રૂપાણીની સરકારમાં 8 કેબિનેટને 10 રાજ્યકક્ષાના પ્રધાનોના શપથ

Posted By:
Subscribe to Oneindia News

22 વર્ષ સત્તામાં રહ્યા પછી ફરી એક વાર ભાજપ, ગુજરાતમાં તેની સરકાર બનાવવા જઇ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ફરી એક ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે જ નીતિન પટેલ અને અન્ય મંત્રીમંડળના નેતાઓ શપથ ગ્રહણ કરશે. આ માટે ગાંધીનગર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 11 વાગે યોજાનાર આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત અન્ય રાજ્યના મુખ્યમંત્રી અને સાધુસંતો પણ હાજર રહેશે. ભાજપે કાર્યક્રમને ભવ્ય કરવા માટે પૂરતી તૈયારીઓ કરી છે. વળી ચાંપતો સુરક્ષા બંદોવસ્ત પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ શપથ ગ્રહણ કાર્યક્રમની તમામ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અમે તમને આ અંગે જાણકારી આપતા રહીશું અહીં...

Gujarat MLA

12: 25 PM : કેબિનેટ મંત્રી આર.સી ફળદુ ભુપેન્દ્રસિંહ ચુડાસમા કૌશિક પટેલ સૌરભ પટેલ ગણપતસિંહ વસાવા જયેશ રાદડીયા દિલીપ ઠાકોર ઇશ્વરભાઇ પરમાર પ્રદિપસિંહ જાડેજા.

12: 30 PM : રાજ્યકક્ષાના મંત્રીઓ પરબતભાઇ પટેલ પરષોત્તમભાઇ સોલંકી બચુભાઇ ખાબડ જયદ્રથસિંહ પરમાર ઇશ્વરસિંહ પટેલ વાસણભાઇ આહીર વિભાવરીબહેન દવે રમણ પાટકર કિશોર કાનાણી

12: 05 PM : રાજયપાલ કોહલીએ ગણપત વસાવા, જયેશ રાદડીયા, દિલીપભાઇ ઠાકોર, ઇશ્વરભાઇ પરમાર, પ્રદીપસિંહ, જયદ્રથસિંહ પરમાર, બચુભાઇ ખાબડને લેવડાવ્યા શપથ

BJP

12: 00 PM : 9 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના પ્રધાનો આ શપથ વિધિમાં ગ્રહણ કરશે શપથ. આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા,કૌશિષ પટેલ, સૌરભ પટેલ લીધા શપથ.

11: 44 PM : નાયબ મુખ્યમંત્રી તરીકે નીતીન પટેલ લીધી શપથ વિધિ.

11: 40 PM : 61 વર્ષની ઉંમર રાજકોટ પશ્ચિમથી જીતેલી વિજય રૂપાણીએ, ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીની હાજરીમાં ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

11 : 35 PM  રાજ્યપાલ ઓ.પી.કોહલી પહોંચ્યા, શપથ વિધિ શરૂ

11 : 30 PM ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદિત્યનાથ, રાજસ્થાન સીએમ વસુંધરા રાજે, છત્તીસગઢ સીએમ રામ સિંહે વિજય રૂપાણીના શપથ કાર્યક્રમમાં આપી હાજરી. ગુજરાતના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદીએ રૂપાણીના શપથ કાર્યક્રમમાં કરી મુલાકાત. શંકરસિંહ વાઘેલા પણ રહ્યા આ કાર્યક્રમમાં હાજર.

ગાંધીનગર ખાતે શપથવિધિ કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ શપથ સમારોહ સ્થળે પહોંચ્યા છે. વધુમાં આનંદીબેન પટેલ સમેત અન્ય રાજ્યોનો મુખ્યમંત્રી, સાધુ સંતો પણ કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા છે. નીતિન પટેલ અને વિજય રૂપાણીએ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડેથી શુભેચ્છાઓ લીધી હતી. અને સાધુ સંતોના આશીર્વાદ લઇને મંચ પર પહોંચ્યા હતા. નોંધનીય છે કે કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા સમેત યોગી આદિત્યનાથ, વસુંધર રાજે સમેત તમામ લોકો હાલ આ કાર્યક્રમમાં હાજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેશુભાઇ સાથે મુલાકાત અહીં લીધી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા પછી ભાજપના વિજય રૂપાણી સમેત મંત્રીમંડળ આજે શપથ વિધિ કરશે. નોંધનીય છે કે આ શપથ વિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર હાજરી આપવા માટે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતાા. અહીં અમદાવાદના રસ્તા પર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો પીએમ મોદી પણ ગાડીની બહાર ઊભા રહીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

વિજય રૂપાણી કર્યા દર્શન

શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલા વિજય રૂપાણીએ તેમની પત્ની સાથે ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે દર્શન કર્યા હતા. અને ત્યાંથી તે શપથ વિધિ કાર્યક્રમ માટે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે આજે વિજય રૂપાણી ફરી એકવાર ગુજરાતમા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

Vijay rupani

કેશુબાપાના આશીર્વાદ

આ ઉપરાંત વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી બનનાર નીતિન પટેલે ગુજરાતના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને પણ મુલાકાત લઇને શપથ વિધિ પહેલા તેમના આશીર્વાદ લીધા હતા. નોંધનીય છે કે વિજય રૂપાણી ચૂંટણીમાં નામાંકન ભરવા ગયા હતા. તે પહેલા પણ તે કેશુભાઇને મળ્યા હતા.

Keshubhai patel
English summary
Vijay Rupani oath ceremony as Gujarat chief minister, PM Modi, CMs of NDA-ruled states attends.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.