For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાને લોકશાહી શાસનની વ્યાખ્યા બદલી : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

Narendra Modi
ભૂજ/કચ્છ, 21 સપ્ટેમ્બર : આજે ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છના ભૂજ ખાતે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી વિવેકાનંદ યુવા પરિષદના કાર્યક્રમમાં એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ બે જાહેરાત કરી હતી.

જાહેરાત

1. ગુજરાતનો કોઇ પણ યુવક કૌશલ્યવર્ધન કેન્દ્ર, આઇટીઆઇ, 10 કે 12 ધોરણ ભણ્યો હોય, એન્જિનિયર કે ડૉક્ટર બન્યો હોય તેને બેંકમાં લોન માટે બેંકમાં ગેરન્ટર માંગે છે. ગુજરાતના યુવાનોને વ્યાવસાયિક કામ લોન જોઇતી હશે તો ગુજરાત સરકાર ગેરન્ટર બનશે.

2. એપ્રેન્ટિસ તરીકે કામ કરતા યુવાનોને 1490 મળે છે. હવે ગુજરાત સરકાર દર મહિને બીજા 1500 રૂપિયા આપશે.

આ પ્રસંગે અડવાણીએ પોતાના ભાષણાં કોઇ પ્રકારની રાજકીય ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. પણ ગુજરાતને રામરાજ્ય ગણાવી ચૂંટણી સમયે ફરી એકવાર રામનો મુદ્દો ઉચ્ચાર્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદીએ અડવાણીનો આભાર માની વડાપ્રધાન પર સીધો પ્રહાર કરીને જણાવ્યું હતું કે મનમોહન સિંહે લોકશાહી સરકારની વ્યાખ્યા બદલીને ઓફ ધ ફોરેનર્સ, બાય ધ ફોરેનર્સ એન્ડ ઓફ ધ ફોરેનર્સ બનાવી દીધી છે.

ભૂજમાં પોતાના ભાષણમાં મોદીએ જણાવ્યું કે 'અબ્રાહમ લિંકને લોકશાહી સરકાર કેવી હોય તે અંગે જણાવ્યું હતું કે ગવર્નમેન્ટ ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ. પણ મનમોહન સિંહે નવી વ્યાખ્યા બનાવી છે કે ગવર્નમેન્ટ ઓફ ધ ફોરેનર્સ, બાય ધ ફોરેનર્સ એન્ડ ફોર ધ ફોરેનર્સ. કોંગ્રેસ પાર્ટી દિશા બદલો અને દશા બદલોની જાહેરાતો છાપા અને ટીવીમાં આપે છે. પણ કોંગ્રેસે આઝાદી બાદ સરદાર પટેલની દિશા પકડી હોત તો આજે ભારતની દશા અલગ હોત. ગુજરાતે સરદાર પટેલની દિશા પકડી છે.'

20 સપ્ટેમ્બર, 2012એ પ્રજાએ જબરદસ્ત બંધ પાળ્યો. કેટલાક દિવસ પહેલા આસામમાં બાંગ્લાદેશી લોકોએ ભારતના સાર્વભૌમત્વને પડકાર્યો. દેશના વડાપ્રધાન આસામના સાંસદ છે. દેશની સરકારે રાતોરાત રિટેલમાં એફડીઆઇને મંજૂરી આપી. હવે ચણા-મમરા, પેન-પેન્સિલ આપણા દેશના વેપારીઓ નહીં ગોરાઓ વેચશે. આપણા યુવાનોની રોજગારી છીવનાશે.

કોંગ્રેસની વેબસાઇટ પર જઇને 2004 અને 2009નો ચૂંટણી ઢંઢેરો વાંચજો. દરેક પરિવારના એક યુવાનને રોજગારી આપવાની વાત કરી હતી. 2009માં એક કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી. વાસ્તવમાં રોજગારી મળી જ નથી. જનતાને મૂર્ખ બનાવવામાં આવી છે.

ભારત સરકારનો એક રિપોર્ટ આવ્યો છે. જેમાં દેશભરમાં 72 ટકા રોજગારી ગુજરાતમાં આપવામાં આવી છે અને બાકીના 28 ટકામાં સમગ્ર ભારત આવે છે. કોંગ્રેસના મિત્રો દરરોજ મારા પર કિચડ ઉછાળે છે. કોંગ્રેસના મિત્રો ધ્યાનમાં રાખે કે જેટલું વધારે કિચડ મારા પર ઉછાળશો તેટલું કમળ વધારે ખીલશે.

યુવકોને સારી વ્યવસ્થા આપવાના વિચારમાંથી વિવેકાનંદ યુવા કેન્દ્રોની રચના કરવામાં આવી.
કેટલાક લોકોને તકલીફ થાય છે કે મોદી વિવેકાનંદને લઇને શા માટે નિકળ્યા છે. એમને વચ્ચે લાવવાની શી જરૂર હતી? તો કહો કોને લાવું? સરનામું આપો. જેને જે મહાન લાગે તેને લઇને તેઓ ચાલે છે.

દેશના નવજવાનો માટે સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ આક્રોશ ઉભો કરે તેવી છે. આઝાદી સમયે દેશની સ્થિતિ કેવી હતી. 60 વર્ષમાં તેમણે દેશને ચૂંથી કાઢ્યો છે. આટલા વર્ષોમાં સમાજ કેવો બદલાયો છે. અગાઉ સાયકલ ચોરી થતી હતી. પછી સમાજ સુધરતો ગયો તેમ તેમ સોના ચાંદીની ચોરી થતી. હવે તો લોકો કોલસા ચોરી જાય છે. દિલ્હીની સરકાર બે હજાર કરોડના કોલસા ચોરી ગઇ છે.

એલ કે અડવાણી એ જણાવ્યું કે કચ્છમાં વિવેકાનંદ પરિષદના નિર્માણ સમયે જિલ્લામાં આવવાનું આમંત્રણ અપાયું ત્યારે મને ખૂબ આનંદ થયો. હું નાનો હતો અને શાળા કોલેજમા અભ્યાસ કરતો હતો ત્યારે મહાપુરુષોનો પ્રભાવ મારા પર પડ્યો તેમાં ડૉ. કેશવ બલીરામ હેડગેવાર અને સ્વામી વિવેકાનંદનો સમાવેશ થાય છે.

હું આવ્યો નરેન્દ્ર મોદી સમર્પણ અને રાષ્ટ્રભક્તિના ભાવ સાથે કામ કરવામાં આવ્યા છે. જેમાં નૈતિકતા સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. ભારતને આદર્શવાદી દેશ કહેવામાં આવે છે. આથી જ અહીં સારા સુશાસનને રામરાજ્ય કહેવામાં આવે છે. ગુજરાતમાં રામરાજ્ય ચાલી રહ્યું છે. તે જોઇને આનંદ થાય છે.

English summary
Today Narendra Modi said, PM has cange defination of democretic government and make it government of the foreigners, by the foreigners, for the foreigners.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X