For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 4 જૂલાઇ: રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. અસહ્ય ઉકળાટ અને ગરમીના અનુભવ પછી નોંધપાત્ર વરસાદ વરસવાથી વાતાવરણમાં રાહત થઇને કૃષિકારોમાં આનંદનો માહોલ જોવા મળે છે.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડામાં ર૬૪ મી.મી. એટલે કે ૧૧ ઇંચ જેટલો, નર્મદા જિલ્લાના તિલકવાડામાં ૧૦૯ મી.મી., વડોદરા જિલ્લાના છોટાઉદેપુરમાં ૧૦૩ મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૪-૭-ર૦૧૩ના રોજ સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન પંચમહાલ જિલ્લાના સંતરામપુરમાં ૮પ મી.મી., મોરવાહડફમાં ૮૦ મી.મી., કડાણામાં ૭૪ મી.મી., દાહોદ જિલ્લાના ફતેપુરામાં ૮૭ મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસામાં ૭પ મી.મી., વડોદરા જિલ્લાના ડભોઇમાં ૭૩ મી.મી., કવાંટમાં ૭૬ મી.મી., તાપી જિલ્લાના નિઝરમાં ૮૧ મી.મી., સોનગઢમાં ૮૪ મી.મી. એટલે કે ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદ નોધાયો છે.

રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવમાં ૪૮ મી.મી., વડોદરા જિલ્લાના કરજણમાં ૬૨ મી.મી., નસવાડીમાં પ૦ મી.મી., સંખેડામાં ૬૭ મી.મી., વડોદરામાં ૪૬ મી.મી., જાંબુઘોડામાં ૪૩ મી.મી., દાહોદ જિલ્લાના દાહોદમાં ૬૭ મી.મી, નર્મદા જિલ્લાના નાંદોદમાં ૭૦ મી.મી., તાપી જિલ્લાના ઉચ્છલમાં પ૭ મી.મી., વ્યારામાં પ૦ મી.મી., વલસાડ જિલ્લાના કપરાડામાં ૪પ મી.મી. એટલે કે બે ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.

rain

જયારે હારીજમાં રપ મી.મી., ડીસા અને ધાનેરામાં ર૬ મી.મી., કડીમાં ૩૧ મી.મી., ઉંઝામાં ૩૮ મી.મી., વડનગરમાં ર૧ મી.મી., વિજાપુરમાં ૩૭ મી.મી., હિંમતનગરમાં રર મી.મી., તલોદમાં ર૧ મી.મી., ગાંધીનગરમાં ૩ર મી.મી., કલોલમાં ૩૪ મી.મી., અમદાવાદ સીટીમાં ર૪ મી.મી., સાણંદમાં ર૧ મી.મી., વિરમગામમાં ૩૦ મી.મી., આંકલાવમાં ૩૬ મી.મી., બોરસદમાં ૩૦ મી.મી. ખંભાતમાં ર૦ મી.મી., પેટલાદમાં ર૬ મી.મી. જેતપુર-પાવીમાં ૩ર મી.મી., પાદરામાં ૩૮ મી.મી., સાવલીમાં રર મી.મી., શિનોરમાં ર૯ મી.મી., વડોદરામાં ૪૬ મી.મી., વાઘોડિયામાં ર૪ મી.મી., ઘોઘંબામાં ૩૦ મી.મી., હાલોલમાં ર૪ મી.મી., જાંબુઘોડામાં ૪૩ મી.મી., દેવગઢબારીયામાં ૩પ મી.મી., ગરબાડામાં ર૬ મી.મી., લીમખેડામાં ૩ર મી.મી., અંકલેશ્વરમાં ર૭ મી.મી., ભરૂચમાં ૩૧ મી.મી., ઝઘડીયામાં રપ મી.મી., વાગરામાં ૩ર મી.મી., ડેડીયાપાડામાં ર૪ મી.મી., કામરેજમાં ર૮ મી.મી., માંડવી (સુરત)માં ૪૩ મી.મી., માંગરોળમાં ર૪ મી.મી., વાંસદામાં ર૦ મી.મી., કપરાડામાં ૪પ મી.મી. અને ડાંગમાં ૩૪ મી.મી. એટલે કે એક ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ૭ કરતાંય વધુ તાલુકાઓમાં અડધો ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યાના અહેવાલો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ ૧૭.ર૯ ટકા વરસાદ વરસ્યો છે. કુલ સરેરાશ વરસાદ ર૭.પ૦ ટકા જેટલો થવા જાય છે. જો કે રાજ્યના કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદ વરસ્યાના અહેવાલો નથી.

English summary
Rainfall in South-North and Madhya Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X