For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત અગ્નિકાંડ: ધરણા કરવા પહોંચેલા હાર્દિક પટેલની અટક

સુરતમાં હાલમાં જ થરસાણામાં આવેલ તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલ ગોઝારી આગે 21 લોકોના જીવ ભરખી લીધા.

|
Google Oneindia Gujarati News

સુરતમાં હાલમાં જ થરસાણામાં આવેલ તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલ ગોઝારી આગે 21 લોકોના જીવ ભરખી લીધા. 20 લોકોના મોત આગને કારણે થયાં જ્યારે એક વિદ્યાર્થીનું મોત બીજા માળેથી કુદવાના કારણે થયું હતું. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સુરત મેયરના રાજીનામાની માંગ કરતા સરકાર પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલે નગર નિગમ પરિસર પાસે ધરણા પર બેસવાનું એલાન કર્યું, પરંતુ તેમને મંજૂરી ના મળી. તેમ છતાં હાર્દિક પટેલ ત્યાં પહોંચી ગયા, તો પોલીસે તેને પકડી લીધા.

આ પણ વાંચો: ચેરની જગ્યાએ કોચિંગ સેન્ટરમાં ટાયર પર બેસાડતા હતા એટલે ઝડપથી ભડકી આગ

કારની નીચે પણ નહીં ઉતરી શક્યા હાર્દિક, પોલીસે પકડી લીધો

કારની નીચે પણ નહીં ઉતરી શક્યા હાર્દિક, પોલીસે પકડી લીધો

હાર્દિક પટેલની અટકાયત કર્યા પછી ગુજરાત કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કરવા લાગી છે. હાર્દિકને ધરણા પર બેસતા પહેલા જ પકડી લેવામાં આવ્યો હતો. તેઓ કારથી ઉતર્યા પણ ના હતા કે પોલીસે તેમની કાર અટકાવી દીધી. આ મામલે હાર્દિક પટેલે કહ્યું કે ભાજપ સરકાર આરોપીઓની મદદ કરી રહી છે. ભાજપાએ આવા દુઃખના સમયે પણ જીતનો જશ્ન મનાવ્યો.

ટવિટ કરીને કહ્યું હતું કે અનશન શરુ કરીશ

ટવિટ કરીને કહ્યું હતું કે અનશન શરુ કરીશ

હાર્દિક પટેલે ટવિટ કરીને સુરત મેયરનું રાજીનામુ અને અવૈધ બિલ્ડીંગ બનાવવાની મંજૂરી આપનાર અધિકારી અને સમયસર ઘટનાસ્થળે નહીં પહોંચનાર ફાયર બ્રિગેડ અધિકારીઓ પર કેસ કરવાની માંગ કરી છે. એટલું જ નહીં પરંતુ 12 કલાકમાં માંગ પુરી નહીં થવા પર અનશન કરવાની ચેતવણી પણ આપી હતી.

હાર્દિક પટેલને ફરી થપ્પડ મારવાનો પ્રયાસ

હાર્દિક પટેલને ફરી થપ્પડ મારવાનો પ્રયાસ

કાલે સુરતમાં હાર્દિક પટેલને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ હોસ્પિટલ પહોંચીને ઘાયલ વિધાર્થીઓની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તે વિધાર્થીઓને હાર્દિક પટેલને ઘટના અંગે જાણકારી આપી. લોકોને મળવા ગયેલા હાર્દિક પટેલને થપ્પડ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસકર્મીઓએ તેમને બચાવી લીધા હતા.

English summary
Surat fire tragedy: Hardik patel held by police before hunger strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X