For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ હાર્દિક પટેલના સમર્થનમાં બંધ પાળવામાં આવ્યો, સીએમ ભાગ્યા દિલ્હી

સુરતઃ હાર્દિક પટેલના સમર્થનમાં બંધ પાળવામાં આવ્યો, સીએમ ભાગ્યા દિલ્હી

|
Google Oneindia Gujarati News

25 ઓગસ્ટથી હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન પર બેસી ગયો છે. હાર્દિકની તબિયત સતત લથડી રહી છે. તેને કિડનીમાં ઈન્ફેક્શન થઈ ગયું છે અને 12 જ દિવસમાં 20 કિલોથી પણ વધુ વજન ઘટ્યું છે. ઉદ્ધવ ઠાકરે, પરેશ ધાનાણી, યશવંત સિન્હા, શત્રુઘ્ન સિંહ, રાજીવ સાતવ સહિતના નેતાઓ હાર્દિકને મળવા આવ્યા હતા અને સંપૂર્ણ સપોર્ટ આપ્યો છે. રાજ્યમાંથી જ નહીં પણ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો પણ હાર્દિકને મળવા માટે આવ્યા હતા.

મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ઉપવાસ આંદોલન શરૂ કર્યું ત્યારથી જ હાર્દિક પટેલના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને હાર્દિકને મળવા જતા લોકોને પોલીસ અટકાવી રહી છે. હાર્દિક પટેલના સપોર્ટમાં આજે સરતમાં બંધ પાળવામાં આવ્યું છે. જ્યારે બીજી બાજી એસપીજીના લાલજી પટેલે સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને સરકારના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ પણ વાંચો-ઉદ્ધવ ઠાકરેએ હાર્દિક પટેલને કહ્યું- લડાઈ કર, ઉપવાસ નહિ

લાલજી પટેલે નારાજગી જતાવી

લાલજી પટેલે નારાજગી જતાવી

લાલજી પટેલે લખેલા પત્રમાં ભાજપ પર આક્ષેપ લગાવી પરિસ્થિતિ બગડતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જણાવી દઈએ કે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના 10 દિવસ બાદ જાગેલી સરકારે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલના કાર્યક્રમો કોંગ્રેસ પ્રેરિત હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને દરમિયાન ઉર્જા મંત્રી સૌરભ પટેલે હાર્દિક પટેલને ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવાની અપીલ કરી હતી, જો કે હાર્દિક પટેલે સારવાર કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ પણ વાંચો-હાર્દિક પટેલને ભાજપના આ મોટા માથાઓએ આપ્યુ સમર્થન

હાર્દિકની તબિયત બગડી

હાર્દિકની તબિયત બગડી

ખેડૂતોના દેવા માફીની માગ સાથે કોંગ્રેસે રાજ્યભરમાં બંધનું એલાન કર્યું હતું. કોંગ્રેસ કાર્યકરો આજે સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત કરવાના હોય સ્વર્ણિમ સંકૂલમાં આજના દિવસ દરમિયાન પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે સીએમ વિજય રૂપાણી દિલ્હી રવાના થઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સીએમ રૂપાણી આજે પીએમ મોદી પર વિવિધ મુદ્દે ચર્ચા કરી શકે છે. બીજી બાજુ હાર્દિકની તબિયત વધુ લથડતાં તેને વ્હીલચેર પર બેસાડીને ઉપવાસ છાવણીની બહાર લાવવામાં આવ્યો છે. આ પણ વાંચો-આમરણાંત ઉપવાસના 8માં દિવસે હાર્દિકની તબિયત બગડી, બે દિવસ બાદ પીધુ પાણી

રાજ્ય સરકારની ચિંતામાં થયો વધારો

રાજ્ય સરકારની ચિંતામાં થયો વધારો

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના આંદોલનને પગલે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. ઉદ્ધવ ઠાકરેએ હાર્દિક પટેલ સાથે વાત કર્યા બાદ ગુજરાત સરકાર પર ભારે પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સરકાર પાકિસ્તાન જોડે અને આતંકવાદીઓ જોડે વાત કરવાનું કહી રહી છે તો પછી હાર્દિક જેવા યુવાનો સાથે વાત કેમ નથી કરી રહી? સરકાર આંદોલનકારીઓ પ્રત્યે અસંવેદનશીલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પણ વાંચો-હાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ, ખરાબ તબિયતના કારણે લખી વસિયત

English summary
people of surat declared bandh to support hardik patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X