અમદાવાદના કાંકરિયામાં ભેખડ ધસી પડતા 2 ની હાલત ગંભીર

Subscribe to Oneindia News

અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં નિર્માણાધીન ઍપાર્ટમેંટની ભેખડ ધસી પડતા 3 વ્યક્તિઓ ભેખડ નીચે દટાઇ ગયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં 2 ની હાલત ગંભીર છે અને એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ થવા પામી છે.

ahmedabad

બનાવની વિગત એવી છે કે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં કિડ્સસિટી પાસે આવેલ રાધેકૃષ્ણ નામના નિર્માણાધીન ઍપાર્ટમેંટમાં વહેલી સવારે ભેખડ ધસી પડતા ત્યાં કામ કરતા મજૂરો પૈકી 3 મજૂરો ભેખડ નીચે દટાઇ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલા આસપાસના રહીશોએ 2 વ્યક્તિને ભેખડ નીચેથી બહાર કાઢી લીધા હતા જ્યારે એક વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.

ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા 2 ની હાલત ગંભીર જણાઇ છે જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ થવા પામી છે.પોલિસે ઘટના સ્થળે પહોંચી ભેખડ ધસી પડવા માટે કયા કારણો જવાબદાર છે તે અંગે તપાસ શરુ કરી છે.

English summary
under construction apartment collapse in kankaria, 3 injured, 2 serious
Please Wait while comments are loading...