For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી માતાને મળવા પહોંચ્યા, 30 મિનિટ સાથે પસાર કરી

પીએમ મોદીએ અમદાવાદમાં એક સભાને સંબોધિત કર્યા પછી સાંજે રાયસેન ગામમાં પોતાની 90 વર્ષની માં હીરા બા સાથે સોમવારે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદીએ અમદાવાદમાં એક સભાને સંબોધિત કર્યા પછી સાંજે રાયસેન ગામમાં પોતાની 90 વર્ષની માં હીરા બા સાથે સોમવારે મુલાકાત કરી. હીરા બા પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે ગાંધીનગર નજીક આવેલા એક ગામમાં રહે છે. પીએમ મોદીએ પોતાની માતા અને બીજા સદસ્યો સાથે લગભગ 30 મિનિટ જેટલો સમય પસાર કર્યો. પોતાની માતા સાથે મુલાકાત કરતા પહેલા પીએમ મોદી રાયસેનને ફેમસ ધોલેશ્વર મહાદેવ મંદિરે ગયા અને શિવરાત્રીના અવસરે ત્યાં પૂજા અર્ચના કરી. આજે પીએમ મોદી ગુજરાતના બે કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ પણ વાંચો: પીએમ મોદી રાજકીય રેલીઓમાં પણ કરે છે ટેલીપ્રોમ્પ્ટરનો ઉપયોગ?

બે દિવસના પ્રવાસ

બે દિવસના પ્રવાસ

તેઓ અમદાવાદ અને જામનગરમાં આજે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર, અમદાવાદ અને જામનગરની મુલાકાત લેશે. પીએમ મોદી એ જામનગરથી પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. જામનગરમાં તેઓ 750 બેડ વાળા હોસ્પિટલ ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું અને પીજી હોસ્ટેલનું ઉદ્ઘાટન પણ કર્યું. ઉપરાંત જામનગરમાં તેઓ સૌની યોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું. ઉપરાંત તેઓ જામનગરથી બાન્દ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને લીલી ઝંડી આપી. બાદમાં પીએમ મોદી અમદાવાદના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું વસ્ત્રાલથી ઉદ્ઘાટન કર્યું. મેટ્રોનો વસ્ત્રાલવાળો રૂટ પ્રવાસીઓ માટે ખુલ્લો મુક્યો.

એર સ્ટ્રાઇક પર ઉઠી રહેલા સવાલો પર વિપક્ષને આડે હાથ

એર સ્ટ્રાઇક પર ઉઠી રહેલા સવાલો પર વિપક્ષને આડે હાથ

આ પહેલા સોમવારે તેમને અમદાવાદ મેટ્રોના પહેલા ફેઝનું ઉદ્ઘાટન કર્યું જામનગર અને અમદાવાદની જનસભાઓમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક પર ઉઠી રહેલા સવાલો પર વિપક્ષને આડે હાથ લીધા. મોદીએ જામનગરમાં કહ્યું કે કોંગ્રેસને ચૂંટણી પહેલા જ ખેડૂતોની યાદ આવે છે અને ખેડૂતોને મૂર્ખ બનાવવા માટે દેવામાફીની જાહેરાત કરે છે.

રાફેલ હોત તો વાત અલગ હોત

રાફેલ હોત તો વાત અલગ હોત

પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો રાફેલ પર સવાલ કરી રહ્યા છે પરંતુ જો ભારત પાસે રાફેલ હોત તો પરિણામ કંઈક અલગ જ હોત. એટલું જ નહીં પરંતુ એર સ્ટ્રાઇક પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આતંકના આકાઓ પણ સમજી ગયા છે કે અમે ઘરમાં ઘૂસીને મારીયે છે. આજે આખો દેશ સહમત છે કે આતંકનો ખાત્મો થવો જરૂરી છે.

ખેડૂતોને કોંગ્રેસ મૂર્ખ બનાવી રહી છે

ખેડૂતોને કોંગ્રેસ મૂર્ખ બનાવી રહી છે

મોદીએ કહ્યું કે હંમેશા ચૂંટણીના સમયે કોંગ્રેસને ખેડૂતોની યાદ આવે છે અને તેઓ તેમના વ્યાજમાફીની ઘોષણા કરે છે. આવી રીતે તેઓ તમામને બેવકૂફ બનાવે છે. હું જે કંઈપણ કામ કરું, તે સમજી-વિચારીને કરું છું, તેને ચૂંટણી સાથે જોડી દેવું ખોટું નથી. દરેક રાજ્યમાં 12 મહિને ચૂંટણી થતી રહે છે. ગુજરાતથી ગયા બાદ મારી ટીમે નિયત સમય પર બધાં કાર્ય પૂર્ણ કર્યાં છે.

English summary
PM Narendra Modi Meets His Mother During Gujarat Visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X