For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઢેરાના આરોપોને રાજકીય રંગ, ભાજપની તપાસની માંગ

By Super
|
Google Oneindia Gujarati News

robert vadra
નવીદિલ્હી, 06 ઑક્ટોબરઃ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર સામાજિક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભુષણ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોએ રાજકીય હવા પકડી લીધી છે. ડીએલએફ દ્વારા વ્યાજ વગરની લોન અને સસ્તાભાવે જમીન આપવામાં આવી હોવાનો આક્ષેપ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેને કોંગ્રેસ દ્વારા પાયાવહોણું ગણાવ્યું હતું. જ્યારે ભાજપ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે તેવી માગણી કરી છે.

એક પત્રકાર પરિષદમાં કેજરીવાલ અને ભુષણે વાઢેરા પર આરોપો લગાવ્યા હતા કે, 2007થી 2010 દરમિયાન તેમણે કરોડો રૂપિયાની જમીન ખરીદી છે. ડીલીએફ દ્વારા 65 કરોડની લોન કોઇપણ જાતના વ્યાજ વગર આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ વાડ્રા અને તેમના માતા દ્વારા સંપત્તિ 50 લાખ દર્શાવવામાં આવી હોવા છતા પણ લોન આપવામાં આવી હતી. પ્રિયંકા ગાંધી સાથે લગ્ન કરનાર 43 વર્ષિય વાડ્રા હાલ શહેરમાં નથી. તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે હાલ તેમના દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવમાં આવી નથી.

કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું છે કે, આ એક બેજવાબદાર અને પાયાવિહોણા આરોપો છે. "ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી નજીક આવી છે એટલે આ સામાજિક કાર્યકર્તાઓના સમૂહ પોતાને એક રાજકીય પક્ષ તરીકે રજૂ કરી રહ્યાં છે, જો કે, તેઓ ભાજપની બીજી ટીમથી વિશેષ કહીં નથી. " તેમ તેમણે પત્રકારોને જણાવ્યું છે.

ડીએલએફના પ્રવક્તાએ કહ્યું છે કે વાઢેરા સાથેનો વ્યવસાયિક સંબંધ એકદમ પારદર્શક છે અને તેનું ઉચ્ચકક્ષાની નીતિઓ સાથે સચાલન થયું છે.

English summary
An allegation by civil society activists Arvind Kejriwal and Prashant Bhushan that Congress president Sonia Gandhi's son-in-law Robert Vadra had been hugely favoured by realty major DLF today triggered a political storm with the Congress dubbing it as "baseless and utterly irresponsible" while BJP demanded a probe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X