For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આદર્શ' કૌભાંડમાં 3 પૂર્વ મુખ્યમંત્રીઓને ક્લીન ચિટ!

|
Google Oneindia Gujarati News

adarsh scam
મુંબઇ, 1 ઑગસ્ટ : મુંબઇના જાણીતા આદર્શ કૌભાંડનો તપાસ રિપોર્ટ આવી ગયો છે. જે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરવામાં આવી શકે છે. કમિશનના આ રિપોર્ટમાં એવું કહેવાયું છે કે ઘોટાળાના આરોપી ત્રણ પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ, સુશીલ કુમાર શિંદે અને અશોક ચૌહાણને ક્લીન ચિટ મળી ગઇ છે.

રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે લોકો જ આ આખા કૌભાંડના દોષી છે. તપાસ અહેવાલમાં એવું સામે આવ્યું છે કે સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓ જયરાજ પાઠક અને પ્રદીપ વ્યાસને કાનૂન અને કાનૂનની ખામિયો અંગે પૂરેપૂરી જાણકારી હતી. આઇબીએનસેવનના હવાલાથી મળતી માહિતી અનુસાર કમિશનના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે આદર્શની જમીન કારગિલના શહીદો માટે અનામત ન્હોતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર તેમાં સીઆઇજેડ એક્ટનો પણ ભંગ કરવામાં આવ્યો છે. કમિશનના અહેવાલમાં સામે આવ્યું છે કે સોસાયટીના સભ્યોની લાયકાતમાં પણ ગોલમાલ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર દેશમુખ, શિંદે અને ચૌહાણ અનુસાર કેટલીક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે પરંતુ તેમાં કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

જ્યારે વિપક્ષી નેતા નાના પટેલનું કહેવું છે કે સરકારના મનમાં પાપ છે, માટે તે સત્રના અંતમાં આ અહેવાલને રજુ કરી રહી છે. સરકારના મંત્રી અને નેતાઓ પણ આમાં સામેલ છે. જેના કારણે રિપોર્ટને છેલ્લે ટેબલ કરવામાં આવી રહ્યો છે. પટેલનું કહેવું છે કે આદર્શ ઘોટાળામાં સરકાર પોતે જ સામેલ છે. આવામાં સરકારે બચવું હોય તો અશોક ચૌહાણને ક્લીન ચિટ આપવી જ પડશે.

English summary
Adarsh report to be tabled this session, 3 former CM may get clean chit: source
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X