For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ અને ટીમનો જીવ જોખમમાં, લોકોની ચિંતા વધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 ઓક્ટોબર: કેજરીવાલની ટીમના સભ્ય ડો. કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમનો જીવ જોખમમાં છે, માટે તેમને અને તેમની ટીમે સાવચેતી પૂર્વક રહેવાની જરૂર છે.

Arvind team
કુમાર વિશ્વાસે પોતાની ફેસબુક વોલ પર લખ્યું છે કે આપ સૌ મિત્રોને મારી, અરવિંદ, પ્રશાંત, મનીષ અને બાકી સાથીયોના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે ખુબ જ ચિંતા થઇ રહી છે. લાખો મેઇલ્સ, મેસેજ, અને કોલ્સ આવી રહ્યા છે કે 'આપનું ધ્યાન રાખો', ' આ લોકો બહુ ખરાબ છે, આપે આ ખૂન પીનારના દાંત તોડવાની ઝૂંબેશ ચાલુ કરી છે એટલે આ જાનવર તમારી પર પણ હુમલો કરી શકે છે.', રસ્તામાં જ્યારે વૃદ્ધો મળે છે તેઓ માથા પર હાથ ફેરવીને સ્વર્ગીય લલિતનારાયણ, તો ક્યારેક જે.પી. નો કિસ્સો સંભળાવીને કહે છે કે 'બેટા આ ખુબ મોટા '.......' છે. કોઇપણ હદ સુધી જઇ શકે છે.' આપ સૌની આ ચિંતાની પાછળ દેશ પ્રત્યેનો પ્રેમ દેખાઇ આવે છે. વારંવાર પ્રણામ અને આપ સૌનો આભાર. અમે ખુબ જ નાના લોકો છીએ, અમારી પર આટલી સુવિધાઓ નથી અને અમે લેવા માગતા પણ નથી. જો આમારામાંથી એકનું એક ટીપું પણ લોહી વહ્યું તો આખા દેશમાંથી કરોડો અવાજ ઉઠશે જે આ પાપીઓને દેશમાંથી ઉખાડી ફેંકશે. અહીં એક શેર યાદ આવે છે.
" ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે,
વો સમ્મા ક્યા બૂજે જીસે રોશન ખુદા કરે... '' જય હિંદ...

કુમાર વિશ્વાસનો આ સંદેશ વાંચીને આપને ખ્યાલ આવી ગયો હશે કે કેજરીવાલ અને તેમની ટીમની લોકોને કેટલી ચિંતા છે. લોકોનું માનવું છે કે સત્તાધારી લોકો અને રાજનૈતિક કોન્ટ્રાક્ટરો કઇ પણ કરી શકે છે.

English summary
Arvind Kejriwal is not safe so People are worried said Dr Kumar Vishwas on Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X