For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'2002 રમખાણ' ના કેટલાક મહત્વના પુરાવા નષ્ટ કરાયાં !

By Staff
|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 3 નવેમ્બર: 2002ના કોમી રમખાણો સાથે જોડાયેલા કેટલાક મહત્વના પુરાવા નષ્ટ કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકારના ગુપ્તચર વિભાગના એડિશનલ ડીજીપીએ 18 ઑક્ટોબરના રોજ નાણાવટીને મોકલેલા જવાબમાં આ વાત કહી હતી. આ પહેલાં કમીશને ગુજરાત હાઇકોર્ટે આદેશ બાદ સરકારને નોટીસ આપી હતી.

ગુજરાત સરકારના તમામ દસ્તાવેજ આયોગ સમસક્ષ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. સસ્પેંડેડ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટે આયોગ પાસે આ દસ્તાવેજ જોવા માટે માંગ્યા હતા. આયોગે સંજીવ ભટ્ટની અરજી નામંજૂર કરી હતી. ત્યાર બાદ સંજીવ ભટ્ટે તેમની માંગણી લઇને હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટે સરકારને કહ્યું હતું કે સંજીવ ભટ્ટને તમામ દસ્તાવેજ બતાવવામાં આવે.

પરંતુ ગુપ્ત વિભાગના ડીજીપીએ નાણાવટી આયોગને પત્ર લખીને સ્પષ્ટ કરી દિધું છે કે કેટલાક મહત્વના દસ્તાવેજ જે સંજીવ ભટ્ટ જોવા માંગતા હતા તે રૂટીન કોર્સમાં નષ્ટ કરવામાં આવ્યાં છે. આ દસ્તાવેજ સરકારના રેકોર્ડમાં પણ ઉપલબ્ધ નથી. માટે તે આયોગ સમક્ષ રજૂ કરી શકાય તેમ નથી. આના જવાબમાં પંચે સરકારને સોગદંનામું દાખલ કરવા જણાવ્યું હતું.

સોગદંનામું દાખલ કરવા માટે રાજ્ય સરકારે 6 નવેમ્બર સુધીનો સમય માંગ્યો છે. આ મુદ્દે આગામી સુનાવણી 7 નવેમ્બરે યોજાશે. સરકાર તરફથી કમીશનને કહેવામાં આવ્યું છે કે જે દસ્તાવેજ 'જી' કેટેગરીમાં આવે છે તેવા દસ્તાવેજને એક વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવતા નથી. ગત વર્ષે જ સરકાર તરફના વકીલે મીડીયાને જણાવ્યું હતું કે સંજીવ ભટ્ટ જે દસ્તાવેજ માંગી રહ્યાં છે તે નષ્ટ થઇ ગયા છે. જો કે તેમના વકીલના આ નિવેદન બાદ સરકાર તાત્કાલીક હરકતમાં આવી ગઇ હતી અને દાવો કર્યો હતો કે તેમના વકિલને સમજવામાં ભૂલ થઇ છે કારણ કે તમામ દસ્તાવેજ હાજર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાને લઇને સોગંધનામું રજૂ કરવા માટે સંજીવ ભટ્ટે સરકારી દસ્તાવેજ માંગ્યા હતા. સરકાર તરફથી તેમને દસ્તાવેજ પુરા પાડવાનો વિશ્વાસ આપવામાં આવ્યો પરંતુ જ્યારે આપવાનો વારો આવ્યો તો સરકારે કેટલાક દસ્તાવેજ ગુપ્ત બતાવીને આપવાની ના પાડી દિધી તો કેટલાક દસ્તાવેજ નષ્ટ થઇ ગયા છે. માંગવામાં આવેલા 47 દસ્તાવેજોમાંથી 16 જ રજૂ કરવામાં આવ્યાં છે. પોલીસ મૅન્યુઅલ 1975 ચેપ્ટર એનો હવાલો આપીને વિરોધ કરાયો.

English summary
The Gujarat government has admitted before Justice GT Nanavati Commission that some documents related to 2002 post-Godhra riots were destroyed by it 'in routine course'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X