For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''શાકભાજી વેચીને કરોડપતિ બન્યા MBAના વિદ્યાર્થી''

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kaushalendra-kumar
અમદાવાદ, 20 માર્ચ: આ સાંભળવામાં વિચિત્ર લાગશે કે દેશની ટોચની મેનેજમેન્ટ સંસ્થાના બે એમબીએના ડિગ્રીધારકો આજની તારીખે પણ શાકભાજી વેચી રહ્યાં છે. પરંતુ જ્યારે તેમની કમાણી વિશે જાણશો તો આંખો ચાર થઇ જશે. શાકભાજી વેચાનાર એક યુવાનની એક દિવસની કમાણી એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે.

દેશની ટોચની મેનેજમેન્ટ સંસ્થા આઇઆઇએમ અમદાવાદમાંથી 2007માં એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરનાર કૌશલેન્દ્ર કુમારે નોકરી કરવાના બદલે પોતાનો ધંધો શરૂ કરવાનો નિર્ણય કર્યો અને એક નવા પ્રકારનો ધંધો શરૂ કર્યો એટલે કે શાકભાજી વેચવાનો. આઇએમએમ અમદાવાદના ટોપર ને બિહારના કૌશલેન્દ્ર તેની બ્રાંડનું ના,અ છે 'સમૃદ્ધિ' એમબીએ શાકભાજીવાળો છે જે એક મોટી કંપનીમાં ફેરવાઇ ગઇ છે. આ કંપનીએ સાથે છ હજારથી વધુ ખેડૂત પરિવારોની જીંદગી જોડાયેલી છે. તેમજ લગભગ 300 લોકો આ કંપનીમાં નોકરી કરે છે. કૌશલેન્દ્ર કુમાર ઉપરાંત આ સંસ્થામાંથી એમબીએ કરનાર નિર્મલ કુમારે પણ કૃષિ ક્ષેત્રમાં કિસ્મત અજમાવવાનો નિર્ણય કર્યો.

કૌશલેન્દ્રએ ગ્રાહકોના સંતોષ અને સમયસર માલ પહોંચડાવાના મુદ્દે પ્રોફેશનલ અભિગમ વેચાણની એક નવી ચેનલ ખોલવાનો નિર્ણય કર્યો. તેમને કહ્યું હતું કે 'અમારું આગામી લક્ષ્ય શાકભાજી ઉગાડનાર ખેડૂતો માટે એક એવું પ્લેટફોર્મ સ્થાપિત કરવાનો છે જેનાથી બજારના બદલતા સ્વરૂપ રિટેલમાં એફડીઆઇ વગેરેનો સામનો કરતાં માપતોલ કરવામાં સક્ષમ બની શકે. કૌશલેન્દ્રએ પટનામાં એક સ્કૂલ પાછળ નાની દુકાન શરૂ કરી શાકભાજી વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. કૌશલેન્દ્ર બિહારમાં તે યુવા અને શિક્ષિત લોકોની સામાજિક વિચારસણી બદલવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

અમદાવાદના નિર્મલ કુમાર ટૂંક સમયમાં શાકભાજી વેચવા માટે ઓનલાઇન વેંચર ખોલવાના છે. આ વેંચર અમદાવાદના લોકોને ઓનલાઇન માધ્યમથી ખેતરમાંથી તાજી શાકભાજી ખરીદવાનો ઓપ્શન આપશે જેનાથી ખેડૂતોઅને ગ્રાહકોને કર્બ ઇન્ફ્લેશન (નિયંત્રણ લગાવી મોંઘવારી)નો સામનો કરવો નહી પડે. નિર્મલ કહે છે કે ખેડૂતોને આજની તારીખે પણ સારા ભાવ મળતા નથી તો ગ્રાહકો શાકભાજીની વ્યાજબી કિંમત કરતાં 300-900 ગુણી વધારે કિંમત ચુકવવી પડે છે. હું આશા રાખુ છું કે મિડલમેનની ભૂમિકા ખતમ થઇ જતાં શાકભાજી અને ફળના ભાવ સસ્તા થઇ શકે છે. સાથે જ દરરોજ ઉપયોગ લેવામાં આવનારી વસ્તુઓની કિંમતમાં ઘટાડો કરી મોંઘવારીને ઓછી કરી શકાશે.

English summary
IIM graduates selling vegetables! It may sound bizarre but it is true. If you know about their earning, you will be greatly surprised as one of them is earning in crores.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X