છત્તીસગઢ નક્સલી હુમલામાં એમોનિયમ નાઇટ્રેટનો થયો હતો ઉપયોગ

નક્સલીઓએ આ હુમલામાં કોંગ્રેસના કેટલાક નેતાઓના મોતના ઘાટ ઉતાર્યા હતા. જેમાં મહેન્દ્ર કર્મા અને નંદ કુમાર પટેલ જેવા પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. નક્સલીઓએ એક નક્કી રણનિતી હેઠળ આ વિસ્ફોટકોનો ઉપયોગ કરી કાફલા પર હુમલો કર્યો હતો.
આ દરમિયાન છત્તીસગઢના દરભામાં કોંગ્રેસ પરિવર્તન યાત્રાના કાફલા પર ખૂની હુમલા બાદ નકસલીઓએ હવે સલમા ઝૂડૂમ સાથે જોડાયેલા 15 લોકોની હત્યા કરવાની ધમકી આપી છે.
સુકમા જિલ્લા કલેક્ટર-કચેરીને મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં નક્સલીઓએ કહ્યું છે કે નક્સલી વિરોધી અભિયાન સલમા ઝૂડૂમ સાથે જોડાયેલા 15 લોકો તેમના હિટ લિસ્ટમાં છે. આ પત્ર સીપીઆઇ માઓવાદીના દરભા ડિવીઝનલ કમિટીએ સુકમા કલેક્ટર-કચેરીને મોકલ્યો છે. આ પત્ર લાલ શાહીથી લખવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
