્ઞાતિને અનામતની ખાતરી આપ્યા બાદ કોઈ મુકકેલી ન પડે તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પાસના સૂત્રો કહે છે હાલ અમે કોંગ્રેસ માટે હકારાત્મક છીએ અને 2017ની ચૂંટણના ભાજપને પાઠ ભણાવવો જરૂરી છે. જેથી તેનો મતલબ એ નથી કે કોંગેસ પાટીદારોને અવગણીને આગળ વધે. પાટીદાર સમાજ ભાજપ અને કોંગ્રેસના રાજકીય સમીકરણો બદલી શકે છે. અને મજબૂત પાટીદાર ઉમેદવારને અપક્ષમાં ઊભો રાખી કોંગ્રેસ અને ભાજપને હરાવી ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ કરી શકે છે.

English summary
PAAS and Congress facing difficulties on Patidar Reservation quota issue. Read here in more details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X