અમિતાભ બોલ્યા, આ સમય દેશ માટે જીવ આપનારી સેના સાથે ખડેપગે રહેવાનો

Subscribe to Oneindia News

શત્રુઘ્ન સિન્હા દ્વારા અમિતાભ બચ્ચનું નામ આગામી રાષ્ટ્રપતિપદ માટે લેવાયા બાદ અમિતાભ બચ્ચને પોતાના 74માં જન્મદિવસે પત્રકારો સાથે વાત કરતા આજે જવાબ આપ્યો છે. અમિતાભ બચ્ચન આજે પોતાનો 74 મો જન્મદિવસ મનાવી રહ્યા છે. જન્મદિવસે અમિતાભે પ્રેસ કૉંફરંસ કરી. આ પ્રસંગે તેમણે પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતોના જવાબ આપ્યા.

amitabh

શત્રુઘ્ન સિન્હાએ તેમનુ નામ આગામી રાષ્ટ્રપતિપદના રુપમાં લેવા પર અમિતાભ બચ્ચને કહ્યું કે શત્રુઘ્ન બાબુ મજાક કરે છે, આવુ નહિ બને. આગામી રાષ્ટ્રપતિના સવાલને શત્રુઘ્ન સિન્હાની મજાક ગણાવીને તેમણે વાત ટાળી દીધી. વળી, પોતાની કૅરિયર અંગે અમિતાભે કહ્યું કે તેઓ સતત કામ કરતા રહેશે અને ભવિષ્યમાં પણ તેઓ દમદાર ભૂમિકા ભજવવા ઉત્સુક છે.

અમે સમાજને ધ્યાનમાં રાખીને ફિલ્મ નથી બનાવતા

અમિતાભ બચ્ચનની હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ " પિંક" માં છોકરીઓની સ્વતંત્રતાને લઇને લાંબી ચર્ચા ચાલી હતી. આ ફિલ્મને ખૂબ પ્રશંસા પણ મળી હતી. આ ફિલ્મ વિશે સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચા રહી અને આને સમાજ પર સારો પ્રભાવ પાડનારી ફિલ્મ પણ કહેવામાં આવી. 

અમિતાભ બચ્ચને ફિલ્મોના સમાજ પર પ્રભાવની વાતના સવાલ પર કહ્યું કે અમે કોઇ સમાજને ધ્યાનમાં રાખીને કે આનો શું પ્રભાવ પડશે એવુ વિચારીને ફિલ્મ નથી બનાવતા. અમિતાભ બચ્ચને કહ્યું કે કોઇ નિર્માતા જ્યારે સ્ક્રીપ્ટ લઇને આવે છે તો હું એને વાંચુ છું અને જો વાર્તા ગમે તો કામ કરુ છું. તેમણે કહ્યું કે તેનો સમાજ પર સકારાત્મક પ્રભાવ પડે તો બહુ ખુશી થાય છે.

આ સમય સેના સાથે ખડેપગે રહેવાનો 

ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા અને ભારત-પાકિસ્તાન તણાવ પર અમિતાભે કહ્યું કે આ સમય સાથે મળીને રહેવાનો અને પૂરી તાકાત સાથે જે પોતાનો જીવ આપીને આપણી રક્ષા કરી રહ્યા છે તેવી આપણી સેના સાથે ખડેપગે રહેવાનો છે.

પાકિસ્તાનો કલાકારો પર પ્રતિબંધ લગાવવા પર તેમણે કહ્યું કે આ બધા પર વાત કરવાનો આ યોગ્ય સમય નથી. અમિતાભ બચ્ચને 16 ઑક્ટોબરના દિવસે હેમા માલિનીને તેમના જન્મદિન માટે શુભેચ્છા પાઠવી. વળી, તેમણે આમીરખાનની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આમીર સાથે કામ કરવુ બહુ મોટી વાત છે.

પ્રેમ માટે તમારા સૌનો આભાર

અમિતાભે કહ્યું કે તેમને કેક કાપવાની અને મિણબત્તી કરવાની વાત હજુ સુધી સમજવામાં નથી આવી. તેમણે કહ્યું કે હવે તો કેક ઉઠાવીને મોઢા પર ચોંટાડી દે છે, ખબર નહિ શુ નવુ શરુ થયુ છે. અમિતાભ બચ્ચને આ દરમિયાન પોતાના જન્મદિન પર મળી રહેલી અસંખ્ય શુભેચ્છાઓ માટે પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

English summary
Amitabh bachchan talking about his name as president
Please Wait while comments are loading...