સરનામું પૂછવાના બહાને નરાધમે સગીરા પર ગુજાર્યો બળાત્કાર

Subscribe to Oneindia News

સુરતમાં વરાછાના હીરાબાગ વિસ્તારમાં રહેતી બાળકીને એક અજાણ્યો વ્યક્તિ સરનામું પૂછવાના બહાને પોતાની સાથે ફ્લેટમાં લઇ ગયો હતો, જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપી બાળકીને જે જગ્યાએ લઇ ગયો હતો ત્યાં CCTV કેમેરા હતા. પોલીસે CCTV ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

rape

મળતી માહિતી મુજબ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને ધોરણ 8માં અભ્યાસ કરતી બાળકીને એક નરાધમે સરનામું પૂછવાના બહાને શિકાર બનાવી હતી. બાળકી ઘર પાસે રમતી હતી, તે દરમિયાન અજાણ્યા યુવકે બાળકીને સરનામું પૂછયું હતું. તે પછી બાળકીને પોતાની સાથે નજીકમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક ફલેટમાં લઇ ગયો હતો, જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ફ્લેટમાં રિવોનેશનનું કામ ચાલતું હોવાથી ફ્લેટ ખાલી હતો. વરાછા પોલીસે ફરિયાદ નોંધી CCTV ફૂટેજના આધારે નરાધમને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

English summary
Surat : minor girl was raped by a stranger.Read here more.
Please Wait while comments are loading...