For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજીત પવારના ઉપવાસ વિપક્ષ પર બેઅસર

|
Google Oneindia Gujarati News

ajit-pawar
મુંબઇ, 14 એપ્રિલ : ઉપવાસ પર બેઠા બાદ અજીત પવારે જણાવ્યું કે "આ ઉપવાસ લોકપ્રિયતા મેળવવા માટે નથી. મને વાસ્તવમાં તેનો પસ્તાવો છે. હું સ્વીકારું છું કે દરેક રાજનેતાઓએ જવાબદારીપૂર્વક બોલવું જોઇએ."

બીજી તરફ ભાજપ તથા શિવસેનાએ તેને પવાર દ્વારા પોતાના ધૃણાસ્પદ અને અશિષ્ટ વ્યવહારને છૂપાવવા માટે કરવામાં આવેલો ઉપાય ગણાવવામાં આવ્યું છે. શિવસેનાના પ્રવક્તા નીલમ ગોરહેએ જણાવ્યું કે તેમના શબ્દો રાજ્ય પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને સમજદારીની ઉણપને દર્શાવે છે. તેમણે ચોક્કસપણે રાજીનામુ આપી દેવું જોઇએ.

ભાજપના એક પ્રવક્તાએ જણાવ્યું કે આ પણ તેમના પાગલપણાની એક નિશાની છે. તેઓ જનતાને અનેક રીતે નારાજ કરતા રહેશે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ જણાવ્યું કે હવે પસ્તાવો કરવાથી કશું જ નહીં થાય. કારણ કે તેમના નિવેદને રાજ્યની ગરિમાને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

ખેડૂતો માટે કામ કરનારી સંસ્થા વિદર્ભ જન આંદોલન સમિતીએ પણ અજીત પવારના ઉપવાસને ઢોંગ તરીકે ગણાવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે પણ શનિવારે પોતાના ભત્રીજા શરદ પવાપના નિવેદનની ટીકા કરી હતી અને જણાવ્યું કે તેમની ભાષા અત્યંત અનુચિત છે.

ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પૂનામાં એક જાહેર સભામાં સંબોધતા સમયે તેમણે કહ્યું હતું કે "જો બંધોમાં પાણી નથી તો શું હું તેને મૂત્રત્યાગ કરીને ભરું?" અજીતના આ નિવેદને મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. વિપક્ષે તેમને મંત્રાલયમાંથી દૂર કરવાની વાત કરી હતી. જો કે પાછળથી અજીતે પોતાના નિવેદન અંગે માફી માંગી હતી.

English summary
Ajit Pawar's fast fails to impress opposition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X