સર્જિકલ સ્ટ્રાઇક પછી બન્ને દેશોની રણનિતી શું છે જાણો અહીં..

Subscribe to Oneindia News

નોંધનીય છે કે સર્જિકલ સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ તણાવપૂર્ણ થયા છે. ત્યારે પીઓકેમાં ભારત દ્વારા કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇક પછી બન્ને દેશોની રણનીતિમાં કેટલાક મહત્વના બદલાવો આવ્યા છે. નોંધનીય છે કે સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાને વારંવાર સીઝફાયર ઉલ્લંઘન કરી રહ્યું છે.

જાણો કેમ આતંકીઓની નાપાક નજર ગુજરાતના મંદિરો પર છે?

આજે પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનુ ઉલ્લંઘન સતત વધી રહ્યુ છે. આજે જમ્મૂ-કાશ્મીરના પુંછ સ્થિત કેજી સેક્ટરમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામનુ ફરીથી ઉલ્લંઘન કર્યુ હતું. એટલું જ નહીં આતંકવાદીઓએ જમ્મૂ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં પોલિસ પોસ્ટ પર ફાયરિંગ કર્યુ હતુ. આ ફાયરિંગમાં એક જવાન ઘાયલ થઇ ગયો છે. અને એક જવાન શહીદ થઇ ગયો છે. વધુમાં એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો છે. જેમાં હાલ આ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.

નોંધનીય છે કે સર્જિકલ સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાન બન્નેએ પોત-પોતાની સીમાનું સુરક્ષા વધારી છે. સીમા પર તનાવને જોતા બન્ને દેશોએ તેમની સીમાઓની આસપાસના વિસ્તારને ખાલી કરાવ્યો છે. ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાને કેવી રણનીતિ અપનાવી છે તે અંગે વધુ જાણો અહીં....

પાકિસ્તાનનો સઘન બંદોવસ્ત

પાકિસ્તાનનો સઘન બંદોવસ્ત

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સીમા પર સેનાની હલચલ વધી ગઇ છે અને સીમા ક્ષેત્રમાં રહેતા નાગરિકોને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે. આની જાણકારી ઇંટેલીજંસ બ્યૂરોના અહેવાલથી મળી છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન આવુ એટલા માટે કરી રહ્યુ છે કારણકે ભારતીય સેનાએ પણ એલઓસી પર બંદોબસ્ત સઘન કરી દીધો છે.

ભારતીય સેનાની તૈયારીઓ

ભારતીય સેનાની તૈયારીઓ

નોંધનીય છે કે જે દિવસથી સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાત થઇ હતી તે દિવસથી ભારતે પરિસ્થિતિઓને જોતા પોતાની સ્થિતિ મજબૂત કરી દીધી છે. સાથે સાથે ભારતીય સેનાએ જમ્મૂ અને પંજાબના સીમાવર્તી વિસ્તારોમાંથી નાગરિકોનુ સ્થળાંતર કરાવી દીધુ છે.

જાણકારોનો શું મત છે?

જાણકારોનો શું મત છે?

એક વરિષ્ઠ ઇંટેલીજંસ અધિકારીએ ટાઇમ્સ ઑફ ઇંડિયાને જણાવ્યું કે સીમાપાર પાકિસ્તાની સેના દ્વારા જવાનોનો બંદોબસ્ત સઘન કરવા પાછળનું કારણ શું છે તે હાલમાં જણાવવુ મુશ્કેલ છે, પરંતુ સર્જીકલ સ્ટ્રાઇક જેવી બાબતોથી પોતાને બચાવવાની એક રીત હોય લાગે છે.

પાકિસ્તાન ડરી ગયું છે!

પાકિસ્તાન ડરી ગયું છે!

એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે પાકિસ્તાન ભારતીય સેના દ્વારા કરાયેલ સર્જીકલ સ્ટ્રાઇકથી ગભરાઇ ગયુ છે અને તેને ડર છે કે હજુ પણ ભારતીય સેના જમ્મૂની આસપાસના સીમાપાર ક્ષેત્રોમાં ચાલી રહેલ આતંક્વાદી છાવણીઓ પર સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે છે.

આવનારા દિવસોમાં ઘૂસણખોરી થશે જ!

આવનારા દિવસોમાં ઘૂસણખોરી થશે જ!

નોંધનીય છે કે આવનારા દિવસોમાં ભારતીય સેનાએ એલઓસી પર જેહાદી હિલચાલથી સતર્ક રહેવાનુ છે. આવનારા દિવસોમાં ફરીથી ઘૂસણખોરી થવાની સંભાવના છે જેનાથી સતર્ક રહેવાની જરુર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સર્જીકલ સ્ટ્રાઇક બાદ એલઓસી પર લૉંચ પેડમાં રહેતા આતંકવાદીઓને દૂર કરવામાં આવ્યા છે. આશરે 100 જેટલા આતંકવાદીઓને સીમા પાસેથી હટાવાયાની સૂચના છે.

આતંકી બેઝ ખાલી કરાયા

આતંકી બેઝ ખાલી કરાયા

આ ઉપરાંત સુરક્ષા એજંસીઓને વધુ એક વાત જાણવા મળી છે કે પાકિસ્તાન પીઓકેમાં ચાલી રહેલા લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પોને આર્મી બેઝ પાસે મોકલી રહ્યુ છે.

રાજનાથ સિંહનું નિવેદન

રાજનાથ સિંહનું નિવેદન

નોંધનીય છે કે સીમાની ઘૂસણખોરીને રોકવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહે ભારત-પાકિસ્તાન સીમા 2018 સુધી સીલ કરવાનો નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશ પર કોઇ પણ પ્રકારની આંચ આવવા નહિ દઇએ. વધુમાં તેમણે આંતરરાષ્ટ્રીય સીમાવર્તી રાજસ્થાન, પંજાબ, જમ્મૂ-કાશ્મીર અને ગુજરાતમાં હાલના સુરક્ષા પ્રબંધોની સમીક્ષા કરી હતી.

English summary
After Surgical strike both India and Pakistan use this strategy to save their Loc.
Please Wait while comments are loading...