500 અને 1000 નોટો આરબીઆઇમાં જમા કરવાનો આજે છેલ્લો દિવસ!

Subscribe to Oneindia News

તમારી પાસે જો કોઇ જૂની 500 કે 1000 રૂપિયાની નોટ હોય તો તમારે પાસે અનાથી છુટકારો મેળવવાની આજે છેલ્લી તક છે. તમે આ નોટોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માં જમા કરાવી શકો છો. નોંધનીય છે કે 31 માર્ચ પછી 10 થી વધુ સંખ્યામાં આ નોટોને રાખવાનું ગેરકાયદેસર ગણવામાં આવશે .જો તમારા પાસે આ સીમા કરતા વધારે નોટો હશે તો તમારે દંડ ચૂકવવો પડશે. જે દંડ કદાચ 10 હજાર રૂપિયા પણ હોઇ શકે છે. સંસદમાં દ્વારા આ ચલણી નોટો માટે 2017માં એક કાયદો પણ પસાર કર્યો છે.

demonestisation

Read also : 

આજે જૂની ચલણી નોટો જમા કરાવવાનો છેલ્લો દિવસ હોવાના કારણે સવારથી જ ભોપલ અને કોલકત્તાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કચેરીઓની બહાર લોકો લાંબી લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા. ત્યારે જૂની ચલણી નોટો અંગે જાણો આ છ મહત્વની વાત....

  • ડિસેમ્બર 2016માં જેઓ લોકો વિદેશમાં હતા અને નોટો જમા કે બદલી નથી કરાવી શક્યા તેઓ 31મી માર્ચ સુધી ચલણી નોટોને બદલી કે જમા કરાવી શકશે. વધુમાં એનઆરઆઇ લોકો ચલણી નોટોને 30 જૂન સુધી જ જમા કરવી શકશે.
  • વધુમાં જ્યારે તમે નોટ ડિપોઝિટ કરવા જશો ત્યારે તમારે ત્યાંના સંબંધિત શર્તોને પૂર્ણ કરવાનુ રહેશે, અને જો તમામ માહિતી બરાબર હશે ત્યારે જ તમારી ચલણી નોટોને kyc સાથે જોડાયેલા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
  • જોકે ચલણી નોંટો બદલાવા ભારતીયો નાગરિક માટે કોઇ મર્યાદા નક્કી કરી નથી. પણ જો એનઆરઆઇ લોકો માટો ફેમાના નિયમ અનુસાર 25 હજાર રૂપિયા જ એક્સચેન્જ કરી શકશે. 
  • જૂની ચલણી નોટો બદલવાની સેવા આરબીઆઇના મુંબઇ, દિલ્હી, કોલકાતા,ચેન્નાઇ અને નાગપુર ઓફિસમાં છે.
  • એવા ભારતીય લોકો જે નેપાળ, ભૂતાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જેવા દેશમાં રહે છે, તેઓ આ સુવિધાનો ઉપયોગ નથી કરી શકે.
  • જો તમારી નોટ જમા કરવાનો દાવો આરબીઆઇ રદ્દ કરે તો તમે સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ રિઝર્વ બેંકમાં આ અંગે 14 દિવસની અંદર ફરિયાદ કરી શકો છો.
English summary
31st march last days for depositing old currency.Read here more.
Please Wait while comments are loading...