સુરેન્દ્રનગરની જિલ્લા કક્ષાની નવરાત્રી સ્પર્ધામાં ભાગ લો, આ રીતે

Subscribe to Oneindia News

સુરેન્‍દ્રનગરઃ ગુજરાત સરકારના કમિશ્‍નરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તેમજ જિલ્‍લા રમત-ગમત અધિકારીની કચેરી, સુરેન્‍દ્રનગર દ્વારા આયોજીત આગામી જિલ્‍લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્‍પર્ધા-૨૦૧૭માં ભાગ લેવા ઇચ્છતા કલાગૃપોને જણાવાયું છે કે, આગામી દિવસોમાં નવરાત્રી આવી રહી હોય, અમદાવાદ ખાતે યોજાતા વાયબ્રન્‍ટ નવરાત્રી મહોત્‍સવમાં જિલ્‍લાના શ્રેષ્‍ઠ ત્રણ રાસ, પ્રાચિન ગરબા અને અર્વાચિન ગરબાના ગૃપોને તક મળતી હોય છે.

ગરબા

જે અન્‍વયે પ્રથમ જિલ્‍લાકક્ષાએ આ ત્રણ ઈવેન્‍ટની જિલ્‍લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્‍પર્ધા યોજવાની થાય છે. જે અન્‍વયે આ ત્રણ ઈવેન્‍ટમાં ભાગ લેવા માગતા કલા ગૃપોએ તા.૧૦/૯/૨૦૧૭ સુધીમાં સાદા કાગળમાં અરજી કરી જિલ્‍લા રમત-ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્‍દ્રનગર ખાતે પહોચાડવાની રહેશે . જિલ્‍લામાં વિજેતા જાહેર થયેલ ત્રણેય કેટેગરીમાંથી પ્રથમ નંબરના વિજેતા ગૃપોએ આગામી નવરાત્રી દરમ્‍યાન અમદાવાદ ખાતે યોજાનાર રાજયકક્ષાના વાયબ્રન્‍ટ નવરાત્રી મહોત્‍સવમાં ભાગ લેવા જવાનું રહેશે. તેવુ, જિલ્‍લા રમત-ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

English summary
Surendranagar District Level Navaratri Ras-Garba Competition -2017

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.