For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર ખાડામાં પડી જતા 5 લોકોના મોત, બે ઘાયલ

મઉ જીલ્લામાં શનિવારની મોડી રાત્રે એક કાર ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ : મઉ જીલ્લામાં શનિવારની મોડી રાત્રે એક કાર ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે ઘાયલોને સારવાર અર્થે ખસેડીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

આ અકસ્માત દોહરીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારથી સાત કિમી દૂર સોનબારસા નજીક થયો હતો. કાર ચાલક મહેશને ઉંઘનું ઝોકુ આવી જતા રોડની સાઈડમાં ખાડામાં ફસાઈ જતાં કાર પલટી ગઈ હતી. કારમાં સવાર લોકોની ચીસો સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને અકસ્માતની જાણ કરી હતી.

car fell down into pit

માહિતી મળતા જ પોલીસ અને SP સુશીલ કુમાર ઘુલે પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ખાડાના પાણીમાં પલટી ગયેલી કારમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ મમતા, તાનિયા, દિવ્યાંશ, મયંક અને માહીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઘાયલ મહેશ અને તેની પુત્રવધૂ દીપિકાને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અહીં પોલીસે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા હતા.

આ ઘટનાની માહિતી મળતા ADMના હરિ સિંહ રવિવારની સવારે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની પૂછપરછ કરી હતી. મૃતક ઘટના સમયે મધુવનમાં તેમના સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે, અને ઘાયલોની સારવાર માટે સૂચના પણ આપી છે.

ઈસ્ટર્ન પેરિફેરલ પર પાર્ક કરેલી ટ્રક સાથે બસ અથડાઈ, એક મહિલાનું મોત

નોઇડા : ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક બસ રવિવારની સવારે રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ખરાબ ટ્રેક સાથે અથડાઇ હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 19થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. આ બસ પંજાબના મુસાફરો સાથે બિહારના મુઝફ્ફરપુર જઈ રહી હતી. દાદરી કોતવાલી વિસ્તારના નાઈ બસ્તી અને બીલ અકબરપુર ગામ વચ્ચે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક ટ્રક ખરાબ રીતે ઉભી હતી. તે સમયે બસ ટ્રકમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે બસ અને ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

car fell down into pit
English summary
A car driver lost control and fell into a ditch late Saturday night in Mau district. Five people, including four children, were killed in the accident. Two people were seriously injured in the accident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X