મોદીને અભિનંદન પાઠવતી વખતે રડી પડ્યા અડવાણી

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 મેઃ સંસદીય દળની બેઠકમાં દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ભાવુક થઇ ગયા હતા. જે તેમની આંખોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું. જ્યારે તેઓ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાં આસું ઝળકી આવ્યા હતા. આ તકે તેમણે મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને પાર્ટીને પૂર્ણ બહુમતિ સાથે વિજયી બનાવવા બદલ આભાર માન્યો હતો.

advani-modi-emotional
સંસદીય દળની બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, કેટલાક પ્રસંગ આપણા જીવનમાં હંમેસા જીવનભર યાદ રહી જાય છે. આજનો પ્રસંગ મારા માટે તેમાનો એક છે. જેમ નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરીએ કહ્યું કે, તેઓ પહેલીવાર આ કક્ષમાં આવ્યા છે, તેમના માટે આ પ્રસંગ યાદગાર છે. નરેન્દ્ર મોદીના માધ્યમથી જે પરિણામ આવ્યા છે, તેના ફળ સ્વરૂપે આપણે અહી છીએ. તેમની કૃપાના કારણે આ ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યુ છે. ભારતે જાન્યુઆરી 1950માં સંવિધાનને સ્વિકાર્યો, પરંતુ આ સંસદ ભવન 1927માં બનાવવામાં આવ્યું હતું.

જ્યારે આ સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે મારો જન્મ થયો હતો. હું 20 વર્ષ સુધી અંગ્રેજોના શાસનમાં રહ્યો. 47માં દેશ આઝાદ થયો. એક નબળાઇ મારા સ્વભાવમાં રહી છે, તેનો ઉત્તર મળી શક્યો નથી. ઘણા જ ભાવનાત્મક લોકો હોય છે, તેમની કોઇ ટીકા કરે કે વખાણ કરે તો તેમની આંખમા આસું આવી જાય છે. 47થી લઇને અત્યારસુધીમાં એવા ઘણા પ્રસંગો આવ્યા ત્યારે આંખોમાં આસું આવી ગયા હતા. જ્યારે 47માં દેશ આઝાદ થયો, ઇમરજન્સીમાં હુ અને અટલજી જેલમાં ગયા ત્યારે મારી આંખોમાં આસું આવી ગયા હતા અને આજના પ્રસંગે પણ મારી આંખમાં આસુ આવી ગયા છે.

આજે જ્યારે નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતી વખતે આંખોમાં આસું આવી ગયા. આ ઘટના મને યાદ અપાવે છે, જે પાર્ટી થકી દેશની સેવા કરવા મળી, તેમના જીવનમાં પણ આ એક ઐતિહાસિક પ્રસંગ છે. અમને આ પ્રસંગમાંથી પસાર થવાનો અવસર આપ્યો છે, તે બદલ હું તેમને અભિનંદન પાઠવ્યું છે.

English summary
When I met and welcomed Narendra Modi today, I had tears in my eyes, says Advani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X