જાણો મોદી અને ઓબામાની વિક્ટરી સ્પિચમાં પાંચ સમાનતાઓ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 મે: વર્ષ 2002ના અમેરિકાની ચૂંટણી અને વર્ષ 2014માં સંપન્ન થયેલી ચૂંટણીમાં શું સમાનતા છે, બંનેમાં જ વિજેતાઓએ જનતાની વચ્ચે જઇને તેમનો આભાર માન્યો હતો.

બરાક ઓબામા અને નરેન્દ્ર મોદી, બંનેએ જીત્યા બાદ વોટર્સની વચ્ચે પહોંચીને એક જનસાભામાં ઓબામાએ અમેરિકાના વોટર્સને ધન્યવાદ કહ્યું.

નરેન્દ્ર મોદી માટે શુક્રવારે મળેલી જીત ઘણા અર્થમાં ખાસ છે. બીજી બાજું જ્યાં ત્રણ દાયકાઓ બાદ દેશમાં કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે તો બીજી બાજું 150 વર્ષ જુની કોંગ્રેસ પાર્ટી પર ચૂંટણીની સાથે જ પોતાનું અસ્તિત્વ બચાવવાનું સંકટ પેદા થઇ ગયું છે.

2012માં જ્યારે બરાક ઓબામાએ રેકોર્ડ જીત નોંધાવી હતી તો તેમણે શિકાગોની જનસભામાં સૌથી પહેલા જનતાની વચ્ચે જઇને માથું ઝુકાવીને થેંક્યૂ કહ્યું હતું. એવી જ રીતે જ્યારે નરેન્દ્ર મોદી વડોદરામાં જનતાની વચ્ચે પહોંચ્યા તો તેમણે હાથ જોડીને વોટર્સ અને જનતાનો આભાર માન્યો.

બરાક ઓબામાએ જનતાને વચન આપ્યું હતું કે આ જીત બાદ તેઓ અમેરિકાને સારુ બનાવવા અને દરેક અમેરિકનના જીવન સ્તરને ઉંચું લાવવા માટેનું કામ કરશે. નરેન્દ્ર મોદીએ પણ જીતની સાથે જ જનતાને વચન આપ્યું, કે 'અચ્છે દિન આને વાલે હે..'

આવો આપને જણાવીએ કે 2012ના અમેરિકન ચૂંટણી બાદ ઓબામાની વિક્ટરી સ્પીચ અને 2014 બાદ મોદીની વિક્ટરી સ્પીચમાં એવી કઇ-કઇ વાત છે જે ખાસ છે.

ઓબામા અને મોદીની વિક્ટરી સ્પીચ વચ્ચે સામ્યતા...

ઓબામાએ કહ્યું હતું કે સારા દિવસો આવશે

ઓબામાએ કહ્યું હતું કે સારા દિવસો આવશે

વર્ષ 2012માં બરાક ઓબામા, યૂનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માટે અત્યારે સર્વોત્તમ આવવાનું બાકી છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'અચ્છે દિન આને વાલે હે..'

બંનેએ જીતનો શ્રેય દેશને આપ્યો

બંનેએ જીતનો શ્રેય દેશને આપ્યો

નરેન્દ્ર મોદીએ પણ વડોદરાની જનતાએ તેમને આપેલા પ્રેમ અને વિશાળ જીત માટે થેંક્યું કહ્યું. મોદીએ જણાવ્યું કે વોટર્સના કારણે જ તેમને અને તેમની પાર્ટીને આટલી મોટી જીત હાસલ થઇ શકી છે. બરાક ઓબામાએ જણાવ્યું હતું કે તેઓ દરેક અમેરિકનોનો આભાર માને છે જેમણે આ ચૂંટણીમાં ભાગ લીધો હતો. ઓબામાએ જણાવ્યું હતું કે આ જીત આપના કારણે જ હાસલ થઇ શકી છે.

બંનેએ વિપક્ષીઓનો ઉલ્લેખ કર્યો

બંનેએ વિપક્ષીઓનો ઉલ્લેખ કર્યો

બરાક ઓબામાએ પોતાની વિક્ટરી સ્પિચમાં પોતાના વિપક્ષી મિટ રોમનીનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું હતું કે મિટ રોમનીની સાથે બેસીને અમેરિકાના વિકાસ માટે જે પણ યોજનાઓ બનાવવામાં આવશે તેને બનાવીને કામ કરીશું. નરેન્દ્ર મોદીએ પણ શુક્રવારે જણાવ્યું કે તેમને આશા છે કે તમામ પાર્ટીઓ અને નેતાઓનો સહયોગ આ દેશના વિકાસ માટે મળશે. મોદીએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ સૌની સાથે મળીને આ દેશના વિકાસ માટે કામ કરશે.

બંનેને સૌના સહયોગની આશા

બંનેને સૌના સહયોગની આશા

મોદી અને ઓબામા બંને પોતાની સ્પિચ દ્વારા લોકોને જણાવ્યું હતું કે ચૂંટણીનો માર્ગ ખૂબ જ કઠીન છે હતી પરંતુ વોટર્સના પ્રેમ અને પોતિકાપણાના કારણે તેઓ બંને અહીં પહોંચ્યા છે. મોદી અને ઓબામા બંનેએ જનતાને જણાવ્યું કે જજનતાના સહયોગ વગર તેઓ અહીં સુધી ના પહોંચી શકતા.

બંનેએ માની પડકારની વાત

બંનેએ માની પડકારની વાત

નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા બંનેએ પોતાની વિક્ટ્રી સ્પીચમાં માન્યું કે દેશમાં ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે અને તેને તેમાંથી બહાર લાવવા માટે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે.

English summary
Election Eesults 2014 five similar points between Narendra Modi and Barack Obama's victory speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X