સાગર સુરક્ષા કવાયત શું છે અને કેમ જરૂરી છે જાણો અહીં.

Subscribe to Oneindia News

ગુજરાતના ૧૬૦૦ કિમીના દરિયામાં વર્ષમાં બે વાર સાગર સુરક્ષા કવાયતની મોકડ્રીલ યોજાય છે. દેશ અને રાજ્યની એજન્સીઓ સાગર સુરક્ષા કવાયતમાં જોડાઈ છે આજે વહેલી સવારથી સુરક્ષા એજન્સીઓ સમુદ્રમાં કવાયત શરુ કરી દીધી છે એજન્સીઓ દ્વારા દરિયામાં ફિશિંગ કકરતી બોટ અને અજાણ્યા શખ્સોની પુછપરછ કરવામાં આવશે. બીજી બાજુ દરિયા કાંઠા વિસ્તારની આસ - પાસ પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથધરવામાં આવી રહી છે સાગર સુરક્ષા કવાયતનું આખું મોનીટરીંગ ગાંધીનગર ખાતે આવેલા કોસ્ટ ગાર્ડના હેડક્વોટરથી કરવામાં આવી રહ્યું છે

coast guard

આજે વહેલી સવારથી અરબી સમુદ્ર અને દરિયા કાંઠાના વિસ્તારોમાં સાગર સુરક્ષા કવાયતનું પ્રારંભ થયું છે. જેમાં કોસ્ટ ગાર્ડ, નેવી, મરીન પોલીસ, પોલીસ, કસ્ટમ, સેન્ટ્રલ આઈબી સહીતની એજન્સીઓ કવાયતમાં જોડાઈ ગઈ છે ૨૫ એપ્રિલ સાંજ સુધી ચાલનારી કવાયતમાં ભીડભાળ અને મહત્વના દરિયા કાંઠા મંદિરોમાં મોકડ્રીલ યોજાશે. નોંધનીય છે કે પાકિસ્તાન દ્વારા અનેક વાર ભારતીય માછીમારોના અપહરણની ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે પોરબંદર જેવા સંવેદનશીલ દરિયાકાંઠે અનેક વાર સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવે છે. સાથે જ ચેકપોસ્ટ ખાતે પણ સઘન તપાસ કરવામાં આવશે.

English summary
Sagar Suraksha kavayat know the importance over here. Read here more.
Please Wait while comments are loading...