For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌહરાબ કેસઃ નવ આરોપીને મુંબઇ મોકલાયા

By Super
|
Google Oneindia Gujarati News

vanzara
અમદાવાદ, 22 નવેમ્બર: સૌહરાબુદ્દિન શૈખ ફેક એન્કાઉન્ટર કેસના નવ આરોપીઓને કડક સુરક્ષા વચ્ચે અમદાવાદથી મુંબઇ મોકલવામાં આવ્યા છે. તેમને 23 નવેમ્બરે ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પહેલા મુંબઇની ખાસ સીબીઆઇ કોર્ટ દ્વારા આદેશ આપવામા આવ્યો હતો કે ઉક્ત નવ આરોપીઓને મહારાષ્ટ્રની જેલમાં મોકલવામાં આવે.

જે નવ આરોપીઓને મુંબઇની જેલમાં મોકલવામા આવ્યા છે તેમા, સસ્પેન્ડેડ આઇપીએસ ઓફિસર ડીજી વણઝારા, રાજકુમાર પાન્ડિયન અને દિનેશ એમ એન પણ છે. સુપ્રીમો કોર્ટ દ્વારા સૌહરાબુદ્દિન કેસને મહારાષ્ટ્રમાં શિફ્ટ કરવામાં આવે તેવા આદેશ આપ્યો હતો, જેના અનુંસધાને હવે કડક સુરક્ષા સાથે ઉક્ત આરોપીઓને પણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે.

આ કેસના અન્ય બે આરોપીઓ અભય ચુડાસમા અને એન કે અમિને તેમના સ્વાસ્થ્યનો મુદ્દો ઉપાડ્યો છે જો કે, સૂત્રોના કહેવા પ્રમાણે એ બન્નેને પણ ઉક્ત આરોપીઓની સાથે જ રજૂ કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી અભય ચુડાસમા નડિયાદની જેલમાં અને અમિન વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે.

જેલ વ્યવસ્થાપકો દ્વારા આરોપીએને કડક સુરક્ષા પુરી પાડવા માટે 52 સભ્યોની ટીમ નિયુક્ત કરી હતી. ડીસીબી મયકસિંહ ચાવડાના નેતૃત્વ હેઠળની ટીમમાં એસીપી, ચાર પોલીસ ઇન્સપેક્ટર, છ પોલીસ સબ ઇન્સપેક્ટર, 20 'ચેતક' બ્લેક કેટ કમાન્ડો, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચના 20 પોલીસ કોન્સેટબલ હતા. વણઝારા અને પાન્ડિયનને અલગ વાહનમાં લઇ જવામાં આવ્યા હતા.

'વણઝારાને ઝેડ પ્લસ કેટેગરીની સિક્યોરિટી આપવામાં આવી છે અને તેથી તેની સુરક્ષા સબબ તેને અલગ વાહનમાં લઇ જવામાં આવ્યા છે. ગુજરાતમાં સૌહરાબુદ્દિન કેસમાં યોગ્ય રીતે ન્યાય નહીં મળી શકવાની સીબીઆઇ દ્વારા રજૂ કરવામાં અપીલ બાદ 27 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ કેસને મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરવામાં આવે.

English summary
Nine accused in the Sohrabuddin Sheikh fake encounter case, who were lodged in a city jail, were today sent to Mumbai under heavy security for their production before the special court there on November 23. Later, they all will be sent to a jail in Maharashtra, as per the decision of the special CBI court in Mumbai, before which they will be produced.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X