આપ પાર્ટી, ‘આઇટમ ગર્લ્સ ઓફ પોલિટિક્સ’: ચેતન ભગત

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ બેસ્ટ સેલિંગ ઓથર ચેતન ભગતે દિલ્હીમાં ધરણા પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટી પર વેધક પ્રહાર કર્યો છે. દિલ્હીમાં જે રાજકીય ચહેરો જોવા મળ્યો તેને જોઇને તેમણે ‘આપ'ને ‘આઇટમ ગર્લ્સ ઓફ પોલિટિક્સ' કહીંને સંબોધી છે.

chetan-bhagat
ભગતે દિલ્હીના મુખ્યમંત્રી અને તેમના કેબિનેટ મંત્રીઓ દ્વારા જે બે દિવસ ધરણા પ્રદર્શન કર્યા તેને એક શરમનજક ઘટના ગણાવી છે. તેઓ અવાર નવાર આ પ્રકારના કાર્યક્રમનો સહારો લે છે. ચેતન ભગતે એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મારી નજરમાં આપ પાર્ટી ઘણી નીચે ઉતરી ગઇ છે. તેઓ તેમની આ વિચિત્ર હરકતના કારણે નીચે ઉતરી ગયા છે. તેમને તેમની આ હકરતોથી વધુ કોઇ લાભ થવાનો નથી.

લેખકે કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા ધરણા પ્રદર્શનના કારણે બે પોલીસ અધિકારીઓને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. પરંતુ પાર્ટીએ જે કર્યું તેના કારણે પોલીસ ફોર્સ ડિમોરલાઇઝ થઇ છે અને વ્યાપાર જગતના લોકો તણાવમાં આવી ગયા છે. તેઓ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવા માટે આતુર છે. તેઓ ત્વરિત ધ્યાન ખેંચવા માગે છે. જેવી રીતે બૉલીવુડમાં થાય છે, જ્યારે અભિનેત્રી તેમાં સફળ નથી થતી, ત્યારે તે આઇટમ ગર્લ્સ બની જાય છે. આમ આદમી પાર્ટી પણ ભારતીય રાજકારણમાં આઇટમ ગર્લ્સ બની ગઇ છે અને આઇટમ ગર્લ્સ લાંબો સમય સુધી ચાલતી નથી.

English summary
Best-selling author Chetan Bhagat, an ardent supporter of AAP, today lashed out at the new political outfit for the dharna in Delhi by calling it an "item girl of politics".

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.