For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી સામેના મોટા પડકારો

|
Google Oneindia Gujarati News

ભારતીય જનાતા પાર્ટીએ પાર્ટીના અતિ વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીની ઇચ્છાની ઉપરવટ જવાનો નિર્ણય લીધો. ભાજપે માત્ર એલ કે અડવાણી નહીં પણ પાર્ટીના અન્ય નેતાઓની નારાજગીની અવગણના કરીને છેવટે 13 સપ્ટેમ્બર, 2013ના રોજ સાંજે 6 વાગે લોકસભા ચૂંટણી 2014ને માટે ભાજપના પીએમ પદના ઉમેદવારના નામની ઘોષણા કરી હતી. સૌ જાણે છે એમ અને જેની સંભાવનાઓ પ્રબળ હતી તેવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે આ જાહેરાત કરતા સમયે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી તેનું લક્ષ્ય સિદ્ધ કરવામાં સફળ થશે. હવે કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર સામે ભાજપની સ્થિતિ શું હશે? પાર્ટીને કેવા પડકારો નડશે. નરેન્દ્ર મોદીએ કેવા પડકારો ઝીલવા પડશે તે જાણીએ...

પાર્ટી માટે પડકારો ઘટશે કે વધશે?

પાર્ટી માટે પડકારો ઘટશે કે વધશે?

માત્ર દિલ્હી કે ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં ભાજપ કાર્યાલયે આ બાબતની ઉજવણી કરવામાં આવી. તમામ ભાજપ કાર્યાલયોમાં હર્ષનું વાતાવરણ હતું. આ મોટી અસમંજસ અને દ્વિધાની પરિસ્થિતિમાંથી બહાર આવી ગયેલી ભાજપ માટે હવે પછી એ પ્રશ્ન છે તે તેના તમામ પ્રશ્નો કે પડકારો દૂર થઇ ગયા છે કે હવે પાર્ટીએ આનાથી પણ મોટા પડકારોનો સામનો કરવો પડશે.

હવે નરેન્દ્ર મોદીના ભાવિનો સવાલ છે

હવે નરેન્દ્ર મોદીના ભાવિનો સવાલ છે

નરેન્દ્ર મોદીના નામની સાથે અનેક ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે. તેમાં સૌથી મોટા પ્રશ્ન એ ઉભો થયો છે કે નરેન્દ્ર મોદી પ્રાદેશિક નેતામાંથી રાષ્ટ્રીય નેતા બનવા જઇ રહ્યા છે. આ સફરમાં તેમણે અનેક પડકારોનો સામનો કરવો પડશે. પીએમ ઉમેદવારી બાદ પીએમ બનવાના માર્ગમાં તેઓ મંઝિલ સુધી પહોંચશે તો વાહવાહી છે, પણ જો તેમ ના થયું તો નરેન્દ્ર મોદીનું ભવિષ્ય શું હશે તે મોટા પ્રશ્ન છે.

ભાજપ હારની હેટ્રિક લગાવશે કે જીતનું જન્શ મનાવશે?

છેલ્લી બે લોકસભા ચૂંટણીથી હારનો સામનો કરી રહેલી ભાજપા નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર ઘોષિત કર્યા બાદ મતદારોનું મન જીતી શકશે અને દિલ્હીમાં સરકાર બનાવવામાં સફળ થશે કે પછી હારની હેટ્રિક સર્જશે તે એક મોટો પ્રશ્ન છે. પાર્ટીને તેના લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચાડવી તે નરેન્દ્ર મોદી માટે પણ મોટો પડકાર છે.

નરેન્દ્ર મોદીનું પ્રથમ રાષ્ટ્રીય એસાઇન્મેન્ટ

નરેન્દ્ર મોદીની પીએમ પદના ઉમેદવાર બનવાની ઇચ્છા પુરી થઇ એવી જ રીતે પાર્ટીના મોટા ભાગના કાર્યકરો અને સમર્થકોની ઇચ્છા નરેન્દ્ર મોદીને પીએમ ઉમેદવાર બનાવવાની હતી તે પણ પૂરી થઇ છે. બંને બાજુ ખુશીનો માહોલ છે, પરંતુ હવે નરેન્દ્ર મોદી પોતાના આ સમર્થકોને કઇ દિશામાં વાળીને કેવું કામ કરાવી શકે છે અને પોતાના પ્રથમ નેશનલ એસાઇન્મેન્ટને કેવી રીતે પુરું કરી શકે છે તે એક પડકાર છે.

મોદી માટે પડકાર - પાર્ટીના આંતરિક મતભેદો દૂર કરવા

નરેન્દ્ર મોદીના નામ સામે કેટલા મતમતાંતર હતા તે સૌએ જોયું છે. આવા સમયે મોદી માટે પડકાર છે કે પાર્ટીમાં રહેલા આંતરિક મતભેદોને તે દૂર કરે. આ કામ રાતોરાત થઇ જાય તેવું સરળ નથી. આ માટે સૌપ્રથમ નરેન્દ્ર મોદીએ અડવાણી અને સુષ્મા સ્વરાજને વિશ્વાસમાં લેવા પડશે. નરેન્દ્ર મોદી આ સૌના વિરોધ છતાં વડાપ્રધાન બની જાય તો પણ પાર્ટીમાં તેમના વિરોધીએ ભવિષ્યમાં તેમના માટે અવરોધ ઉભા કરી શકે એમ છે. તેનો સામનો કરવા મોદીએ તૈયાર રહેવું પડશે.

મોદી યેદીયુરપ્પાને પાર્ટીમાં પાછા લાવશે?

દક્ષિણ ભારતમાં બી એસ યેદીયુરપ્પાના સાથથી ભાજપે પોતાનું સ્થાન બનાવ્યું હતું. જો કે તેમની સાથે સંબંધોનો અંત આવતા ભાજપ દક્ષિણભારતમાં અસ્તિત્વ ગુમાવી ચૂકી છે એમ કહી શકાય. પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનવા દક્ષિણ ભારતમાં પોતાનું વર્ચસ્વ ઉભું કરવું પડશે. આ કામ સ્થાનિક નેતાની મદદ વિના અશક્ય છે. આ માટે યેદીયુરપ્પાને પાર્ટીમાં પાછા લાવવાનો પડકાર મોદી સામે છે.

રાષ્ટ્રીય સ્તરે કટ્ટર દુશ્મન કોંગ્રેસનો સામનો

મોદી માટે ગુજરાત સ્તરે કોંગ્રેસને મુર્છિત કરવાનું આસાન હતું. હવે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસને નબળી પાડવાનો પડકાર ખૂબ મોટો છે. તેમાં પાર્ટીના નેતાઓના સાથ વગર એકલા હાથે સફળતા મેળવવી અશક્ય છે. કોંગ્રેસ દ્વારા જો પીએમ પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીનું નામ આગળ કરવામાં આવે તો રાહુલ કોંગ્રેસનું હુકમનું પત્તું છે, તેને હરાવવાનું મુશ્કેલ છે. આ માટે કોંગ્રેસ ગુજરાત રમખાણો અને વણઝારા તેમજ નકલી એન્કાઉન્ટર જેવા મુદ્દા ઉઠાવશે તેનો સામનો કરવો પડશે.

મોદીએ નવા સાથીઓ શોધી જુનાને સાચવવા પડશે

મોદીએ નવા સાથીઓ શોધી જુનાને સાચવવા પડશે

લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ 170થી 180 બેઠકો મેળવવામાં સફળ રહી તો સાથી પક્ષોનું સમર્થન મેળવવામાં વધારે મુશ્કેલી નહીં પડે. પણ જો આમ ના થયું તો પાર્ટી તેમજ નરેન્દ્ર મોદી માટે સફળતા જોજનો દૂર ચાલી જશે.

English summary
As the PM candidate, Narendra Modi will face this major challenges
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X