અમદાવાદ NID દારૂ મહેફિલ કેસમાં એક વિદેશી યુવતી પણ ઝડપાઇ

Subscribe to Oneindia News

અમદાવાદ: શુક્રવારે, મોડી રાત્રે પાલડી પોલીસે દારૂ પાર્ટી પર રેડ પાડી NID (નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાઇન) ના 29 વિદ્યાર્થીઓને પકડી પાડ્યા હતા. જેમાં 15 વિદ્યાર્થીઓ અને 14 વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે. ઝડપાયેલા વિદ્યાર્થીઓમાં એક વિદેશી યુવતીનો પણ સમાવેશ થાય છે. આ યુવતી મૂળ સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગની છે. ઉપરાંત પોલીસે મુદ્દામાલમાં દારૂની છ બોટલ પણ કબજે કરી છે. મળતી માહિતી મુજબ, પોલીસે ડિરેકટરને આ સમગ્ર મામલે જાણ કરી હતી. પરંતુ વિદ્યાર્થીઓ સામે કોઇ કાર્યવાહી ન કરાતા પોલીસે રેડ પાડી હતી.

NID liquor

ઉલ્લેખનીય છે કે, NIDમાં અન્ય રાજયો અને વિદેશના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે.હાલ પોલીસ આટલી મોટી સંખ્યામાં દારૂ કયાંથી આવ્યો તેની તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે જયારે NIDની બાજુમાં આવેલ વિદ્યાર્થીના રૂમ રેડ પાડી, પોલીસને જોઈને વિદ્યાર્થીઓ પહેલા તો ડદ્યાઈ ગયા હતા અને બાદમાં બાજુમાં પડેલા અખબારોથી મોઢુ છુપાવવા લાગ્યા હતા. ત્યારે પોલીસ હાલ આ કેસમાં તપાસ કરી રહી છે.

Read also: અમદાવાદઃ પોલીસે NIDના વિદ્યાર્થીઓને દારૂ પીતા ઝડપ્યા

NID liquor
English summary
Ahmedabad : Police raid at NID liquor party, one foreigner student also arrested.
Please Wait while comments are loading...