ધારાસભ્ય જેઠા ભરવાડને મળી જાનથી મારી નાખવાની ધમકી

Subscribe to Oneindia News

પંચમહાલના શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડને ફોન પર જાનથી મારવાની ધમકી મળતા તેમને શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્ય જેઠા ભરવાડ 28 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં હતા તે દરમિયાન ફોન આવ્યો હતો. ગોધરાના ગોલી ગામના રહેવાસી મહેશ ગઢવી નામના શખ્સ દ્વારા ફોન આવ્યો હતો. ફોન પર મહેશ ગઢવી દ્વારા બીભત્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધારાસભ્યએ ફરિયાદ નોંધાવી છે.

jetha

જે પક પોલીસે તપાસ હાથધરી છે. અને મહેશ ગઢવી નામના શખ્સની ધરપકડ કરવા તજવીજ હાથધરી છે. નોંધનીય છે કે જેઠા ભરવાડ છેલ્લા ચાર ટર્મથી ચૂંટાઈને આવતા છે અને રાજકીય અદાવત રાખી ધમકી આપી હોય તેવું પોલીસે જણાવ્યું હતું. ત્યારે ખરેખરમાં આ ધમકી રાજકીય અદાવતના કારણે આવી છે કે અંગત અદાવત તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જો કે હવે જોવાનું તે રહ્યું કે પોલીસ આરોપીને પકડવામાં કેટલી સફળતા રહે છે.

English summary
Panchmahal MLA Jetha Bharwad got life threatening threat on call. Read more on it.
Please Wait while comments are loading...