For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : સુરતમાં વરરાજાના આગમન માટે બનેલી ક્રેન તૂટતા દોડધામ

લગ્નમાં આજ કાલ ક્રેન સાથે સ્ટાઇલીશ એન્ટ્રી લેનાર લોકો સુરતનો આ વીડિયો પહેલા એક વાર જોઇ લે પછી વિચારીને આવા જોખમી પગલા ભરે. જુઓ આ વીડિયો અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

આજકાલ લગ્નો ભવ્યાતિભવ્ય થતા જાય છે અને લોકો લગ્નને વધારે ભવ્ય બનાવવા માટે અવનવા ગતકડા કરતા અટકાતા નથી. અને આજકાલ ક્રેનથી વરરાજા અને નવવધૂની એન્ટ્રી પાડવાનો નવો ટેન્ડ ચાલુ થયો છે. જોકે આ ટ્રેન્ડ ખતરનાક પણ નીવડી રહ્યો છે. આ પહેલા પણ અનેક વાર ક્રેન તૂટી પડવાના કારણે સુખનો અવસર દુખમાં પરિણામ્યો છે. ત્યારે આવું જ કંઇક સુરતમાં પણ જોવા મળ્યું હતું. સુરતના વેસુ વિસ્તારમાં એક પરિવારે લગ્ન પ્રસંગે સંગીત સંધ્યા રાખી હતી તે દરમિયાન ક્રેન વડે એન્ટ્રીનું રિહર્સલ ચાલી રહ્યુ હતુ. અને એક વ્યક્તિ ક્રેન પર લટકેલો હતો. જો કે અનાયસે તે જ સમયે ક્રેન તૂટી પડી હતી અને તે વ્યક્તિ નીચે પડ્યો હતો.

Marriage

જેકો તેણે સેફ્ટી બેલ્ટ બાંધેલા હોવાથી તે તુરંત ઉભો થઈ ગયો હતો તેને ખ્યાલ આવી ગયો હતો કે ક્રેન વચ્ચેના ભાગેથી તૂટી પડી છે. ઉલ્લેખનીય છે કે બીજી તરફ ક્રેન ધડાકા સાથે પડતા બે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જે બાદ આ ઘટનાનો વીડિયો પણ ઘણો વાઇરલ થયો છે. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. અને વર કન્યા આવ્યા નહોતા તેથી તેમના માથેથી પણ ઘાત ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. વધુમાં ક્રેન બહાર ના ભાગે પડી હતી. જો પાર્ટી પ્લોટમા પડી હોત તો આ ઘટનામાં જાનહાની થવાન શક્યતા હતી. ત્યારે ફેશન અને ટ્રેન્ડના નામે લગ્નમાં આવા સ્ટંટ કરવા કેટલા જરૂરી છે તે સવાલ આ વીડિયોએ ઊભો કર્યો છે. ત્યારે સોશ્યસ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો તમે પણ જુઓ અહીં.

English summary
Surat : crane collapsed before the arrival of bride groom. See here this viral video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X