For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેએ હાર્દિક પટેલને કહ્યું- લડાઈ કર, ઉપવાસ નહિ

ઉદ્ધવ ઠાકરેએ હાર્દિક પટેલને ઉપવાસ કરવાને બદલે લડાઈ લડવાની સલાહ આપી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ 25મી ઓગસ્ટથી હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન કરી રહ્યો છે. આજે શિવસેનાના પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરે હાર્દિકને મળવા માટે ઉપવાસ છાવણીમાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ હાર્દિકને ઉપવાસ તોડવા વિનંતી કરી છે અને આની સાથે જ શિવસેનાએ પણ હાર્દિક પટેલના આંદોલનને સમર્થન આપ્યું છે. જણાવી દઈએ કે ગતરોજ ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિંહ હાર્દિક પટેલને મળવા આવ્યા હતા દરમિયાન તેમણે ભાજપ સરકાર પરના અવગુણ ગયાં હતાં.

હાર્દિક પટેલને મળ્યા ઉદ્ધવ ઠાકરે

હાર્દિક પટેલને મળ્યા ઉદ્ધવ ઠાકરે

હાર્દિક પટેલને મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, "મેં હાર્દિકને કહ્યું કે અમે મરાઠા સમાજને સપોર્ટ કરી રહ્યા છીએ તેવી જ રીતે પાટીદાર સમાજની અનામતની માગ માટે હાર્દિકને પણ સપોર્ટ કરી રહ્યા છે. અમે હાર્દિકને કહ્યું કે તું ભૂખહડતાળ તો કરી રહ્યો છે પણ જે લોકો ભૂખહડતાળ કરે તેમના પ્રત્યે સરકારે સંવેદનશીલ રહેવાની જરૂર છે." આ પણ વાંચો-ઉપવાસનો 9મો દિવસઃ હાર્દિકને કિડનીમાં થયું ઈન્ફેક્શન

સરકાર વાત કેમ નથી કરી રહી?

સરકાર વાત કેમ નથી કરી રહી?

વધુમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ સરાકર સંવેદનશીલતા ન દાખવી શકી, હાર્દિક પટેલે ઉપવાસ શરૂ કર્યાના 12 દિવસ થઈ ગયા છતાં સરકારે પાટીદાર આગેવાનો સાથે વાતચીત શરૂ નહોતી કરી. પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, "આપણ સતત સાંભળતા આવીએ છીએ કે આપણે આતંકીઓ સાથે વાત કરવી જોઈએ, પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ ત્યારે સરકાર હાર્દિક પટેલ જેવા યુવાનો સાથે વાત કેમ નથી કરી રહી?"

રામ કદમને લઈને સરકાર પર પ્રહાર કર્યો

રામ કદમને લઈને સરકાર પર પ્રહાર કર્યો

ઉદ્ધવ ઠાકરેએ હાર્દિકને પારણાં કરવાની સલાહ આપતા કહ્યું કે "રાજ્યના લોકોને તારી જરૂર છે, અને તું ફાઈટર છે માટે ઉપવાસ છોડ. અમે તારી સાથે જ છીએ અને તારે જે જરૂર પડશે તે મદદ કરીશું." દરમિયાન રામ કદમના નિવેદન બદલ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જણાવી દઈએ કે રામ કદમે કહ્યું હતું કે 'યુવતી પસંદ હોય તો બોલજો, કિડનેપ કરીને લઈ આવીશું.'

કોઈએ ટિકિટ ન આપવી જોઈએ

કોઈએ ટિકિટ ન આપવી જોઈએ

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે "આપણી મા-બહેનને અપમાનિત કરે તેવા લોકો સામે આપણે આકરાં પગલાં લેવાં જોઈએ. મને લાગે છે કે ભાજપે બેટી બચાઓને બદલે બેટી બગાઓ કેમ્પેન ચલાવ્યું હશે. રામ કદમ જેવા નેતાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. આવા નેતાઓને કોઈપણ પાર્ટીએ ટિકિટ ન આપવી જોઈએ."

નોટબંધીને લઈને કર્યા પ્રહાર

નોટબંધીને લઈને કર્યા પ્રહાર

ભાજપ પોલિટિક્સનું અનિશ્ચનિય ઘટક બનતું હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, "એક વખત નીતિન ગડકરીએ કહ્યું હતું કે તેમનામાં પરશુરામમાંથી વાલ્મિકી બનાવવાની ક્ષમતા છે. તમે નવા જ પ્રકારની રામાયણ લખી રહ્યા લાગો છે. હું એમને કહીશ કે આવા લોકોને વાલ્મિકી જોડે ન સરખાવવા જોઈએ." ઉપરાંત શિવસેનાના પ્રેસિડન્ટે નોટબંધીને લઈને પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

હવે લોકો ચૂપ નહીં રહે

હવે લોકો ચૂપ નહીં રહે

કહ્યું કે, "એટીએમની લાઈનમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા. તેઓએ ભૂલ કરી હોવાનું તો સ્વીકારવું જ જોઈએ. મેં નીતિ આયોગનો રિપોર્ટ વાંચ્યો, જેમાં કહેવામાં આવ્યું કે જરૂરિયા જણાશે તો ડિમોનેટાઈઝેશન ડ્રાઈવ ફરી ચલાવીશું. ત્યારે હું કહેવા માગુ છું કે લોકો હવે ચૂપ નહીં બેસે." આ પણ વાંચો-હાર્દિક પટેલને ભાજપના આ મોટા માથાઓએ આપ્યુ સમર્થન

અર્બન નક્સલ મુદ્દે સરકારને આડેહાથ લીધી

અર્બન નક્સલ મુદ્દે સરકારને આડેહાથ લીધી

ઉપરાંત અર્બન નક્સલ મુદ્દે પુણે પોલીસે કરેલી પ્રેસ કોન્ફરન્સ મામલે પણ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કહ્યું કે, "જો તેમની પાસે સબુત હોય તો કોર્ટને આપવા દો અને ચાર્જશીટ દાખલ કરવા દો." કથિત એક્ટિવિસ્ટની ધરપકડ મામલે કહ્યું કે અમે ગુનેગારોને સપોર્ટ નહીં કરીએ પણ શંકાના આધારે કોઈની પણ ધરપકડ ન કરવી જોઈએ. આ પણ વાંચો-સુપ્રીમ કોર્ટે વામપંથી વિચારકોના રિમાન્ડ નામંજૂર કર્યા, આપ્યો હાઉસ અરેસ્ટનો આદેશ

રાજીવ સતવ હાર્દિકને મળવા આવ્યા

રાજીવ સતવ હાર્દિકને મળવા આવ્યા

જનતાનો અવાજ દબાવશો તો મોટો વિસ્ફોટ થશેઃ હાર્દિક પટેલ જનતાનો અવાજ દબાવશો તો મોટો વિસ્ફોટ થશેઃ હાર્દિક પટેલ

English summary
fight, don't fast said udhdhav thakeray to hardik patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X