બિનભાજપી વિસ્તારોમાં પણ મોદી પહેલી પસંદ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ લોકસભાની ચૂંટણીને હવે 100 દિવસ કરતા પણ ઓછો સમય બચ્યો છે. રાજકીય મોરચાની સેનાએ કમર કસી લીધી છે. સેનાપતિઓ વિરોધીઓને લલકારવામાં લાગી ગયા છે. કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી અન્ય રાજકીય પાર્ટી એક બીજામાં આરોપ પ્રત્યારોપ કરીને રાજકીય વાતાવરણને સતત ગરમ રાખી રહ્યાં છે. એક તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને કોંગ્રેસના સંભવતઃ પીએમ પદના ઉમેદવાર રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં એઆઇસીસીની બેઠકમાં ભાજપ અને ખાસ કરીને નેરન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ ગુજરાત મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભાજપની રાષ્ટ્રિય પરિષદમાં કોંગ્રેસ અને ખાસ કરીને સોનિયા ગાંધી રાહુલ ગાંધી પર વેધક પ્રહારો કર્યા હતા, તેમજ એક વડાપ્રધાન તરીકે પોતાના વિકાસશીલ વિચારો લોકોની સમક્ષ રજૂ કર્યા હતા.

narendra-modi-pm-choice
તેવામાં એ જાણવું રસપ્રદ રહેશે કે આખરે દેશનો મિજાજ શું છે અને શું છે મતદાતાના પ્રતિભાવ. દેશની રાજકીય નસને જાણવા માટે આઇબીએન 7 દ્વારા તાજેતરમાં ‘જો અત્યારે ચૂંટણી હાથ ધરવામાં આવે તો...'ના શિર્ષક હેઠળ સર્વે હાથ ધર્યો છે. આ માટે સીએસડીએસ દ્વારા દેશવ્યાપી સર્વે કરવામાં આવ્યો. 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દરમિયાન સીએસડીએસે દેશના 18 રાજ્યોમાં સર્વે કર્યો. 1081 સ્થળો પર જઇને કૂલ 291 બેઠકો પર 18591 લોકો વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં એ જાણવા મળ્યું છે કે બિનભાજપી રાજ્યોની જનતાની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની કોઇ ખાસ પકડ નહીં હોવા છતાં પણ ત્યાંની જનતાએ પીએમ પદ માટે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા છે. આવી જ રીતે બિહાર અને ઓડિશામાં પણ લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે. પશ્ચિમ બંગાળ હોય, બિહાર હોય કે પછી ઓડિશા. મુખ્યમંત્રી તરીકે ત્યાંની જનતા ભલે મમતા બેનરજી, નીતિશ કુમાર અને નવિન પટનાયકને પસંદ કરતી હોય પરંતુ જ્યારે વાત કેન્દ્રની આવે છે ત્યારે નિશંક પણે ત્યાંની જનતા વડાપ્રધાન પદ તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કરી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળ
જો અત્યારે લોકસભાની ચૂંટણી થાય તો પશ્ચિમ બંગાળની 42 બેઠકોમાંથી તૃણમૂલ કોંગ્રેસને 20થી 28 બેઠકો મળી શકે છે. લેફ્ટને 7થી13, કોંગ્રેસને 5થી 9 અને ભાજપને 0થી 2 બેઠક મળી શકે છે.

ઓડિશા
જો અત્યારે ચૂંટણી હાથ ધરવામાં આવે તો ઓડિશાની 21 બેઠકોમાંથી બીજેડીને 10થી 16 બેઠક મળી શકે છે. કોંગ્રેસને 3થી9 અને ભાજપને 0થી4 બેઠક મળી શકે છે.

બિહાર
જો બિહારની વાત કરવામાં આવે તો બિહારની 40 બેઠકોમાંથી ભાજપને 16થી 24 બેઠક મળી શકે છે. 7થી 13 જેડીયુને, 6થી10 આરજેડીને અને કોંગ્રેસને 0થી 4 બેઠક મળી શકે છે.

English summary
chief minster of gujarat and bjp's pm candidate narendra modi is first choice in west bengal, odisha and bihar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.