For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસ્લિમ ડ્રાઈવર હોવાને કારણે કેન્સલ કરી કેબ, ઓલાએ આપ્યો જવાબ

વિશ્વ હિન્દૂ પરિષદના એક વ્યક્તિએ કેબ પ્રોવાઇડર કંપની ઓલાની કેબ એટલા માટે કેન્સલ કરી કારણકે કેબ ચલાવનાર ડ્રાઈવર મુસલમાન હતો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

વિશ્વ હિન્દૂ પરિષદના એક વ્યક્તિએ કેબ પ્રોવાઇડર કંપની ઓલાની કેબ એટલા માટે કેન્સલ કરી કારણકે કેબ ચલાવનાર ડ્રાઈવર મુસલમાન હતો. આ બાબતની જાણકારી તે વ્યક્તિએ કેબ કેન્સલ કરવાનો સ્ક્રીન શોટ ટ્વિટર પર પોસ્ટ કરીને આપી. આ વ્યક્તિ લખનવનો રહેનાર છે. આ વ્યક્તિનું નામ અભિષેક મિશ્રા છે. અભિષેકે ટ્વિટર હેન્ડલ પર કેબ ડ્રાઈવર ડીટેલ સ્ક્રીન શોટ સાથે લખ્યું કે "ઓલા કેબ બુકિંગ કેન્સલ કરી દીધી કારણકે ડ્રાઈવર મુસલમાન છે, હું મારા પૈસા જેહાદી લોકોને નથી આપવા માંગતો".

ઘણા કેબિનેટ મંત્રીઓ તેને ફોલો કરે છે

ઘણા કેબિનેટ મંત્રીઓ તેને ફોલો કરે છે

અભિષેક મિશ્રા પોતાને ટ્વિટર પર હિન્દુત્વ થીન્કર અને વીએચપી સોશ્યિલ મીડિયા એડવાઈઝર તરીકે ઓળખાવે છે. અભિષેકનું ટ્વિટર હેન્ડલ પણ વેરીફાય છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમન અને પેટ્રોલિયમ નેચરલ ગેસ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન સહીત ઘણા મંત્રીઓ સોશ્યિલ મીડિયા પર તેને ફોલો કરે છે. પોતાની આલોચના થતી જોઈને અભિષેકે વધુ એક ટવિટ કરીને દાવો કર્યો કે કેટલાક લોકો કેબ પાછળ હનુમાનનું રોદ્ર રૂપ જોઈને બુકિંગ કેન્સલ કરી શકે છે તો મેં કઈ પણ ખોટું કર્યું નથી.

શશી થરુરે કરી આલોચના

અભિષેકે પોતાનો બચાવ કરતા વધુ એક ટવિટ કરી કે તેની પાસે પસંદગી કરવાનો અધિકાર છે. તેને આગળ કહ્યું કે લોકો જયારે હિન્દૂ દેવી દેવતા વિરુદ્ધ કેમ્પેઇન ચલાવી શકે છે તો તેમને પણ જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. અભિષેકના ટવિટ પર કોંગ્રેસ નેતા શશી થરુરે લખ્યું કે મને એવું ભારત યાદ છે જ્યાં આવા વ્યક્તિને પ્રોત્સાહન આપવાને બદલે તેનો બહિષ્કાર કરી દેવામાં આવતો હતો. આપણે ફરી ભારતીયતા લાવવાની જરૂર છે.

ઓલાએ આપ્યો શાનદાર જવાબ

અભિષેકના ટવિટના જવાબમાં ઓલાએ લખ્યું કે "અમારા દેશ મુજબ ઓલા પણ એક સેક્યુલર પ્લેટફોર્મ છે અને અમે અમારા ડ્રાઈવર, પાર્ટનર અને કસ્ટમર માં જાતિ, ધર્મ અને લિંગના આધારે કોઈ જ ભેદભાવ કરતા નથી. અમે અમારા દરેક કસ્ટમર અને ડ્રાઈવર પાર્ટનર ને આગ્રહ કરીએ છે કે તેઓ એકબીજા નું સમ્માન કરે".

English summary
A man cancelled cab because driver was muslim ola gave perfect reply.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X