For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Schools Reopen in Gujarat: આ નિયમોનું સખ્તાઈથી પાલન કરાશે

Schools Reopen in Gujarat: આ નિયમોનું સખ્તાઈથી પાલન કરાશે

|
Google Oneindia Gujarati News

Schools Reopen in Gujarat: કોરોના મહામારીને પગલે છેલ્લા એક વર્ષથી સ્કૂલ-કોલેજો બંધ હતી, અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પણ અંધારામાં ધકેલાઈ ગયાં હતાં. હવે ગુજરાત સરકારે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી શાળાઓ ખોલી મૂકી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આજથી સ્કૂલો ખુલી ગઈ છે. વિદ્યાર્થીઓને નિયમિત રૂપે અભ્યાસ ખંડમાં જવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે કોવિડ-19 નિયમોનું સખ્તાઈથી પાલન કરવું પડશે.

Schools Reopen in Gujarat

Recommended Video

મહેસાણામાં કોરોના ગાઈડલાઈન અનુસાર આજથી શાળાઓ શરૂ

આ વિશે જાણકારી આપતાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે, "સરકાર દ્વારા જાહેર એસઓપીનું પાલન કરતાં આખા ગુજરાતમાં ફરીથી સ્કૂલો ખુલી ગઈ છે. ધોરણ 10 અને 12માના વિદ્યાર્થીઓ કક્ષામાં હાજર રહેશે. બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક પહેરવું અને સેનિટાઈઝ કરવું ફરજીયાત છે. સ્કૂલોમાં કોવિડ પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું છે કે નહિ તેની તપાસ માટે 10-15 ટીમને સ્કૂલોમાં મોકલવામાં આવશે."

અગાઉ બુધવારે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ ઘોષણા કરી હતી કે સોમવારથી કોવિડ-19 દિશાનિર્દેશોનું સંપૂર્ણ પાલન કરતાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરીથી ખોલી મૂકવામાં આવશે. જો કે પ્રાથમિક શાળાઓ ક્યારે ખુલશે તેને લઈ હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે કોવિડ 19ના કારણે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ સ્કૂલો અને કોલેજો ફરીથી ખોલવા પર વિદ્યાર્થીઓ વચ્ચે ઘણો ઉત્સાહ હતો. સ્નાતક અને અનુસ્નાતકના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજ ખોલવા ઉપરાંત અમે આગામી બોર્ડ પરીક્ષાઓને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે તમામ સ્કૂલો ખોલવાનો ફેસલો લીધો છે.

ગુજરાત બન્યુ રોડ સેફ્ટી ઑથોરિટીની રચના કરનાર બીજુ રાજ્યગુજરાત બન્યુ રોડ સેફ્ટી ઑથોરિટીની રચના કરનાર બીજુ રાજ્ય

English summary
Schools Reopen in Gujarat: These rules will be strictly followed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X