For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ એક દુર્ઘટના: નિર્માણાધિન સબમરીનમાં વિસ્ફોટ, 1નું મોત

|
Google Oneindia Gujarati News

વિશાખાપટ્ટનમ, 8 માર્ચ: એકવાર ફરીથી નૌકાદળની અંદર વધુ એક દુર્ઘટના સર્જાઇ છે. શનિવારે રાત્રે પૂર્વ નૌકાદળ કમાન(ઇએનસી)ના જહાજ નિર્માણ કેન્દ્રમાં એક નિર્માણાધિન પરમાણુ સબમરીનમાં વિસ્ફોટ થઇ ગયો જેમાં એક અસૈન્ય અધિકારીનું મોત થઇ ગયું છે. જે સમાચાર મળી રહ્યા છે તે અનુસાર આ દુર્ઘટના ટેસ્ટિંગ દરમિયાન સર્જાઇ હતી. આ ઘટનામાં બે લોકોના ઘાયલ થવાના સમાચાર છે, કહેવામાં આવે છે કે તે બંનેની હાલત પણ ગંભીર છે.

ડીઆરડીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના ત્યારે થઇ જ્યારે જહાજ નિર્માણ કેન્દ્રના ભવન-5માં અરિહંત શ્રેણીની સબમરીનના હાઇડ્રોલિક ટેંકનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન ટેન્કનું ઢાંકણું સૈન્ય કર્મી પર પડી ગયું અને તેનું મોત થઇ ગયું. સૈન્ય કર્મીનું નામ અમર હતું અને તેની ઉંમર માત્ર 24 વર્ષની હતી. જ્યારે ઘાયલોના નામ અમઝદ ખાન અને વિષ્ણુ છે જેમને શહેરના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન પ્રમુખ અવિનાશ ચંદરે ઘટનાસ્થળની તપાસ માટેના આદેશ આપી દીધા છે.

ins
અત્રે નોંધનીય છે કે સતત ત્રીજીવાર નૌકાદળમાં આવી દુર્ઘટના સર્જાઇ છે. બે દિવસ પહેલા સૈન્યકર્મીના મોતના સમચાર આવ્યા હતા તો દસ દિવસ પહેલા યુદ્ધ આઇએનએસ સિંધુરત્ન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારબાદ પૂર્વ નૌકાદળ પ્રમુખ એડમિરલ ડી. કે. જોશીએ ઘટનાઓની નૈતિક જવાબદારી લઇને રાજીનામું આપી દીધું હતું.

Did You Know: ભારતીય નૌકાદળ દિવસના ઇતિહાસ 1971ના ઐતિહાસિક ભારત-પાકિસ્તાન યુદ્ધથી જોડાયેલ છે, જેમાં ભારતે પાકિસ્તાન પર ન માત્ર વિજય મેળવ્યો પરંતુ પૂર્વ પાકિસ્તાનને આઝાદ કરાવીને સ્વતંત્ર રાષ્ટ્ર 'બાંગ્લાદેશ'નો દર્જો અપાવ્યો હતો. ભારતીય નૌકાદળ પોતાની આ કામગીરીને યાદ કરીને દરવર્ષે 4 ડિસેમ્બરના રોજ નૌસેના દિવસ મનાવે છે.

English summary
In yet another accident involving the Navy, one civilian worker was killed and two were injured in an accident at the under-construction nuclear submarine at the shipbuilding centre of Eastern Naval Command (ENC) in Visakhapatnam on Saturday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X