For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા ચુકાદોઃ રાજસ્થાનના 5 જિલ્લાઓમાં ધારા 144 લાગુ, બધી શાળા-કોલેજો બંધ

અયોધ્યા કેસને જોતા રાજસ્થાનના 5 જિલ્લામાં કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનના પાંચ જિલ્લામાં કલમ 144 લાગુ છે.

|
Google Oneindia Gujarati News

બહુચર્ચિત અયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે સવારે 10.30 વાગ્યાથી પોતાનો ચુકાદો સંભળાવશે. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 જજોની બંધારણીય પીઠે 40 દિવસોની મેરેથોન સુનાવણી બાદ 16 ઓક્ટોબરે અયોધ્યા કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત કરી દીધો હતો. વળી, સુપ્રીમ કોર્ટના ચુકાદાને જોતા અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમા પ્રશાસન એલર્ટ પર છે. જ્યારે યુપી ઉપરાંત દેશના બાકી રાજ્યોમા પણ પ્રશાસન એલર્ટ પર છે સંવેદનશીલ વિસ્તારોમાં ભારે સંખ્યામાં સુરક્ષાબળો તૈનાત કરવામાં આવ્યા છે.

police

અયોધ્યા કેસને જોતા રાજસ્થાનના 5 જિલ્લામાં કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનના પાંચ જિલ્લામાં કલમ 144 લાગુ છે. રાજ્યભરમાં બધી શાળા અને કોલેજો આજે બંધ રાખાના નિર્દેશ આપવામાં આવ્યાછે. ભરતપુરમાં ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. કોટામાં બધા કોચિંગ સંસ્થાઓ બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જયપુર ગ્રામીણ વિસ્તારમાં પણ કલમ 144 લાગુ છે. બુંદીમાં પણ કલમ 144 લાગુ છે.

જ્યારે જયપુર કમિશ્નરેટ વિસ્તારમાં સવારે 10 વાગ્યાથી આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અયોધ્યા પર આવનારા ચુકાદાને જોતા વિવિધ કોલેજ સ્તરીય પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. દેશના બાકીના રાજ્યોમાં પણ પ્રશાસન એલર્ટ પર છે અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. દિલ્લીની વાત કરીએ તો પોલિસે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે.

સુપ્રીમ કોર્ટની બહાર ભારે સંખ્યામાં પોલિસ બળોની તૈનાતી કરવામાં આવી છે. વિસ્તારમાં કલમ 144 લાગુ છે. આવતા જતા વાહનોનુ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. પ્રશાસન અને સરકારોએ બધાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે અફવાઓ પર ધ્યાન ના આપે અને અદૂરી જાણકારી શેર ના કરે.

આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા પહેલા કોંગ્રેસે બોલાવી CWCની ઈમરજન્સી બેઠકઆ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદા પહેલા કોંગ્રેસે બોલાવી CWCની ઈમરજન્સી બેઠક

English summary
Ayodhya Case Verdict: Rajasthan government has imposed Section 144 in five districts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X