
જાણો તમારા ઉમેદવારને: ભાવનગર પૂર્વથી ભાજપના વિભાવરીબેન દવે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભાવનગર પૂર્વની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે વિભાવરીબેન દવેની પસંદગી કરવામાં આવી છે. તો વિભાવરીબેન દવે વિષે થોડુ જાણીએ. વિભાવરીબેનનો જન્મ 9 જાન્યુઆરી 1959ના રોજ લિલિયામાં થયો હતો. તેમની પતિનું નામ વિજયભાઈ દવે છે. તેમણે બી.કોમ. અને અલગ- અલગ ડિપ્લોમાં કોર્સ કર્યા છે.
વર્ષ 2007માં વિભાવરીબેને પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. આ ઉપરાંત તેઓ ગુજરાતના પહેલા મહિલા મેયર પણ હતા. તેઓ ભાવનગરના બે વખત મેયર રહી ચૂક્યા છે. myneta.in પરથી મળતી માહિતી અનુસાર તેમને એક પુત્ર છે. તેમનો મુખ્ય વ્યવસાય સમાજસેવાનો છે. તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો.